Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨ર૭

પાંચાળ દેશમાં એક ગામ છે, તેમાં એક ચારણ હતો; તે માનને લીધે તેલનો ડગલો પહેરી હોકો પીતે પીતે ઊભો ઊભો બળી મૂઓ. તે સહુ કહેઃ ‘પગે ડામણી દિયો ભાગી જાય નહિ’ એટલે કહેઃ ‘અરે ભાગે શું ?’ હાઉં ! એમ ને એમ બળી મૂઓ. કહો, હવે એમાં થોડું દુઃખ થયું હશે ? એવું જેને દેખાય તેને તો વિષયમાં દુઃખ છે; તે જો વિષય આજ મૂકીએ તો મુકાય એમ છે ને મહીને, બે મહિને ને વર્ષે સો વર્ષેને સો જન્મે પણ જે દિવસ મૂકીએ તે દિવસ મુકાય એમ છે,ને મૂકયા વિના અંતે છૂટકો નથી; માટે કલમ મૂકી છે જે, ‘વિષયાન્વિષવત્ ત્યજ’ તે માટે ખબરદાર થઇ જાવું. ।।૨૨૭।। read more
0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨ર૮

પોષ વદિ એકેમ વાત કરી જે, ‘આંહીં તો સંત ભેગા સહજાનંદસ્વામી પોતે વિરાજે છે, પણ કોઇને ખપ નથી.’સદ્ગુરુ શબ્દાતીત પરમ પ્રકાશ હે,જા કે શરણ જાય, અવિદ્યા નાશ હે, દેહ ગેહ મન દામ, ઇસિકું દીજિયે, હરહાં શ્રીરંગ સબ મત સબ જગ, જોય સોય ગુરુ કીજિયે. એ આદિક સાખીઓ બોલીને કહ્યું જે, એવા સદ્ગુરુને સેવે ત્યારે જીવ ચોખ્ખો થાય. તે મળ્યા તો છે પણ જીવ કોઇ સોંપતું નથી ને જીવ સોંપ્યા વિના પણ એકાંતિક ભાવને કયાંથી પમાય ? જીવ સોંપ્યો છે તેટલું થયું છે ને નથી સોંપ્યું તેટલું નથી થયું. ને જયારે સોંપાશે ત્યારે થાશે ને જેણે જેટલો જીવ સોંપ્યો છે તેટલો જણાય છે જે, આટલો આણે સોંપ્યો છે ને આટલો આણે નથી સોંપ્યો. ।।૨૨૮।। read more
0 Views : 132

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨ર૯

એક જણાના મનમાં જે ધાર્યું હતું તે મેં જોઇને કહ્યું. ત્યારે સૌએ કહ્યું જે, ‘તમે તો અંતરજામી છો’ તેનું નામ લીધું જે, ઘનશ્યામદાસજી. તેમ સૌનાં અંતરનું જણાય છે, એમ મર્મે બોલ્યા. ।।૨૨૯।। read more
0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૩૦

આ વાત સારુ તો પછી રોશો. ઓહો ! આવા કયાંથી મળે ? વિષયમાં જોડે એવા તો મળે, પણ તોડે એવા કયાંથી મળે ? ને હું માં સહુ ને હેત થાય છે. તે શેણે ? તો કહે, હુંતો જે જેમ કહે તેમ કરું. આ કહે આમ, તો હું કહું હા એમ, આ કહે આમ, તો હા એ એમ. કોઇનું મરડું જ નહિ ત્યારે હેત રહે છે, પણ જીવનું ધાર્યું ફેરવે ને હેત રહે ત્યારે ઠીકને બીજું તો મરડું નહિ, પણ હા ! એક ધર્મની કોરનું મરડું, એમાં તો શુદ્ધ વર્તાવું. એક હરિભકતનું નામ લઇને કહ્યું જે, એ બહુ સારો હતો, પણ બેક કુસંગનો પાસ લાગી ગયો હતો, તે મેં આંહીં લાવી, રાખી ને બ્રહ્મરૂપ કરીને ધામમાં મોકલી દીધો. ।।૨૩૦।। read more
0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૩૧

ઓહો ! એમ નાના હતા ત્યારે કૂવામાં મોટા પાણા નાખતા હતા, પછી ઓલી નીલ જે હોય તે ખસીને ચોખ્ખું પાણી થઇ જાય પણ પાછી નીલ ભેળી થઇ જાય. એમ આ વાતું કરીએ છઈએ ત્યારે માયારૂપી નીલ ખસી જાય છે. ને જીવ ક્રિયા કરવામાં ઊઠે કે તરત પાછો નીલની પેઠે ભળી જવાય એવો જીવનો સ્વભાવ છે. ।।૨૩૧।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૩ર

અને જેવા ભગવાન અક્ષરધામમાં છે તેવા જ આંહીં આવીને બેઠા હોય ને પછી તે મનુષ્યચરિત્ર કરે ત્યારે ભાવ ફરી જાય,પણ તે ભાવ ફરવા દેવો નહિ. જુઓને, સુંદરજી સુતારની દીકરી મોટી થઇ, એટલે એના ભાઇને કહે જે, ‘આને મહારાજને પરણાવશું ?’ ત્યારે કહેઃ ‘અરે ! બોલ મા, બોલ મા.’ ત્યારે ઓલ્યો કહેઃ કાં, સુતારથી તો આ ભગવાન છે ને ? જો એમ ભકતમાં ભેદ છે. નીકર તો ભગવાન બેઉ જાણતા હતા. અરે ! આપણે પણ જો કોઇકની બેન, દીકરીને ભગવાન લઇ જાય, તો નિશ્ચય ન રહે. એવી હજારો વાતો છે કેટલીક કહીએ ? એવે સમે ધીરજ રહે ને જાણે ‘અહો બહુ લીલા કરી !’ તે ખરો. એ તો બ્રહ્માને પણ મોહ થઇ ગયો કે, ‘નો’ય નો’ય પરબ્રહ્મ, ગોવાળિયો’ એમ કહ્યું ને શ્રીકૃષ્ણ અવતર્યા ટાણે સ્તુતિ પણ પોતે જ કરી ગયા હતા; પણ ચરિત્ર જોઇને એવું ન રહ્યું.।।૨૩૨।। read more
0 Views : 156

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૩૩

વળી બીજી વાત જુઓ. ઓલ્યો કજિયો થયો ત્યારે મહારાજ ડોશીના લૂગડાં પહેરીને દરબારમાંથી ભાગ્યા ને બીજે ઠેકાણે કહ્યું જે, ‘મને ભારામાં બાંધીને કાઢો’ એમ કહ્યું ત્યારે શું થયું ? શ્રીકૃષ્ણ જરાસંઘ આગળ ભાગ્યા હતા ને ? એ તો શૂરતા-કાયરતા, હારવું-જીતવું, પારકું-પોતાનું, ભૂખ-તરસ, પક્ષપાત એવા ચરિત્ર એને વિષે રહ્યાં છે. ।।૨૩૩।। read more
0 Views : 162

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૩૪

અને વડોદરામાં દીવાનજી હાર્યે એટલું વેર ને તેના મનમાં એમ જે, જો કાંઇક સ્વામિનારાયણ વાંકમાં આવે તો એને લાજહીણ કરીએ. તે સારુ તો ત્યાં આવ્યા હતા; પછી સભા થઇ ત્યારે બોલ્યા જે, ‘તમે તો કાઠીનું ખાઓ છો, માટે વટલ્યા તે ઠીક નહિ.’ પછી મહારાજ કહેઃ ‘એમ એ નથી કર્યું. નીકર પણ એમ તો યજ્ઞાદિકે કરીને પણ શુદ્ધ થાશું, પણ તું તો બ્રહ્મ બીજ જ નથી તો શું યજ્ઞાદિકે કરીને પણ બ્રાહ્મણ થવાશે ?’ એમ ‘શિયાજી મહારાજ’ પગ દાબે ને ના કહે, તો પણ કહ્યું. ।।૨૩૪।। read more
0 Views : 96
Powered By Indic IME