Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૭૯

અને દેહને તો શું કરવું છે ? આમ ને આમ પરપોલા જેવું કરી રાખે છે, એવું ન રાખવું, ખાસડાં જેવું કરી નાખવું.આ જોને અમારા પગ વજ્ર જેવા છે. તે કાંટો વાગે જ નહિ ને ધગે પણ નહિ. ને એકવાર મહારાજ પાસે જાતા હતા, તે રસ્તામાં શૂળ હતી તે કરડ કરડ બોલતી ગઇ ને એમ ચાલ્યા ગયા. કાંઇયે થયું નહિ; માટે દેહ જો પરપોલા જેવો રાખ્યો હોય તો જરાક વા ન આવે તો જીવમાંથી આકળો થઇ જાય તે માટે એવો દેહ ન રાખવો. ।।૧૭૯।। read more
0 Views : 161

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૦

સંવત્ ૧૯૨૦ના ભાદરવા સુદિ બીજને દિવસે જૂની ધર્મશાળા ઉખેળીને વાત કરી જે, જે ક્રિયા કરવી તેમાં માન,ક્રોધ ને ઇર્ષા એ ત્રણ તો આવવા દેવાં જ નહિ. અને ક્રિયામાં તો માણસ જડાઇ જાય છે; તે મોરે એક સાધુ ઉપરથી બેલું નાખતાં હતા, ત્યાં તરત પાધરા બેલા સોતા જાતે પડ્યા. પછી ભગવાને રક્ષા કરી, એમ પણ ક્રિયામાં જડાઇ જવાય છે. માટે મોટું કામ તો ધીરે ધીરે કરવું; ને બીજું તો બધુંયે થાય, પણ જે આજ્ઞા ને વર્તમાન પાળે તે ઉપર મહારાજની નિરંતર દષ્ટિ રહે છે. તે આજ્ઞા ને નિયમ તે શું ? જે, ત્રણ ગ્રંથમાં બધું આવી ગયું. ।।૧૮૦।। read more
0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૧

વરતાલમાં મેડા ઉપર મહારાજે વાત કરી જે, સ્વામી !હજી નિશ્ચયમાં ફેર છે કે નથી થયો ? જો કોઇક સ્ત્રી ભેળી થઈ હોય તો ડગમગાટ થાય ? જેમ ગોરધનભાઇ તથા તેના પુત્ર તે ભેળા પ્રત્યક્ષ શ્રીજીમહારાજ સૂતા, તે ત્રણ થયા. બીજું ગોકળ ભાટિયાનું કહ્યું જે, નાત બહાર કાઢ્યા ને એની ડોશીને સર્વ ક્રિયામાં ભગવાન દેખાય ને બહાર જાય ત્યાં જે ક્રિયા કરે તે સર્વમાં મહારાજ દેખાય, પણ સત્સંગી નહોતી. ત્યારે એવી કોઇક ક્રિયા જોઇને નિશ્ચય રહે નહિ. સંશય થઇ જાય પણ લીલા ન જણાય, સત્સંગ કરે ને તેમાં જો આ સર્વ કહ્યાં એવાં ચોખા ન સમઝે તો કસર રહી જાય. ।।૧૮૧।। read more
0 Views : 170

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮ર

અને આ સાધુનું તો દર્શન કર્યે પંચમહાપાપ બળી જાય;પણ પૂરું માહાત્મ્ય કયાં જાણ્યામાં આવ્યું છે ? ।।૧૮૨।। read more
0 Views : 140

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૩

હે પરમહંસો ! સ્ત્રીરૂપી તરવારે કરીને કોણ હણાણો નથી ? ને હે પરમહંસો ! દુઃખ દેવાને અર્થે જોબન અવસ્થાતે ચડતું પગથિયું છે; તે માટે તપે, વ્રતે, યોગે ને છેલ્લી વાર આવા સાધુને સંગે કરીને આ જોબન અવસ્થા તરવી, ને ભગવાનમાં જીવ જોડવો. ।।૧૮૩।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૪

હે પરમહંસો ! શાંતિ તો એક નારાયણના ચરણારવિંદમાંજ છે. તે માટે સામું જોઇ રહેવું. જેમાં નિદ્રા આવવી જોઇએ તેમાં નથી આવતી. આ ટોડાં સારે છે તેમાં નથી આવતી ને જો માળા ફેરવવા બેસે તો બધાયને આવે, પણ ધીરે ધીરે ભગવાનને સંભારતા જાય ને ટોડાં લાવતા જાય તો એમ જ થાય; મરને એક ટોડું ઓછું આવે, પણ એવા સ્વભાવ પાડેલ નહિ. આવાં તો બ્રહ્માડંમાં એક લાખ-કરોડ કારખાના ચાલતાં હશે એમાં શું પાકયું ? આગ્રામાં અઢાર કરોડ રૂપિયાનું એક કબ્રસ્તાનછે, તેણે શું થયું? માટે ભગવાન ભજયામાં સુખછે. ।।૧૮૪।। read more
0 Views : 265

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮પ

આસો વદિ આઠમે વાત કરી જે, ભગવાન નથી ભજતાને બીજા ડોળમાં ભળે છે તેને લંબકર્ણ જેવા કહ્યા, ને ભજે છે તેનાં લક્ષણ કહ્યાં જે, ‘હું બલહારી એ વૈરાગ્યને’ એ બોલ્યાને પછી કહ્યું જે,‘કોઇને હિંમત આવતી હોય તો આ સમો ભગવાન ભજયાનો છે, તે કોઇને હિંમત આવતી હોય તો આ સમે ભગવાન પ્રગટ્યા છે, તે કોઇને હિંમત આવતી હોય તો તે ભેળા એવા સાધુ પણ આવ્યા છે, અને કરવાનું પણ એજ છે. આ તો જીવને ગરજ કયાં છે ?’ એમ કહીને હસ્યા, ‘જુઓને ! લોંઠાઇએ આ સાધુ માળા ફેરવાવે છે, લોંઠાઇએ નિયમ પળાવે છે, લોંઠાઇએ ભગવાન ભજાવે છે નીકર જીવનેતો ગરજ કયાં છે ? તેને તો કાંઇ કરવું જ નથી, તે કરે જનહિ.’ ।।૧૮૫।। read more
0 Views : 131

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૬

સંવત્ ૧૯૨૧ના કાર્તિક માસમાં વાત કરી જે, ‘જે ક્રિયા કરવી તેમાં ફળનું અનુસંધાન રાખવું તે કામનું ફળ જોવું, એ શું છે ? તેમજ ક્રોધનું, લોભનું, સ્વાદનું ને સ્નેહનું એ બધાનું જોવું. તે કહું તે સાંભળો જે, કામમાંથી ઇન્દ્રને હજાર ભગ થયા, ક્રોધમાંથી દુર્વાસાનું ભૂંડું થયું, માનમાંથી દક્ષનું ભૂંડું થયું, લોભમાંથી નંદરાજાને દુઃખ થયું, સ્વાદમાંથી શૃંગી ઋષિનું ને સ્નેહમાંથી સર્પ થાવું પડે છે, એવાં કેટલાક કહીએ ? એ માર્ગ જ ભૂંડો છે. માટે જે તે પ્રકારે દેહ નિર્વાહ કરીને સમાગમ કરી લેવો. ને આ લોકમાં તો નહિ જ રહેવાય, એમ ચાર વાર કહ્યું. બધું કરીએ ને સુખ માની બેઠા હોઇએ, પણ ભગવાન છે તે જ્યારે ઘાંટો ઝાલશે ત્યારે અન્ન કે પાણી નહિ ઉતરે. ’ ।।૧૮૬।। read more
0 Views : 95
Powered By Indic IME