Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧૧

એક ભકતે પૂછ્યું જે, ‘આત્મા કેમ દેખાતો નથી ?’ પછી સ્વામી કહેઃ ‘દેખાય તો છે, પણ મનાતો નથી. જ્ઞાન થાશે ત્યારે મનાશે. આ છે એ બ્રહ્મ ને ગયા એ પરબ્રહ્મ; એમ મર્મમાં વાત કરી. ।।૨૧૧।। read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧ર

અને આ દેહ છે તે શ્રવણરૂપી કુહાડે કરીને ઘસાઇ જાશે, માટે કથા, કીર્તનાદિક શ્રવણ કર્યા જ કરવાં. શ્રવણ સારુ તો પૃથુરાજાએ દશ હજાર કાન માગ્યા ! ને પ્રથમનું ચોપનમું વચનામૃત વંચાવીને બોલ્યા જે, ઓહો ! આ વચનામૃત તો દિવસ બધો જાણે સાંભળ્યા કરીએ તો પણ તૃપ્ત ન થઇએ. જુઓને માંહી મોક્ષનું દ્વાર જ બતાવી દીધું ને જ્ઞાન પણ બતાવી દીધું છે એમ કહીને ત્રણ વાર વંચાવ્યું ને કહ્યું જે, જેનાં કર્મ ફૂટ્યાં હોય તેને આ વાત ન સમજાય, તેને તો મૂળ મોટાપુરુષ એજ શત્રુ જેવા જણાય છે. એ વિપરીત જ્ઞાન કહેવાય. માટે હવે તો સાધુને જ વળગી જાવું; અને આવો સમો આવ્યો છે, તો પણ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહીને વાતો સાંભળે નહિ એવી જીવની અવળાઇ છે. આ ઘડી જો હજાર રૂપિયા ખરચવાનું કહે તો ખરચે પણ ઓલ્યું ન થાય; ને સ્ત્રી, છોકરો, હવેલી ને વેપાર એ બધાં તેમાં આડ્ય કરે, ને મહારાજ પાસે પણ એક જણે કહ્યું હતું જે, ‘રૂપિયા ખરચું પણ રહેવાય નહિ.’ એક હરજી ઠક્કર તેએને ગામથી આવીને ગઢડે ભગવાન સારુ મહારાજ ભેળા રહ્યા.આજ પણ આ સાધુ પાસે કોઇ રહેતું નથી. પછી એમ બોલ્યા જે, જા ઘેર હરિ કથા નહિ કીર્તન, સંત નહિ મીજમાના; તા ઘેર જમરા ડેરા દેવે, સાંજ પડ્યે સમસાના. એમ છે, પછી […] read more
0 Views : 134

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧૩

અને માવો ભકત કહેતા જે, ‘કાંઇ ખડખડે કે છોકરું હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય.’ એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જાવું એ જ ઉગર્યાનો ઉપાય છે. તે વિના ચારે કોરે કાળ ખાઇ જાય છે. ‘બ્રહ્માનંદ હરિચરન બિના, સબે ચવિના કાલકા’ એમ કહ્યું છે. ।।૨૧૩।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧૪

આ જીવ કોઇ દી પ્રભુ ભજવા નવરો થયો નથી. ને સર્વે ધૂળનું છે, પણ માંહી ચોંટી રહે છે, ને જયારે શબ્દ સંભળાય ત્યારે ઝડપ કાન દે, રસ આવે ત્યાં તરત દોડી પૂગે, રૂપ આવે તો ઝડપ જોઇ લે, સ્પર્શ આવે કે ઝડપ ત્વચા સ્પર્શ કરી લે,ગંધ આવે કે ઝડપ નાસિકા સૂંઘી લે, એમ પંચવિષયમાં ઝડપું નાખે છે. અને એ બધાય વિષય છે તો વિષ્ટાના,‘ઇન્દ્રાણી ચંદન લગાય અંગ’ એ સવૈયો બોલ્યા. એવા વિષય છે. માટે ‘નિજાત્માનં બ્રહ્મરુપં’ એવું થાવું. તે વિના છૂટકો નથી. વારંવાર માનવ દેહ નથી, જો આવી તો ચેત ધર થકી; જરાએ જાજરું થાશે અંગ, ને ઇન્દ્રિયો મૂકી દેશે સંગ; સમજવાનું હોય તે સમજી લે, પછી ફૂટે ઘડે પાણી ન રે’ ।।૨૧૪।। read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧પ

પુરુષોત્તમપણાનો કજિયો પણ ઘણા વર્ષથી ચાલ્યો છે; તે પુરુષોત્તમ કહેવામાં માણસને કેટલી શંકા ! ને બીજા પુરુષોત્તમના રુંવાડા જેવા પણ હોય નહિ, તેને પુરુષોત્તમ કહે છે; એમ સમજણ આવવી તો ઘણી દુર્લભ છે. તેમ સાધુ પણ ન ઓળખાય. ને આવી વાતો વિના મોક્ષ ન થાય ને આવી વાતો કરનારા પણ કયાં મળે ? આ તો ‘ઘરમાં દેવ ને પાદર તીર્થ’ એનું માહાત્મ્ય જણાય નહિ તમે આ લોકમાં પણ કહે છે. ।।૨૧૫।। read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧૬

અને કાલ રાતે મુદ્દાની વાત કીધી, તે ભગવાન મળ્યાએ મુદ્દો હાથ આવ્યો. આવા પુરુષોત્તમ મળ્યા પછી શું બાકી રહ્યું ? તેના મળેલા સાધુ પણ મળ્યા એ મુદ્દો હાથ આવ્યો છે; હવે ચિંતા નથી. મીલનો મોહામોહકો નીકો; આછો નીકો લાલ હમારો, ઓર સબે રસ ફીકો;ખાટી છાશ કહા રસ માણે ? સૂર ખવૈયો ઘીકો.તે જે આત્મદર્શી છે તે ખાટી છાશના ભોગી છે, ને જે મૂર્તિ છે તે ઘી છે. તે આપણે તો મૂર્તિ વડે જ રહેવું; ખાટી છાશમાં શો માલ છે ? ।।૨૧૬।। read more
0 Views : 151

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧૭

પંચ જ્ઞાનઇન્દ્રિયો વશ રાખી હોય, તો એની વાંસે ઓલી પાંચ છે. માટે ઝાઝો પંચવિષયનો જોગ જ થાવા દેવો નહિ ને જોગ થયે પાછું સમુ રહે તેવું નથી. માટે જેટલું અવશ્ય હોય તે કરવું, બાકી પડ્યું મૂકવું ને તેમાં દોષ જોવા એને જ્ઞાની કહ્યો છે. ને કેટલાક તો કાનમાં પૂંમડા ઘાલી મૂકે છે, તે સાંભળવું ઘટે તે ટાણે કાઢી લે ને જોવું ઘટે તે જુએ, પણ પાંચ હાથથી છેટે દષ્ટિ જાય નહિ, એમ જ સૂંઘે નહિ, તેમજ ત્વચાને એક ઓછું પાથરી દેવું પણ વધુ નહિ. તે વિના ન ચાલે તો એકલશૃંગીની પેઠે થાશે, માટે બીતા રહેવું ને પાપ મૂકવાં ને પ્રભુ ભજવા એ સિદ્ધાંત રાખવો. ।।૨૧૭।। read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧૮

અને છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવ્યું તેમાં વાત આવી જે, ‘તપ, ત્યાગ, યોગ અને યજ્ઞે જેવો વશ નથી થાતો, તેવો સત્સંગે કરીને થાઉં છું.’ એમ શ્રીકૃષ્ણે ઉદ્ધવ પ્રત્યે કહ્યુંછે. એ વાત આવી ત્યારે સ્વામી કહેઃ ‘આ વાત સાંભળો, હવે જેટલું છે તેટલું આટલી વાતમાં આવે છે. એ વંચાવીને કહ્યું કે તપ, ત્યાગ, યોગ, યજ્ઞે વશ નથી થતા તે સત્સંગે કરીને થાય છે. એ સત્સંગ આપણને મળ્યો છે પણ જણાતો નથી,સાધુ મળવા તો દુર્લભ છે ને આ સહુ સભા બેઠી છે તેમાં એ વાત તો જે જાણે તે જાણે છે, સહુને સમજાય નહિ. આવો જોગ મળ્યો છે ને પછી બીજાને વળગે છે, તે કાંઇ સમજતા નથી.તે રઘુવીરજી મહારાજ આદિ મોટા મોટા સાધુ કોવૈયાને પાદર બેઠા હતા તેને મૂકીને ત્રણસો માણસ દરિયો જોવા દોડ્યું. ત્યારે તો દરિયા જેવાયે રઘુવીરજી મહારાજ આદિ નહિ ને ? પણ જ્ઞાન કયાં ? આને મૂકીને બીજાને વળગે છે,તેમાં શું પાકશે? સાધુ મળે એમ કયાં છે ? તે કહ્યું છે જે – પથ્થરકી જાતિ હીરા ચિંતામણિ પારસહુ,મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારિયે, કામધેનુ કલ્પતરુ આદિ દે અનેક નિધિ,સકલ વિનાશવંત અંતર વિચારિયે; સબ હિ જહાનમેં હિ દૂસરો ઉપાય નાહિં,ચરનુંમે શિશ મેલી દીનતા ઉચ્ચારિયે, કહત હે બ્રહ્માનંદ કાય મન બાની કરી,કુને એસી ભેટ ગુરુરાજ આગે ધરિયે ? હે તો સો […] read more
0 Views : 132
Powered By Indic IME