Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૧

અને એ જે રાધાદિક ભકત તે જેતે કયારેક તો તે શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને કયારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણ ભગવાનનાં અંગને વિષે રહે છે ત્યારે તો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. ।।૧૧૧।। read more
0 Views : 87

શિક્ષાપત્રી શ્લોક – ૧૧ર

એ હેતુ માટે એ શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્વરુપ તેમને વિષે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્ણ તેમની ઇચ્છાએ કરીને છે એમ જાણવું. ।।૧૧૨।। read more
0 Views : 100

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૩

અને એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભકિત તે જે તે પૃથ્વીને વિષે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભકિત થકી બીજું કલ્યાણકારી સાધન કાંઇ નથી એમ જાણવું. ।।૧૧૩।। read more
0 Views : 94

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૪

અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એજ પરમફળ જાણવું, કયું તો જે શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભકિત કરવી ને સત્સંગ કરવો અને એમ ભકિત ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન  હોય તે પણ અધોગતિને પામે છે. ।।૧૧૪।। read more
0 Views : 100

શિક્ષાપત્રી શ્લોક – ૧૧પ

અને શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રીકૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે, માટે એમનું ધ્યાન કરવું, અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્ણ ભગવાનના ભકત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. ।।૧૧૫।। read more
0 Views : 91

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૬

અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભકિત જે તે સર્વ કાળને વિષે કરવી. ।।૧૧૬।। read more
0 Views : 177

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૭

અને શ્રીમદ્ભાગવત પુરાણનો જે દશમસ્કંધ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષોવર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષોવર્ષ એકવાર વાંચવો. ।।૧૧૭।। read more
0 Views : 91

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૮

અને એ જે દશમસ્કંધ તેનું પુરશ્ચરણ જે તે પુણ્ય સ્થાનકને વિષે પોતાનાં સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું. અને વળી વિષ્ણુસહસ્રનામ આદિક જે સચ્છાસ્ત્ર તેનું પુરશ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું, તે પુરશ્ચરણ કેવું છે, તો પોતાનાં મનવાંછિત ફળને આપે એવું છે. ।।૧૧૮।। read more
0 Views : 114
Powered By Indic IME