Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૩

જુઓને ! વિષય તો એવા બળિયા છે, તે લોયાના ૧૭માંવચનામૃતમાં કહ્યું જે, ‘વિષય ખંડન કરે તો મુકતાનંદસ્વામી સરખાનું પણ શસ્ત્રે કરીને માથું મુકાવી દે.’ એવી વાત છે.તે માટે ભલા થઇને સ્તુતિ તો રહી, પણ જો નિંદા ન થાય,તો જાણે સ્તુતિ જ છે; તે ઉપર સ્તુતિ-નિંદાનું વચનામૃત વંચાવીને કહ્યું કે આમ છે, માટે રોટલા ખાઇને પ્રભુ ભજી લેવા, એમાં માલ છે -અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સુરનર મુનિ મહીં નહિ સુખ લેશા. ।।૨૪૩।। read more
0 Views : 136

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૪

મોટા સાધુ હોય તેની આ દેહે કરીને સેવા કરવી, ને ચકચૂર કરી દે તો રાજી થઇ જાય. તે ચકચૂર કરે તે પણ ‘મરતી મરતી કાન હલાવે’ એમ નહિ. ।।૨૪૪।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪પ

છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવ્યું તેમાં ‘સત્સંગે કરીને વશ થાઉં છું’ એ વાત આવી, એટલે બોલ્યા જે, ‘સત્સંગતે કિયો ? જે એકાંતિક સાધુમાં હેત. તે સાધુ કેવા ? તો ઉદ્ધવજેવા, પ્રહ્લાદ જેવા. એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા બરોબર ફળ થાય ને દૂવે તો ભગવાનને દૂવ્યા જેટલું પાપ લાગે.’ એમ મર્મમાં વાત કરી. ।।૨૪૫।। read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૬

સંવત્ ૧૯૨૨ના પ્રથમ જેષ્ઠ વદી છઠ્ઠને દિવસ સ્વામી વરતાલથી પધાર્યા તે પછી વાત કરી જે, સાધુ જેવો કયાંય માલ નથી. તે મહારાજે પણ ‘હરિગીતા’માં માતાને સાધુ બતાવ્યા. ને સમ પણ સાધુના ખાય છે ને ‘શિક્ષાપત્રી’માં પણ સાધુ બતાવ્યા તે ગેરુએ લૂગડાં રંગ્યા એમ સાધુ નહિ ! એમ તો રામપરામાં બધાં માણસના રાતાં લૂગડાં છે, તેણે શું થયું ? એતો જયારે ચોસઠ લક્ષણ કહ્યાં છે એવો થાય, ત્યારે સાધુ કહેવાય.એવા તો આ આપણને મળ્યા છે. ।।૨૪૬।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૭

એમ તો સૌને લખ્યું છે કે બાર મહિને એક મહિનો સાધુનો જોગ કરવો, તે વિના કસર નહિ મટે. ને ભાઇ ! રૂપિયા તો મળશે, પણ આ વાતો કયાં મળશે ? તે માટે વાતો સાંભળી લેવી. કોઇક કહેશે ‘ખરચીને વારંવાર વાવરીએ’ તો પણ શું ?એક રાળ ખરચે તો ચાર હજાર દઇએ, પણ આ જ્ઞાન સાંભળ્યા વિના કસર ન મટે, પણ કોઇ રહે નહિ. અરે ભાઇ ! કોઇ રહેતા હો, ને તમારે રળ્યામાં ખોટ આવતી હોય, તો એક મહિનો તો ધર્મવેરામાંથી કાપી લેજો. અરે, જો રહો તો એમ આંહીંથી દશ રૂપિયાનો મહિનો દઇએ, હવે ઠીક; કેટલાક રહેશો ? સુધા તો ચારસે જણ રહેશો તો પણ રૂપિયા તો ખૂટનારા નથી, પણ જ્ઞાન કેટલું થાશે. અરે, તમને જણાતું નથી પણ સોનાની મેડી હોય તો બાળીને આ વાતું સાંભળીએ. પછી આ વાતો દુર્લભ છે. ને દશોંદ-વિશોંદ તો મહારાજે પણ કહી છે . ને ન માનોતો એમ કહી છૂટીએ છઈએ. લાખ રૂપિયા ખરચે તેથી મનેતો આ મંદિરના રોટલા ખાઇને વાતું સાંભળે એ અધિક જણાયછે. આ વાતો કયાંથી મળે ? જે મરીને પામવા હતા, તે તો જીવતે જ સાધુ ને ભગવાન મળ્યા છે. ।।૨૪૭।। read more
0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૮

એમ નાના હતા ત્યારે છેંતાળીસની સાલમાં હિમ બહુ પડ્યું; તે ગોળામાં પાણી લેવા જાય ત્યાં માંહી પાણી ઠરી ગયેલ, એવું પડેલ. તે માણસ વાત કહેતા જે, ‘ચીર બાળીને તાપીને દેહ રાખ્યો.’ તેમ સોનાનાં ખોરડા બાળીને આ વાતો સાંભળવી. ।।૨૪૮।। read more
0 Views : 122

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૯

જુઓને ! શાસ્ત્રમાં પણ કહ્યું છે અંબરીષ, નહુષ, ભરતજીને ચિત્રકેતુ એમણે ભગવાનને ભજવા સારુ ચક્રવર્તી રાજય ને સૌનો ત્યાગ કર્યો. ખપવાળાની વાત એમ છે બાજરો મળે તો તો પ્રભુ ભજવા ને ધીરે ધીરે વ્યવહાર છે તે ગૌણ કરી દેવો, ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વ્યવહાર પ્રધાન થઇ ગયો છે, તે પ્રભુ શું સાંભરે ? ।।૨૪૯।। read more
0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૦

છેલ્લા પ્રકરણના ત્રીસના વચનામતૃ માં કહ્યુંછે જે,‘આ ક્ષણમાંને આ પળમાં મરી જવાશે, એમ અમારે નિરંતર અનુસંધાન રહે છે.’ એ વંચાવીને સ્વામી કહે જે, ‘એને શું કરવું છે? એ તો પોતાનું મિષ લઇને આપણને શીખવે છે, પણ કેટલાક તો જાણે છે જે, ભાઇ ! એ તો વાત મહારાજની.’ પછી એક જણે કહ્યું જે, ‘મહારાજને શું કરવું છે ? એટલું લઇએ તો લેવાય જે, સર્વના અંતરમાં રહીને જોઉં છું.’ તે પણ સ્વામી કહે,‘મોટા સાધુ પણ અંતરનું જાણે છે, તે કેટલાકને કહી પણ દીધું છે;ને વળી કહે છે. પણ વિશ્વાસ હોય તેને આ બધી વાતો મનાય.ને બીજા તો કહેશે,‘માન વધારવા સારુ કહે છે.’ ।।૨૫૦।। read more
0 Views : 110
Powered By Indic IME