Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૯

અને પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે. ને મોટા ને મળે તે બહુ મોટયપને પામે છે. તે જૂ વિયાય તો લિંખ આવે ને હાથણી વિયાય તો બળદ જેવડું બચ્‍ચું આવે, તે ઉપર વચનામૃત વંચાવ્‍યું : જે ‘જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય છે.’ ૧૮૯ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 156

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૦

અને કોટિ કલ્‍પના પાશ લાગ્‍યા છે, તે હમણાં ભગવાનમાં જોડાવા જઇએ, પણ માયામાં જોડાઇ જવાય છે, ને જ્યારે જ્ઞાન થાશે ત્‍યારે માયામાં જોડાવા જાશું, તોપણ ભગવાનમાં જોડાઇ જવાશે. ને હમણાં તો ઇન્‍દ્રીયો અંત:કરણના ભાવથી મુકાઇને સાધુમાં જોડાવું, ને સાધુ ભગવાનમાં જોડશે, ને પોતાને બળે છૂટવા જાય તેમ વધુ બંધાશે. ૧૯૦ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૧

અને દેહનો ભાવ ન જણાય એવા તો સ્‍વરુપાનંદ સ્‍વામી ! કેમ જે એ તો દેહમાં વર્તે નહિ ને બીજા ને તો દેહના ભાવ જણાય છે. ૧૯૧ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯ર

પણ એક શબ્‍દે કરીને તો સ્‍વરુપાનંદ સ્‍વામીને જ્ઞાન થાય, ને આપણને તો કરોડ શબ્‍દ પડે ત્‍યારે જ્ઞાન થાય, પણ તરત ન સમજાય. ૧૯૨ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૩

પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઇમાં કોઇ પ્રકારનો દોષ હોય, પણ તે દોષ કહેવાય નહિ, ને તેમાંથી તો જીવ બગડી જાય, ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્‍કાર થયા. તે ચકલીનું મોત ઢેફલે. સત્‍સંગની મોટપ તો નિશ્વય વડે છે પણ સાધને કરીને નથી. ૧૯૩. read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૪

આપણું કલ્‍યાણ તો પ્રત્‍યક્ષ ભગવાનને આશરે કરીને છે. ને શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ તો બીજાના કલ્‍યાણને અર્થ છે, કેમ જે આપણો ગુણ આવે તેનું પણ કલ્‍યાણ થાય. ૧૯૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯પ

કેટલાક ધર્મમાં આકરા હોય, પણ સમજણ થોડી હોય, ને કેટલાક ધર્મમા સામાન્‍ય હોય, તો પણ સમજણ સારી હોય, માટે સમજણ હોય તે વૃદ્ધિ પામે. ૧૯૫ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯૬

અને બ્રહ્મભાવ ને મહિમાની વાત ઝાઝી કહેતા નથી, કેમજે એમાંથી તો માણસ ગાંડા થઇ જાય છે, તે સારુ વર્તમાન ને પુરુષપ્રયત્‍નની વાત કરીએ છીએ, કેમજે અનંત જીવને પ્રભુ ભજાવવા છે માટે. ૧૯૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 103
Powered By Indic IME