Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯પ

ઓહો ! માણસ બધાં આ થાંભલાના દર્શન કરે છે; પણ કોઇ સાધુનાં નથી કરતાં ને કોટિ વાતની એક વાત છેઃ જે દિવસે ભગવાન અને આવા સાધુને નમશે તે દિવસે જ છૂટકો થવાનો.જે દિવસે અખંડ ભજન કરશે ને જે દિવસે દોષ મૂકશે તે દિવસે જ ભગવાનના ધામમાં રહેવાશે. કરોડ વાતની એ જ એક વાતછે. ।।૧૯૫।। read more
0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૬

મન નવરું રહેતું નથી. લાખ ઘાટ કરે છે, પણ ઝાઝા રૂપિયા હોય તો કેટલું સુખ આવે ? ।।૧૯૬।। read more
0 Views : 122

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૭

અને આ ચાલ્યા, આ દેહમાં કાંઇ રહેવાશે ? આ દેહમાંતો નરક ભર્યું છે. જેને સારું ખવરાવો છો ને જો સંબંધીને આપો તો સારું બોલે, બહેનને પણ જો હમણા એક રૂપિયો ન આપ્યો હોય, તો હેતની ખબર પડે; આ બધુ સ્વારથિયું છે. એ આદિક ઘણીક વાતો કહી. ।।૧૯૭।। read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૮

અને વળી કહ્યું જે, જો તમે આવ્યા તો દર્શન થયાં. કરોડ જન્મ તપ કરીએ તોપણ આટલી વાતોના જેટલો સમાસ ન થાય, જો વિચાર હોય તો. માટે ભગવાન કે ભગવાનના જન પાસે ગયા વિના છૂટકો થાય નહિ ને જ્ઞાન પણ આવે નહિ. ને સો વર્ષ ભગવાન ભેળા રહીએ તોપણ સાધુ પાસે રહ્યા વિના સમજણ ન આવે. ને કોઇક મહારાજ પાસે આવીને થોડુંક બેસે ત્યાં મહારાજ કહેશે જે,‘મુકતાનંદસ્વામી પાસે જાઓ.’ એમ મોકલતા. પછી સ્વામી વાતો કરતા. તે માટે મોટા સાધુ સેવવા.પછી ભગવાનની પેઠે સેવવા યોગ્ય સાધુનાં લક્ષણ છેલ્લા પ્રકરણના છવ્વીસના વચનામૃતમાં છે તે વાંચો, એમ આજ્ઞા કરીને વંચાવ્યું. ।।૧૯૮।। read more
0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૯

સંવત્ ૧૯૨૧ના પોષ સુદિ પૂનમે પ્રાતઃકાળમાં નવી ધર્મશાળામાં નિવાસ કર્યો. તે દિવસે વાત કરી જે, મહારુદ્રમાં પાટીદારને ભંગ કરવાનું હતું, તે મહારાજે આગળથી એક હાર સાધુની, એક હાર પાળાની, એક હાર હરિભકતની ને એક હારકાઠીની, એમ કોટની પેઠે કરીને પેસવા ન દીધા. તેમાં કહેવાનું શું છે ? જે જેમ એ કાઠીઓએ કકડાટી કરીને પેસવા દીધા નહિ, એમ આપણે ભજનની કકડાટી કરીને બીજું કાંઇયે પેસવા દેવું નહિ. ને ભગવાનનું રટણ કરવું તે ભેળું સાધુનું પણ રટણ કરવું, ને એમને એમ કર્યા કરવું. ।।૧૯૯।। read more
0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૦

અને કેટલેક ઠેકાણે ધર્મ કરે છે તેમાં કરોડ મણ દાણા વાવરે છે, પણ એક અધશરે બરોબર ન આવે, ને એક અધશરે પણ એવું છે. જેમ ઋષિએ વનમાં સાથવા નીચાર પત્રાવળી પોતાને સારુ પુરી હતી, પણ જો  ઓલ્યા ઋષિ માગવા આવ્યા તેને દીધી તો તે ટાણે ચારે ખાઇ ગયા ને જ્યારે હાથ ધોયા ત્યારે તેમાં નોળિયો આળોટ્યો ત્યાં સોનાનો થઇ ગયો. ને પાંડવે યજ્ઞ કર્યો તેમાં ન થયો, કાં જે, એનું દ્રવ્ય એવું હતું.  શું જે? એ ધન તે મરુત રાજાનું લૂંટીને લાવ્યા હતા. ને ઓલ્યું થોડો જ સાથવો હતો; પણ મહેનત કરીને ભેળો કરેલ અને વળી શ્રદ્ધા સોતું દીધું, તેમ આગળ પાત્ર પણ એવું હતું; માટે પાત્ર જોઇ ને દાન કરવું. ।।૨૦૦।। read more
0 Views : 179

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૧

બીજા તો સુરાભકતના આપાનાં પુણ્ય જેવાં પુણ્ય કરે છે.તે આપો કાશીએ રૂપિયા પાંચસે વાણિયાના વ્યાજે કાઢીને ગયા, તે ધોળકામાં સારાં કેળાં ને કેરી આદિક સારું દીઠું એટલે ત્યાં રહ્યા. પછી બધું ખાઇને વર્ષ એક થયું, ત્યારે વાંસ લઇને કાવડ કરી ને વચ્ચે સાબરમતીથી પાણી ભરીને આવ્યા; ત્યાં તો સહુ સામા ગયા ને ગામમાં આવ્યા. પછી ઓલે વાણિયે ઉઘરાણી કરી, ત્યારે કહે જે, ‘દેશું.’ પછી ઝાઝા દિવસ ગયા એટલે અકળાઇને કહ્યું જે, ‘કાં તો રૂપિયા દિયો ને કાં તો ગંગાજીનું પુણ્ય દિયો.’પછી તો આપાના છોકરાં સહુ કહે જે, ‘ના પુણ્ય તો નહિ.’ ત્યારે આપો કહે, ‘દે રે દે, પુણ્ય તો દીધા જીમો (જેવો)છે.’ એમ કહીને કાનમાં ધોળકાનું કહ્યું, પછી પુણ્ય દીધું; ત્યાંતો મર વાણિયાનો છોકરો, પછી બાઇડી ને પછી પોતે; આજ પુણ્ય જગતમાં એવા થાય છે,એમ કહી હસ્યા ને પછી કહે, મહારાજ એવી વાતું કરાવતા. ।।૨૦૧।। read more
0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦ર

આપણે કાંઇએ કરવું નથી, કાં જે સત્સંગમાં માલ છે તેણે કરીને ઉઘાડી આંખ છે. તે જોશું ત્યાં તો આ સાધુ ને ભગવાનનાં દર્શન થાય છે, ને વિંચાશે ત્યારે પણ આ સાધુ ને ભગવાન દેખાશે. માટે ‘જીવતે લાખના ને મૂએ સવા લાખના .’ હવે કોઇ વાતે ફિકર નથી. ને ‘દાસના દુશ્મન હરિ કદી હોય નહિ, એજેમ કરશે તેમ ઠીક જ કરશે.’ ।।૨૦૨।। read more
0 Views : 105
Powered By Indic IME