Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૯

અને ભગવાન, સાધુ, શ્રદ્ધા ને સત્શાસ્ત્ર એ ચાર વાનાં હોય તો પ્રભુ ભજાય; એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે. ।।૨૫૯।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૦

અને આપણામાંય ખોટ્યું કેટલીક હોય, તે જો કહેવા માંડીએ તો ખબર પડે. સૂઝે તેમ આમ તેમ કરીએ પણ અંતે એમ કરાવવું છે, તે વાતોમાં કહેતા જાઇએ છઈએ. અને અમારે એક બળદિયો છે, તેને હમણાં તો સૌ ખવરાવીએ છઈએ પણ ગાડું એના કાંધ ઉપર મૂકવું છે. અંતે સૂઝે તેમ ફોસલાવી કરાવીને પણ માંખીમાંથી સૂર્ય કરવો છે. ।।૨૬૦।। read more
0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૧

એકવાર મહારાજે આનંદસ્વામીને પૂછ્યું જે, ‘તમને કોઇક ક્રિયામાં પ્રેરીએ તો કેમ થાય ?’ ત્યારે કહે જે, ‘તમે કહો તે પ્રમાણે કરું.’ પછી મુક્તાનદં સ્વામીને પૂછ્યું કે, ‘તમે કેમ કરો ? ’ત્યારે તે કહે જે, ‘હું તો એક હાથ વૃત્તિ બહાર કાઢું ને હાથ પાછી વાળું ત્યારે સુખ થાય.’ ને પછી સ્વરૂપાનંદસ્વામીને પૂછ્યું કે,‘તમારે કેમ ?’ તો તે કહે જે, ‘હું તો જે જે ક્રિયા કરું તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય.’ ત્યારે મહારાજ કહે, ‘એ તો અમને સમજાતું નથી.’ ત્યારે તે કહે જે, ‘જેમ તીરમાં લીંબુ પ્રોયું હોય ને તે તીર જયાં માંડે ત્યાં લીંબુ દેખાયછે, પણ નિશાન ન દેખાય, એમ તમારી મૂર્તિ દેખાય છે.’ત્યારે જુઓ ! એ પણ સ્થિતિ, માટે મૂર્તિ દેખાય તેવી સ્થિતિ કરવી, તે “નિજાત્માનં બ્રહ્મરુપમ્” એ શ્લોક પ્રમાણે કરવી. ।।૨૬૧।। read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬ર

અને ભાદરવા સુદિ સાતમને દિવસે વાત કરી જે,‘મહારાજ તો બળબળતા ડામવાળા પ્રથમના ૪૪માં વચનામૃતમાંને બીજે બધે સાધુ જ બતાવે છે.’ ।।૨૬૨।। read more
0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૩

અને એક સાધુને તો પંડે સ્વપ્નમાં ઠોંટ મારીને કહ્યું જે,‘તું જૂનેગઢ જા’ આ સાધુના તો દર્શન કર્યે પંચમહાપાપ બળે એવા છે, પછી તે નહિ મળે ને પછી કરોડ રૂપિયા ખરચશો તો પણ નહિ મળે. માટે જો બાજરો મળે તો તે જોગ કરી લેવાનો લાગ આવ્યો છે. પછી પસ્તાવો થાશે; માટે ચોખ્ખુ કહીએ છઈએ. ।।૨૬૩।। read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૪

ગૃહસ્થ માણસ બીજું ઘરકરે તે પણ ખુવાર થાય છે.।।૨૬૪।। read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬પ

એમ કોઇ દિવસ દશોંદ-વિશોંદ કાઢવાની વાત સહુ કહે છે જે કરો, તોપણ નથી કરી. પણ આજ કહું છું જે, દશોંદ-વિશોંદ કાઢશે તેને ખાવા મળશે ને નહિ કાઢે તે દુબળાં રહેશે. એમ કહીને દાજીભાઇને કહ્યું જે, હવે મોટા થયા તે ધર્મ વેરો કાઢવા માંડો. ।।૨૬૫।। read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૬

સંવત્ ૧૯૨૩ના અષાઢ સુદમાં વાત કરી જે, ‘નિષ્કામી વર્તમાનમાં ઘસારો લાગે તે વાત મહારાજને ન ગમે, કાં જે એજ દઢ કરાવવા સારુ પોતાનો અવતાર છે, તે પોતે પરણ્યા નહિને ત્યાગીના ધર્મ પાળ્યા, માટે મોટેરા જે રીતે ચાલે તે વાંસે બધાં માણસ ચાલે. તે ગીતામાં કહ્યું છે જે,।। યદ્યદાચરતિશ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ।। માટે ખબરદાર થઇને શુદ્ધ વર્તવું. ને નિષ્કામી વર્તમાનમાં જેને કસર રહેશે, તેનાંથી ભગવાનના ધામમાં નહિ જવાય, ને નહિ રહેવાય. ને મહારાજનો કુરાજીપો બહુ થા શે.તે ઉપર દષ્ટાંત જે, ‘એક પાદશાહનું લશ્કર લાખો માણસનું. તે લડવા ગયું ત્યારે જે ભાગેડું હતા તેણે તો એમ વિચાર કર્યો જે, આટલા માણસમાં પાદશાહ કેને ઓળખે છે ? ને કયાં જાણે છે ? એમ કહીને પાછળ રહ્યાં. ને શત્રુ સામા લડ્યાં નહિ ને કેટલાક હતા તે આગળ થઇને શત્રુને હઠાવી ને જીત્યા.’ પછી પાદશાહે વજીરને પૂછ્યું કે, ‘આમાં હવે પરીક્ષા લેવી જે, કોણે જીત કરી ?’ ત્યારે કહેઃ ‘ઠીક, ભરો કચેરી.’પછી કહેઃ ‘પોશાક આપવો છે, તે સૌ આવજો.’ એમ કહીને તેડાવ્યા. ને કહે જે, ‘એનું તો એમ પારખું થાશે જે આ લડ્યો છે ને આ નથી લડ્યો; તે જે લડ્યો હશે એ પાધરો આગળ થઇને કચેરીમાં સન્મુખ થાશે ને ઓલ્યો પાધરો પાદશાહની સામું જ નહિ જોઇ શકે ને નીચું ઘાલશે.’ તેમ જો આપણે પાંચઇન્દ્રિયો રૂપ શત્રુ […] read more
0 Views : 143
Powered By Indic IME