Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૭

પછી સ્વામી કહેઃ ‘જેના અક્ષર ગુરુ હોય તે અક્ષરધામમાં લઇ જાય ને પુરુષોત્તમને મેળવે.’ ।।૨૬૭।। read more
0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૮

આગળ આ બે વાતને ઘસારો લાગશે, તેમાં એક તો સુહ્દપણું નહિ રહે ને બીજું ઘર, સ્ત્રી, પુત્ર ને ધન એમાં આસકિત વધશે. ।।૨૬૮।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૯

ભગવાન તો એક જીવ ભજે તે સારુ બ્રહ્માંડ બોળી નાખે.તેની એક વાત છે જે, એક ચકલી હતી તે ઊંચી પર્વત ઉપર બેસીને ભજન કરતી હતી. તે કહે જે, ‘મને આંહીં બેઠે બેઠે પાણી પાય તો પીઉં.’ પછી બ્રહ્માંડ બોળીને ત્યાં લગી પાણી ભરી દીધું એટલે પીધું. ।।૨૬૯।। read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૦

એમ તો વિચારીને જોયું ત્યાં જીવનો વાંક નથી, ગુરુ નો જ વાંક છે. તે જેવા ગુરુ હોય તેવો પોતે થાય. ।।૨૭૦।। read more
0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૧

જુઓ ને ! આ બીજા મતવાદીઓએ વાડા કરીને જીવને ચડાવી દીધા છે તેવા થયા છે. ને કોઇ જાણે બીજા મત આગળ સારા હશે, તે એ તો એમ વિચાર્યું જે, આ પાછલો દરવાજો બાળપણામાં સારો હશે ? એ તો મૂળથી જ બગડેલો છે. એમ એ ધરથી જ બગડેલા છે માટે ઉદ્ધવમત વિના કોઇમાં માલ નથી. ।।૨૭૧।। read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭ર

એકવાર વરસાદ બહુ ભારે થયો, તે હરણિયાં આકળાં થઇને દોડ્યાં, તે બાંટવામાં પેસી ગયાં. હવે એ ત્યાંથી નીકળનારા છે ? એમ જીવ માત્ર બાંટવાના હરણિયાં જેવા છે,તે વિષયમાં ભરાઇ ગયા છે. ।।૨૭૨।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૩

આ જીવને પંચવિષય છઠ્ઠું દેહાભિમાન ને સાતમો પક્ષએ કલ્યાણનાં માર્ગમાં વિઘ્નરૂપ છે. ને એનો અભિનિવેશ થયો છે તે જીવનું ભૂંડું કરે છે; માટે તે ન રાખવાં. ।।૨૭૩।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૪

આ તો કરોડ મણ સૂતરની આંટીઓ ઘુંચાઇ ગઇ છે તે કેમ ઊખળે ? કોઇ દાખડો કરે તો પણ ન ઊખળે, પણ જો આ બ્રહ્માંડ જેવડો ફાળકો કરે તો સહેજ ઊખળે. એમ જીવ ઘુંચાઇ ગયો છે, પણ ભગવાન ભજે તો ઊખળે. ।।૨૭૪।। read more
0 Views : 126
Powered By Indic IME