Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૯ર

સ્વામી કહે,‘વાંચો રુચિનું વચનામૃત.’ (લોયા-૧૪) તે રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહિ. રુચિ સારી થયે સારું થાય ને ભૂંડી થયે ભૂંડું થાય. તે જુઓને, જેની રુચિ મળતી હોય તે તેની ભેળા બેસે છે ને સુવાણ પણ તો જ થાય છે. તે અફીણિયા હોય તે અફીણી ભેળા બેસે. એમ રુચિની વાત છે. ।।૨૯૨।। read more
0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૯૩

એક જણે સ્વામીને પૂછ્યું જે, ‘વચનામૃતમાં કયાંક આશરાનું બળ કહ્યું છે, કયાંક ધર્મનું, કયાંક વૈરાગ્યનું, કયાંક આત્મનિષ્ઠાનું ને કયાંક પાછી તે આત્મનિષ્ઠા ઉડાડી નાખી છે.એવા કૈંક ઠેકાણે અનંત સાધન કહ્યાં છે; તેમાં એકને વિષે સર્વે આવી જાય ને ઉત્તમ મોક્ષ થાય એવું એક કહો ?’ એટલે સ્વામીકહે જે,‘ઉપાસના હોય ને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હોય તો બધાંઆવે. તેનું એમ થાય જે ઉદ્ધવના જેવી દાસત્વભકિત ને ગોપીઓના જેવો પ્રેમ ને શુકજી ને જડભરતના જેવો વૈરાગ્યએ હોય તેને પછી ઉપાસના સિદ્ધ થાય છે.’ ।।૨૯૩।। read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૯૪

વળી પૂછ્યું જે,‘ઉપાસના છે એમ કેમ જણાય ?’ એટલે કહે ત્રિભુવનવિભવહેતવેઽપ્યકુણ્ઠસ્મૃતિરજિતાત્મસુરાદિભિર્વિમૃગ્યાત્ । ન ચલતિ ભગવત્પદારવિન્દાત્ લવનિમિષાર્ધમપિ સ વૈષ્ણવાગ્રયઃ ।। એ શ્લોક પ્રમાણે તો વિષયની કોરનું હોય,’ એવા ત્રણ શ્લોક બીજા બોલ્યાં ને કહ્યું જે, ‘એ પ્રમાણે રહે એવા ગુણ હોય તેને ઉપાસના છે એમ જાણવું.’ ।।૨૯૪।। read more
0 Views : 141

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૯પ

પૃથ્વી ગંધને મૂકે પણ ભીષ્મનું બ્રહ્મચર્ય ન જાય, એમ અડગપણે ભગવાનને સમજે. વળી, મહારાજે કરોડ કરોડ સાધન કહ્યાં છે, પણ તેમાં ત્રણ મુખ્ય છે: તેમાં એક ભગવાન, બીજું તેમનાં ભકતને વિષે આત્મબુદ્ધિ ને ત્રીજી આજ્ઞા, એ ત્રણેય જો બરાબર સમજે તો બધુંયે થયું. ને આજ્ઞામાં ધર્મ પણ આવી ગયો ને આજ્ઞામાં સર્વે સાધન પણ આવી ગયાં. અને આપણે મહારાજની આજ્ઞા, ઉપાસના તથા એકાંતિક સંત સાથે હેત છે.માટે જે જે કરવાનું છે તે આપણે થઇ રહ્યું છે, હવે કાંઇ કરવું રહ્યું નથી. ।।૨૯૫।। સંવત્ ૧૯૨૩ના ભાદરવા માસ પર્યન્ત સ્વામીએ વાતો તો ઘણી કરી છે, પણ આ તો સંક્ષેપ માત્ર લખાણી છે; નેવળી આ વાતો તો સ્વામીએ પોતે જૂનાગઢના મંદિરમાં પોતાને આસને બાળમુકુંદદાસજી પાસે બ્રહ્મચારી અચિંત્યાનંદજી વગેરે સર્વે સંતમંડળ સાંભળતે વંચાવી, ને પછી સ્વામી બોલ્યા જે,‘આ વાતો તો બહુ સારી છે અને શ્રીજીમહારાજની કરેલી પણ વાતો આમાં ઘણી છે’ ત્યારે બ્રહ્મચારીએ તે વાતો સાંભળીને કહ્યું જે, ‘તમે કહો છો તેમજ છે.’અને આ જે સ્વામીની વાતો છે તેને જે કોઇ વાંચે, સાંભળે વિચારે તેણે તેટલો સ્વામીનો સમાગમ કર્યો કહેવાય. કેમ જે સ્વામીએ પોતે એમ કહ્યું છે જે, ‘જેનું કરેલું શાસ્ત્ર વાંચે, સાંભળે તેટલો તેનો સમાગમ કર્યો કહેવાય છે.’ ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય ગુણાતીતાનંદસ્વામીની કરેલી વાતોમાં સર્વદેશી સમજણનું મુખ્યપણું કહ્યુંએ નામે પાંચમું પ્રકરણ સમાપ્ત. read more
0 Views : 311

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧

શ્રીપૂર્ણપુરુષોત્તમ ભગવાનનાંઐશ્વર્ય તથા સામર્થ્યનું મુખ્યપણું માણાવદરમાં મયારામ ભટ્ટને ઘેર રામાનંદસ્વામીને પઠાણે પૂછ્યું જે,‘તમને આ લોક સર્વે અલ્લા કહે છે તે તમે અલ્લાછો ?’ ત્યારે રામાનંદસ્વામી તે પઠાણ પ્રત્યે બોલ્યા જે,‘એમતો ફકીર છઈએ પણ અલ્લાની આજ્ઞાએ કરી અલ્લાની ગાદીએબેઠા છઈએ. ’ એમ રામાનદં સ્વામીએ કહ્યું. ત્યારે મહારાજે પોતાનીદષ્ટિમાત્રે કરીને તે પઠાણને સમાધિ કરાવી, ને તે સમાધિનેવિષે પોતાની સ્તુતિ કરતાં જે સર્વે પેગંબર તથા રામાનંદસ્વામીતથા સર્વે અવતાર એ સર્વેના દર્શન અક્ષરધામને વિષે કરાવ્યાં,અને તે સર્વેને પોતાની મૂર્તિને વિષે લીન કરી દેખાડ્યા.પછી શ્રીજીમહારાજે પોતાની દષ્ટિમાત્રે કરીને તે પઠાણનેજગાડ્યો. પછી તે પઠાણ રામાનંદસ્વામી પ્રત્યે બોલ્યો જે,”તમારા હિંદુમાં એવો અન્યાય કેમ છે ? જે, મોટા છે તે હેઠાબેઠા છે ને છોટા છે તે ઊંચા બેઠા છે ?” ત્યારે રામાનંદસ્વામીએકહ્યું જે,”અમારે હિંદુમાં એવો ધારો છે જે, રામચંદ્રજી હેઠા બેસતાને રામચંદ્રજીની આજ્ઞાએ કરીને વસિષ્ઠ ઊંચા બેસતા. તેમ એમપણ આ નીલકંઠ બ્રહ્મચારીની આજ્ઞાએ કરીને ઊંચા બેઠા છઈએપણ મોટા તો એ છે.” એવી રીતે રામાનંદ સ્વામીએ મર્મે કરીનેઉત્તર કર્યો. ।।૧।। read more
0 Views : 295

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ર

જેતપુરમાં ઉનડરાજાને ઘેર રામાનંદસ્વામીએ પોતાનાધર્મધૂરંધરપણાની શ્રીસહજાનંદસ્વામીને સોંપણી કરી, ત્યારેકોઇને સંશય થયો જે,‘મોટા મોટા સાધુ છે તેને કેમ સોંપણીન કરી ?’ ત્યારે રામાનંદસ્વામીએ કહ્યું જે,‘આ નીલકંઠ બ્રહ્મચારીતો મોટા મોટા રામ, કૃષ્ણ, વાસુદેવ ને અક્ષરાદિક એ સર્વેનેપ્રાર્થના કરવા યોગ્ય ને પૂજવા યોગ્ય છે, ને એમ પણ એનામૂકયાં આવ્યાં છીએ, ને એ તો અનેક જીવનાં કલ્યાણ કરતાંકરતાં અહીં આવે છે.આ તો સર્વોપરી રામકૃષ્ણાદિક અવતારના અવતારી તેહરિપ્રસાદ નામે વિપ્રને ઘેર પ્રગટ થયા છે. માટે એ તો સર્વેનેમાનવા યોગ્ય, ભજવા યોગ્ય, ને પામવા યોગ્ય છે. પૃથ્વીનેવિષે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ ચિત્રવિચિત્ર અનંત પ્રકારનાછે; તેમ સર્વ અવતાર થકી, સર્વ વિભૂતિ થકી, સર્વશકિત થકી,અક્ષરના મુકત થકી ને અક્ષરધામ એ સર્વ થકી અતિ સર્વોપરી,અક્ષરાતીત, સર્વસુખમય, આનંદમય, સર્વજ્ઞ, સર્વત્રપૂર્ણ,દિવ્યમૂર્તિ, સર્વોત્તમ કારણ, સર્વકર્મફળપ્રદાતા, સર્વાધાર, સર્વશિક્ષક , સર્વવ્યાપક, સર્વોપાસ્યમૂર્તિ, સર્વચિંતનીય, સર્વરસમય,સર્વઇચ્છામય, પરિપૂર્ણમૂર્તિ, નિર્દોષમૂર્તિ, અખંડમૂર્તિ, સર્વભજનીય,સર્વઐશ્વર્યભાજન , સર્વશકિતભાજન, સર્વવિભૂતિભાજન,સર્વસુંદરતાભાજન, સર્વલાવણ્યભાજન, સર્વકરુણાભાજન,અનંત કલ્યાણકારી દિવ્યગુણભાજન, તરેહ તરેહનાચિત્રવિચિત્ર મહા-આશ્ચર્યકારી, અનવધિકાતિશય , અજહ ત્સ્વરૂપસ્વભાવ-ગુણ તેના મહોદધિ , એવા શ્રીસહજાનંદસ્વામી પુરુષોત્તમસર્વોપાસ્ય, રાજાધિરાજ છે અને સર્વ અવતારના અવતારી છે.માટે, નીલકંઠ બ્રહ્મચારીનાં જે ગુણ છે તેને કહેવા-જાણવાને અર્થેતો અક્ષર પર્યંત કોઇ સમર્થ નથી; તો હું પણ કહેવા-જાણવાનેઅર્થે કયાંથી સમર્થ થાઉં ? તે માટે આ તો અગણિત જીવનાંકલ્યાણ કરવાને અર્થે અક્ષરધામમાંથી આંહીં પધાર્યા છે.તે માટે એમ તો એમની આજ્ઞાએ કરીને જીવનાં કલ્યાણકરતા પણ હવે તો સાક્ષાત્ પોતે પુરુષોત્તમ […] read more
0 Views : 274

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩

અને ગામ ફરેણીમાં મંદિરની જગ્યા છે ત્યાં હાલ બેઠકછે, ત્યાં રામાનંદસ્વામી દેહત્યાગ કરીને ધામમાં ગયાં. ત્યારપછી શ્રીસહજાનંદસ્વામી જે તે પોતાના ગુરુની દેહક્રિયા કરીનેતેની ધર્મધૂરપણાને ઉપાડી લેતા હવા. ને તે સ્વામીના જે આશ્રિતતેમની સત્શાસ્ત્રના ઉપદેશે કરીને સંભાવના કરતા હવા ને તેમનેપોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિષે તેમનાં ચિત્તનેતાણી લેતા હવા, ને કેટલાક મનુષ્યને સમાધિ કરાવતા હવા.પછી લોજમાં તે પ્રતાપને જોઇને વ્યાપકાનંદસ્વામીને શ્રીજી-મહારાજના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય નહોતો થાતો. પછી તેવ્યાપકાનંદસ્વામીને પણ સમાધિ કરાવીને અક્ષરધામને વિષેઅનંતકોટિ મુકતે સહિત પોતાનું દર્શન કરાવ્યું, તોપણ નિશ્ચયન થયો; ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે,”આ સર્વે મુકતનીએકકાલાવચ્છિન્ન પૂજા કરો ને તમારે વિષે લીન કરો.”ત્યારે વ્યાપકાનદં સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ ! એમ કેમથાય ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”તમે એમ સંકલ્પ કરોજે, આ રામાનંદસ્વામી ભગવાન હોય, તો તેમના સામર્થ્યે કરીનેહું એટલાં રૂપે થાઉં.” ત્યારે તેમણે એમ સંકલ્પ કર્યો, તોપણઅનંતરૂપે ન થવાણું. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”ચોવીસઅવતારનાં નોખાં નોખાં નામ લઇને સંકલ્પ કરો જે, એપુરુષોત્તમ ભગવાન હોય, તો તેમનાં સામર્થ્યે કરીને હું અનંતરૂપેથાઉં.” ત્યારે તેમણે એમ કર્યું તોપણ અનંતરૂપે ન થવાણું.ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”અમારું નામ લઇને સંકલ્પકરો જે, સહજાનંદસ્વામી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમભગવાન હોય, તો હું અનંતરૂપે થાઉં.” પછી શ્રીજીમહારાજનુંનામ લીધું ત્યારે અનંતરૂપે થવાણું. ને સર્વ મુકતની એકકાલાવચ્છિન્નપૂજા કરીને, સર્વ મુકતને પોતાને વિષે લીન કર્યા.ત્યારે એવા પ્રતાપને જોઇને વ્યાપકાનંદસ્વામીને શ્રીજીમહારાજનેવિષે સર્વ અવતારના અવતારી […] read more
0 Views : 266

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૪

શ્રીજીમહારાજને લોજમાં સમાધિવાળા મૂળજી ભકતે કહ્યુંજે, ‘પુરુષોત્તમના બીજા અનતં અવતાર થયા ને બીજા થાશે ને બીજાધામમાં જે સર્વે મૂર્તિઓ છે તે સર્વેનું મને દયા કરીને દશર્ન કરાવો.’ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે,‘બીજા સર્વે અવતાર તેમનાનામ લઇને સંકલ્પ કરો, જે એ જો સર્વેના કારણ હોય તો તેમનેપ્રતાપે કરીને મારે એ સર્વેનું દર્શન થાઓ.’ ત્યારે તે ભકતે બીજાસર્વે અવતારનું નામ લઇને સંકલ્પ કર્યો, પણ તે સર્વેના દર્શનથયા નહીં.ત્યારે શ્રીજીમહારાજ બોલ્યાં જે,”તે સર્વેના કારણ પ્રગટપ્રમાણ પુરુષોત્તમ આ શ્રીજીમહારાજ હોય, તો તે સર્વેનું દર્શનમને થાઓ.” પછી એમ સંકલ્પ કર્યો કે તત્કાળ એ સર્વે રૂપનાંદર્શન થયાં, ને તે સર્વે અવતાર તે શ્રીજીમહારાજની સ્તુતિ કરતાથકા શ્રીજીમહારાજની મૂર્તિને વિષે લીન થયા. એવી રીતે પોતાનોસર્વોપરી પ્રતાપ દેખાડીને પોતાના પુરુષોત્તમપણાનો દઢ નિશ્ચયમૂળજી ભકતને કરાવ્યો. ।।૪।। read more
0 Views : 265
Powered By Indic IME