Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૭૧

યોગીઓ કદાચ રોષ દ્દષ્ટિથી કામને બાળી નાખેછે, પણ પોતાને બાળતો એવો જે અસહ્ય ક્રોધ તેને બાળી શકતાં નથી. એવો ક્રોધ જેના અંતરમાં પ્રવેશ કરતાં પણ ભય પામતો હોય, તેવા સમર્થ સતપુરુષના મનને કામ તો સ્પર્શી જ કેમ શકે ? માંગરોળમાં મહારાજ મૂળચંદભાઇને ત્યાં જમવા ગયા,તે રસ્તામાં એક કબો વાણિયો વેપારમાં ખોટ ગઇ તેથી ઘેલો થઇ ગયેલ, તે હાટમાં બેઠો બેઠો ત્રાજવામાં ધૂળ ને છાણ ને પાણા ભરી ભરીને તોળે, પછી કહે જે,‘લીઓ સાકર, લીઓ એલચી’ એમ કહે. પછી મહારાજ કહે,‘આ કોણ છે ?’ એટલે હરિજને કહ્યું જે, ‘આ તો કબો ગાંડો છે.’ ત્યારે મહારાજ કહેઃ ‘હું તો જે જીવ ભગવાનને નથી ભજતા, એ બધાય કબા ગાંડાછે એમ જાણું છું.’ ।।૧૭૧।। read more
0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૭ર

ઓહો ! ભાદરવે મહિને કાંઇ મે ’ મોંઘા છે ! તે આમ આવા સંત છે ત્યાં સુધી છે, પણ ત્યાં તો કોઇ સમાગમ કરતું નથી. ને પછી ગૃહસ્થ ને ભેખધારી તે સર્વેને પશ્ચાતાપ થાશે,માટે સમજણવાળા ને વગર સમજણવાળા એ બેયને જે તે પ્રકારે ઉદ્યમ કરીને રોટલાનું કરતે કરતે આ સાધુ પાસે આવવું, ને એમ રોટલાનું કરવું ને વળી આવવું, એમ કરી લેવું. ને જીવ બીજું તો કરે જ છે, તે તેમાં શું ? કોટિ કલ્પ સુધી તપ કરે પણ આ જોગ ન મળે, તે જે ઉપવાસ કરતા હશે તેને તપની ખબર પડતી હશે, એમ કહીને ‘બ્રહ્મવિલાસ’નું (ગુરુનું) અંગ બોલાવ્યું ને કહ્યું જે, આ જોગ બહુ દુર્લભ છે; જીવને શું ખબરપડે ? એમ કહીને પોતાની ગોદડી દેખાડીને કહ્યું જે, આ ગોદડી ઓઢીને બેસી રહીએ, તે ચીંથરે વીંટ્યા રતન છે . ।।૧૭૨।। read more
0 Views : 158

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૭૩

સાધુને કોઇકે પૂછ્યું જે, ‘કેમ સ્વામિનારાયણ પ્રગટ્યાં ? તેનો શું અભિપ્રાય છે ?’ તે તો મહારાજે કહ્યું છે જે, જીવોને અજ્ઞાન છે, તેનો નાશ કરીને અક્ષરધામમાં લઇ જવા એ અભિપ્રાય છે. તે ઉપર દષ્ટાંત છે જે, એક ઊંદરિયું વર્ષ થયું, તે ઊંદર ખેતર ખાઈને બળિયા થયા પછી તેણે વિચાર કર્યો જે આપણા શત્રુ મીંદડાં છે તેને મારી નાખીએ; પછી તો થોડાક કહે, અમે પેટ ખાશું; થોડાક કહે, અમે પગ; થોડાક કહે, અમે પૂછડું પણ કોઇએ મોઢાનું ન કહ્યું.એમ છે, પણ કોઇ મોઢે ચડીને પૂછતું નથી. મૂવેલ કાંઉ મારશે, દાલદર દાવલ પીર; દાવલથી દેદા ભલા, જેણે પઢીને કીધા પીર. એ મૂવેલ શું પૂછે ? ।।૧૭૩।। read more
0 Views : 154

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૭૪

એક હરિભકત ખંભાતથી સમાગમ કરવા આવતા હતા, તેને વચમાં એક જણે વાર્યા. તે વાત સ્વામી આગળ આંહીં આવીને કહી. પછી સ્વામી કહે, તેને કહીએ નહીં જે, જૂનેગઢતો ‘કામીલ કાબીલ મુરશિદ , સબ હુન્નર તેરે હાથ વે’ એવા છે એમ કહેવું હતું ને ! સુંવાળા લૂગડાં રાખીને બેસે તે મોટામોટાને તો કહેવાશે નહિ, પટારામાં તો હશે ખરાં ! માટે સાવચેત રહેજો હવે તો પટારા, દેહ ને જીવ બધુંયે શોધવું છે, તે પાર કેમ આવે ?” ।।૧૭૪।। read more
0 Views : 132

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૭પ

એક જણે પૂછ્યું જે, સૌ કરતાં વા’લું શું હશે ? ત્યારે ઉત્તર કર્યો જે, અમને તો દેહ જણાય છે. તે મહારાજે પણ એક સાધુ આગળ કહ્યું કે, ‘જીવને કરોડો પાપના કોઠાર ભર્યા છે.’ એ વાત વિસ્તારે કરીને બોલ્યા જે, ‘તે માટે એ પણ પાપનાં છે; તે ભેળે દેહની એકતા આવી તેમાં જીવ જુદો રહ્યો, તેને બળિયો કરીને ઓની ભેળું રહેવું, પણ ભળવું નહિ; ને કોઇ પદાર્થ કે વિષય રાખવાં નહિ; પછી ત્યાં જઇને ભોં ખોતરવી પડે એ કરતાં અહીં જ છૂટકો કરીએ નહિ ?’ ।।૧૭૫।। read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૭૬

અનંત ક્રિયા થાય પણ ઇન્દ્રિયોને ને મનને રોકાય નહિ ને નેત્રે કરીને ગધેડું, કૂતરું, મીંદડું આદિ જુએ, એમાં શો માલ છે ? પણ રહેવાય નહિ. હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, સર્વ ક્રિયાને વિષે ભગવાન જ સંભારવા. ।।૧૭૬।। read more
0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૭૭

આ દેહને તો જેમ કોઇ પદાર્થ ઉપર તુળસી મૂકે છે ને કૃષ્ણાર્પણ થાય છે, એમ કરી મૂકવો. તે વિના મોક્ષ થાય નહિ, ને શાંતિ પણ થાય નહિ. એટલે એક જણે કહ્યું, ‘હા, શાંતિ થાતી નથી.’ ત્યારે સ્વામી કહે, ‘કયાંથી થાય ? શાંતિ તો આવા સાધુમાં છે; તેને સેવે ત્યારે આવે. જે ભગવાન છે તેણે પોતે આ સાધુને શાંતિ આપી છે. તે માટે આ સાધુનો તો સમાગમ જે કરે તેને શાંતિ આવે.’ ।।૧૭૭।। read more
0 Views : 130

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૭૮

અને માન, કામ, ક્રોધમાં જીવ ભરાઇ રહ્યો છે, તેણે શું ભગવાન ભજાય છે ? ને ગ્રામ્યવાર્તાનું કહ્યું જે, ગ્રામ્યવાર્તા ત્રણ જણ હતા તે કરતા, તેને મહારાજ કહે જે, ‘આને અમ પાસે આવવા દેશો મા, એ ગ્રામ્યવાર્તા કરે છે.’ માટે પ્રયોજન માત્ર વાત કરવી, પણ બીજી રાજાની ને શાહુકારની તે શા સારુ કરવી જોઇએ ? ભગવાન વિના વાત કરવી ને ભગવાનની સ્મૃતિ વિનાખાવું એ ધૂળ જેવું છે. માટે સાધુનો સમાગમ કરીને કામ, દેહાભિમાન ને ક્રોધ એ ટાળવા. ।।૧૭૮।। read more
0 Views : 118
Powered By Indic IME