Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૪

સ્વામીએ વાત કરી જે, જુઓને એક પુરુષ ઊગ્યો તે પચાસ કરોડ યોજનમાં અંધારું ન રહ્યું, તે જેમ સૂર્યના કિરણે કરીને રાત્રિનો નાશ થાય છે, તેમ સત્પુરુષની દષ્ટિ વડે કરીને તો કોઇ દેશમાં અજ્ઞાન રહે જ નહિ. અને તે સત્પુરુષ વિના તો જેમ : સોળકળા શશી ઊગહિ, તારાગણ સમુદાય, સબ ગિરિ દાહ લગાઈએ, રવિ બિન રાત ન જાય. તે આવા સાધુ વિના અજ્ઞાન જાય નહિ અને અજ્ઞાન ગયા વિના સુખ પણ થાય નહિ. અરે ! અમારે તો ઘણુંયે જ્ઞાન દઇને બ્રહ્મરૂપ કરવા છે, પણ શું કરીએ ? જીવને ખપ નહિ ને વળી કારખાને ગળે ઝાલ્યા  ! ને તે જ્ઞાન કહેવા નવરા થાતા નથી. કેમ જે, જેમ જબરા ખેડુને વેર અપરવારે  ગયું, તે નવરા થાય નહિ ને વેર વાળવા જાય નહિ. તેમ અમારું જ્ઞાન અપરવારે ગયું; પણ હવે સાધુ-સત્સંગીને મારી પાસે રાખીને વાતો જ કરવી છે, જેણે કરીને બ્રહ્મરૂપ થઈ જાય. એમ કહીને બોલ્યા જે વાતો સાંભળી લેજો; પછી આવો યોગ મળવો બહુ દુર્લભ છે; માટે સમાગમ તો કરી લેજો. એમ કરીને કહ્યું જે,‘ચેતનવાલા ચેતજો કહત હું હાથ બજાય’ અમે તો તાળી વજાડીને કહીએ છીએ, પછી વળી કહેશો જે કહ્યું નહિ. ।।૫૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 190

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પપ

એક હરિજને પ્રશ્ન પૂછ્યું જે,”બીજા અવતારે વર્તમાન પળાવ્યા નથી ને કલ્યાણ તો કર્યા છે ને આજ વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે તેનો શો હેતુ છે ?” પછી સ્વામી બોલ્યા જે, બીજાએ કલ્યાણ તો કર્યા છે પણ કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યા નથી ને જો કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યા હોય તો ગોલોક અને વૈકુંઠ લોકમાં કજિયા શા સારુ થાય ? માટે ગોલોકમાં રાધિકાજીએ શ્રીદામા સાથે વઢવેડ  કરી, ને વૈકુંઠ લોકમાં જય-વિજયે સનકાદિક સાથે વઢવેડ કરી છે; તે એમ જાણવું જે, ત્યાં કારણ શરીર નહિ ટળ્યું હોય, ને મહારાજ તો કારણ શરીર ટાળવા સારુ સાધુ ને નિયમ તો અક્ષરધામમાંથી લઈને જ પધાર્યા છે. તે માટે સાધુ ભગવાનની ઉપાસના કરાવે છે, ને નિયમે કરીને ભગવાનની આજ્ઞા પળાવે છે, તેણે કરીને કારણ શરીરનો નાશ થઇ જાય છે.’ તે ઉપર કારિયાણીનું બારમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આ વચનામૃતમાં મહારાજે સિદ્ધાંત કહ્યા છે. તે સારુ વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે, એ હેતુ છે.’ ।।૫૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 130

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૬

વળી સ્વામીએ વાત કરી જે, એક દિવસ મહારાજે મને કહ્યું જે,‘મંડળ બાંધો.’ ત્યારે હું કાંઇ બોલ્યો નહિ. પછી સામું જોઇને કહ્યું જે, ‘સાધુ તો પાંચ રાખીએ, જેથી જીવનું કલ્યાણ થાય.’ એમ કહીને કહેવા માંડ્યાં જે, ‘સાધુ તો દસ રાખીએ, વીસ રાખીએ, પચાસ રાખીએ, સો રાખીએ ને સાધુ તો બસેં પણ રાખીએ.’ પછી તો હું બોલ્યો નહિ, પણ અંતે એમ કર્યુ. એ વાતની દીર્ઘદર્શીને ખબર પડે, આપણે તો કાંઇ જાણીએ નહિ. અરે, એક દિવસ મહારાજે મને પૂર્વાશ્રમમાં હતો ત્યાં આવીને કહ્યું જે, ‘શું કરો છો ને શું કરવા આવ્યા છીએ ? ને બ્રહ્મતેજ તો સુકાઇ ગયું છે !’ એમ કહીને દેખાણા નહિ. તે દિવસથી જીવોના કલ્યાણ થાય તેમજ કરીએ છીએ. અને એક દિવસ મહારાજને ચાર પ્રશ્ન પૂછાવ્યાઃ તેમાં એક તો ધ્યાન કરવું, બીજું આત્માપણે વર્તવું, ત્રીજું માંદાની સેવા કરવી ને ચોથું ભગવાનની વાતો કરવી. એ ચારેમાં અધિક કોણ છે, તે કહો ? પછી મહારાજે કહ્યું જે, ‘વાતો જ અધિક છે.’ તે દિવસથી મેં વાતો કરવા માંડી છે, તે રાત-દહાડો સોપો  જ પડતો નથી; જેથી જીવ બ્રહ્મરૂપ થઇ જાય છે. ।।૫૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૭

સ્વામીએ વાત કરી જે, કૃપાનંદસ્વામીનો એમ મત જે “ગળામાં ઊની કોશ ઘાલે એટલી પીડા થાય, તોપણ ભગવાનની આજ્ઞા લોપવી નહિ.” ને વળી કૃપાનંદસ્વામી એમ કહેતા જે,”સ્વપ્નનો ઉપવાસ તો પડે નહિ, ને જો પડે તો દેહ પડી જાય,” એવો પોતાનો ઠરાવ; ને વિષયની બીક તો કેવી રહે જે, અલ્પ વચનમાં ફેર પડે તો મહત્ વચનમાં ફેર પડ્યો હોય, એટલી બીક લાગે. તે મેં એક દિવસ નજરે દીઠું છે. એવા કૃપાનંદસ્વામી તે તો ગંગાજીના જળ જેવા છે; તે જેમ ગંગાનો પ્રવાહ ચાર ગાઉમાં ચાલ્યો જાય છે, તે કોઇનો હઠાવ્યો હઠે નહિ; તેમ તેમની વૃત્તિ કોઇની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ. એક દિવસ કૃપાનંદસ્વામીની સમાધિ જોઇને સચ્ચિદાનંદ- સ્વામીએ કહ્યું જે,”અમારે કૃપાનંદસ્વામીના જેવું હેત નહિ ને એવા હેતવાળા તે તો ગંગા જેવા ને ગોપાળાનંદ સ્વામી તે તો દરિયા જેવા. તે તો અનંત જીવને સુખિયા કરી નાંખે તેવા હતા. એમ કહીને બોલ્યા જે, જેવા રઘુવીરજી મહારાજ હતા ને જેવા ગોપાળાનંદસ્વામી હતા, તેવા તો જણાણા જ નહિ ! ને આજ સાધુ હશે તેને પણ જાણતા નથી, તેને બહુ ખોટ જાશે. કેમ જે, એવા મોટા વિના મહારાજનો સિદ્ધાંત કોણ કહેશે ? ને બીજા તો પોતાની સમજણ પ્રમાણે સમજાવશે, પણ જેમ છે તેમ સમજાવતાં આવડશે નહિ, એ સિદ્ધાંત વાત છે.” ।।૫૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૮

પછી સ્વામીએ વાત કરી જે : અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સરુ નર મુનિ મહીં નહિ સુખ લેશા. એમ કહીને બોલ્યા જે, ‘એવા અધર્મસર્ગનો શેણે કરીને પ્રવેશ થાય છે ? તો જયારે એકબીજાનાં મન નોખા પડે છે, ત્યારે પ્રવેશ થાય છે. ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે નહિ.’ તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે,”એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને કહ્યું જે, ‘બળિયામાં બળિયો હોય તે આ તીરના ભાથાને ભાંગી નાખો.’ ત્યારે બળિયામાં બળિયો હતો તેથી તે આ તીરનો ભાથો ભંગાણો નહિ. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી  હતો તેને કહ્યું જે ‘ભાંગી નાખ.’ ત્યારે તેણે તરત ભાંગી નાખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને  કહ્યું જે,”જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ  રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોયે તમારો પરાભવ નહિ કરી શકે ને રાજ આબાદ રહેશે.” એ દષ્ટાંત દઇને બોલ્યા જે, ‘આ તમે સર્વે સાધુ, પાળા, બ્રહ્મચારી આમ ને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે તે પણ પરાભવ નહિ કરી શકે ને આમ નહિ રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે.’ એમ કહીને બોલ્યા જે, ‘જુવોને કેટલાકને તો જોડ જ નથી ને કોઇક તો પાકલ ગૂમડાં જેવા , તે કહેવાય નહિ ! માટે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 165

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૯

સ્વામીએ એક દિવસ બાવળિયા સામું જોઇને કહ્યું જે, ‘જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઇ ગયો છે, પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે, તેના જળે કરીને લીલો પલ્લવ થાતો નથી, કેમ જે રેતીએ કરીને સોરાઇ ગયો છે; તેમજ વિષયે કરીને તો જીવ સોરાઇ જાય છે, પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને જ્ઞાન વિના લીલો પલ્લવ થાતો નથી. ને લોક, ભોગ ને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઇ ગયા છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. તેમજ રૂડા ગુણ છે તે પણ ત્રણ પ્રકારના કુસંગે કરીને તો નાશ થઇ જાય છે, પણ જીવ ત્રપખડો  મૂકે નહિ ત્યાં સુધી સુખિયો પણ થાય નહિ.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘આ જીવ તો મેવાસી  થઇ બેઠો છે, પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી ને પોતાના જીવની તો પોતાને ખબર જ નથી અને જેમ મેમણ ચડ્યો પોઠિયે, હાથમાં લીધી લાકડી ને કહે જે,‘કેકેં હણાં ને કેકેં ન હણાં  !’ એમ બકે છે, પણ પોતાનું તળ તપાસતો નથી જે, મારીશ કેને ?’ એમ કહીને બોલ્યા જે, મોટા થાવાનું મનમાં રે દિલમાં ઘણો ડોડ , તેવા ગુણ નથી તનમાં રે કાં કરે તું કોડ . એમ જીવ કોડ તો બહુ કરે પણ મહિનો-દિવસ હાથધોણું ચાલે તો ખબર પડે, પણ આજ ઓશિયાળા કરે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 186

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬૦

સ્વામીએ વાત કરી જે, ‘જીવ સામું જોઇએ તો મુમુક્ષુતા તો જાણીએ છે જ નહિ ! કેમ કે, જે મુમુક્ષુ હોય તેને તો ભગવાન કે ભગવાનના સાધુ તે વિના સુખ કે શાંતિ થાય જ નહિ. જેમ સમુદ્રમાં છીપ રહે છે, પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી, તે તો જયારે સ્વાતિના બુંદ  પડે છે, ત્યારે જે  ઠેકીને તેનું ગ્રહણ કરે છે તે મોતી લાખ રૂપિયાનું થાય છે; ને જે મંદ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે છે તે તો અર્ધલાખનું થાય છે; ને જે પડ્યું પડ્યું ગ્રહણ કરે છે તે તો ફટકીયું  થાય છે; તેમજ મુમુક્ષુ હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન, કર્મ, વચને સમાગમ કરે છે, તો તે બ્રહ્મરૂપ થાય છે. એમ કહીને બોલ્યા જે, શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ । જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિમચિરેણાધિગચ્છતિ ।। અને જેને એવી શ્રદ્ધા ન હોય તેને તો : પ્રયત્નાદ્યતમાંનસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ । અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્ ।। એમ પણ કહ્યું છે, માટે સત્પુરુષનો સંગ તો મન, કર્મ, વચને જ કરવો. ત્યારે પૂછ્યું જે, મન, કર્મ, વચને સંગ કેમ કરવો ? ત્યારે સ્વામી બોલ્યા જે, ‘કર્મ જે દેહ તેણે કરીને તો જેમ સત્પુરુષ કહે તેમ કરવું, ને વચને કરીને તો સત્પુરુષમાં અનંત ગુણ રહ્યા છે તે કહેવા ને મને કરીને તો મોટા સાધુને વિષે નાસ્તિકપણું […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 160

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬૧

સ્વામીએ વાત કરી જે, જેમ જેમ જ્ઞાન થાતું જાય તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય. તે ઉપર દષ્ટાંત દીધું જે,‘એક રબારી ચાલ્યો જતો હતો ત્યાં હીરો હાથ આવ્યો, તે ભેંસની કોટે  બાંધ્યો. પછી તે ભેંસને કોઈકે લઇને એ હીરો બસેં રૂપિયામાં દીધો ને બસેંવાળે હજારમાં દીધો ને હજારવાળે દસ હજારમાં દીધો, એમ ને એમ ચડતાં લાખ રૂપિયામાં દીધો. પછી તે લાખ રૂપિયાવાળાએ કોઇક શાહુકાર હતો તેની પાસે જઇને કહ્યું જે, ‘આ હીરો તમારે રાખવો છે ?’ ત્યારે શાહુકાર હીરો જોઇને બોલ્યો જે,‘સો મોટલિયા  કરીને દી ઊગ્યાથી તે આથમ્યા સુધી દ્રવ્ય લઇ જાઓ એટલું તમારું.’ ત્યારે ગામમાં હાહાકાર બોલ્યો જે, શાહુકારે ખજીનો લૂંટાવી દીધો ! પછી તે શાહુકારના બાપે આવીને પૂછ્યું જે, ‘શું જણસ  લીધી ?’ ત્યારે તેણે કહ્યું જે,‘આ હીરો લીધો છે.’ ત્યારે તેણે જોઇને કહ્યું જે,‘તેં તો મફત પડાવી લીધો, એક દિવસની કમાણી પણ દીધી નહિ !’ ત્યારે તો એ સર્વે કરતાં એ શાહુકારને એ હીરાનું જ્ઞાન બહુ કહેવાય; તેમજ ભગવાનનું જ્ઞાન પણ જાણવું. તે જેમ જેમ ભગવાનના મહિમાનું જ્ઞાન થાતું જાય તેમ તેમ મહિમા વધુ વધુ જણાતો જાય છે.’ તે ઉપર સારંગપુરનું સત્તરમું વચનામૃત વંચાવ્યું. ત્યાં ‘વાસુદેવ હરે’ થયા તે જમવા પધાર્યા. ।।૬૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 126
Powered By Indic IME