Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬

અને ચાર વાતમાં સુખ છે. તેમાં એક સુખ તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ ને ત્રીજું સદ્વિચાર એ ત્રણ વાતમાં જ છે. ને ચોથું જીવે વિષયનું સુખ માન્યું છે એ તો દુઃખરૂપ છે; ને સુખ તો ત્રણ વાતમાં જ છે, ને વિષયમાં સુખ છે એવી તો કોઇ મોટાએ કલમ મૂકી જ નથી; ને આત્મારૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે.તેમાં કામાદિક દોષ જ નથી, જમે ગુજરાત દેશ માં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેમ . ।।૬।। read more
0 Views : 241

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭

મોટા મોટાના શબ્દોની હારો કરીને તપાસ કરવો જે એમનો શું મત છે ને એ શું કરવાનું કહે છે, ને એ કેમ વર્તે છે ? એમ તપાસીને પછી તે માર્ગે ચાલવું. ।।૭।। read more
0 Views : 269

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮

સારા ભગવદી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પણ એકલી ભકિત સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. ને સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરસનદાસ ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા ને તે વિના તો રાશ્વરાનંદ ને હિરણ્યગર્ભાનંદ ગયા ને હમીરે પણ ઘણીક ભકિત કરી હતી તોપણ ગયો ! એ વાતો વિસ્તારે કરીને કહી. ।।૮।। read more
0 Views : 271

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯

પ્રતિલોમ કરવામાં ચાર વિઘ્ન છે; તેની વિકિત જે, સ્ત્રી, દ્રવ્ય, આ લોકની મોટાઇ ને ક્રિયા. ।।૯।। read more
0 Views : 227

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦

અને જેવો સાંઢ હોય તેવું વાછરું આવે અને જેવો ઘોડો હોય એવું વછેરું આવે, તેમજ જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દૈવત આવે. ।।૧૦।। read more
0 Views : 222

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧

આ લોકમાં પદાર્થને અને મનષ્યાદિકને કેવી દષ્ટિએ જોવાં ? જે એ સર્વે વિઘ્ન કરનારા છે અને એક તો કોઇ પ્રકારે સત્સંગમાંથી જાય એવો ન હોય તે પણ જાય, ને એક તો કોઇ રીતે સત્સંગમાં રહે એવો ન હોય તે પણ રહે, એમ સંગમાં રહ્યું છે. ને ભણનારા કરતાં પણ ભણાવનારાને વધારે દાખડો પડે છે, તેમ જ્ઞાન દેવામાં શિષ્ય કરતા ગુરુ વધારે દાખડો કરે ત્યારે જ્ઞાન થાય છે; તે વિના જ્ઞાન થાતું નથી. ને અમૃતનું ફળ ઝેર છે, તે શું ? જે વિષય ભોગવવા સારા લાગે છે, પણ તેનું ફળ દુઃખ છે, ને સારા વિષય ને નરસા વિષય એ બેય નાશવંત તો છે પણ નરસામાં દુઃખ છે ને દોષ નથી ને સારામાં દુઃખ ને દોષ બેય છે. ।।૧૧।। read more
0 Views : 169

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર

અને એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઇ કઠણ નથી. માટે બે ઘડી વૃત્તિઓ પાછી વાળીને ભગવાન સંભારવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું, પણ રસોઇ કરીને જમવું નહિ, તે શા કામનું ? ને એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી. ને એ તો ભગવાન સંભારશું ત્યારે થાશે ને ભગવાનને સંભારવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દષ્ટિ થાય પણ, એ માર્ગે તો ચાલે નહિ; ત્યારે તેના ઉપર શેની દષ્ટિ થાય ? માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું. ને જેવો સંગ થાય તેવું થવાય છે; પણ જેમાં જે ગુણ નહિ હોય તેને સંગે તે ગુણ કયાંથી આવશે ? ને જે જે ભગવાનમાં વળગ્યા હશે ને જેના જે જે વિષય ઓછા થયા હશે તેના સંગમાંથી તે ગુણ આવશે, એ વાતમાં સંશય નથી. ને જેનું જે અંગ હોય તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે, એ વાત સમજી રાખવી. ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણ હોય તો તે જીવના સુખને અર્થે થાય છે ને ભગવાન સંભારવા તે પણ છે તો પોતાના જીવના સુખ સારુ, પણ તેને મહારાજ પોતાને અર્થે કયુર્ં એમ માની લે છે. ।।૧૨।। read more
0 Views : 227

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩

ઇન્દ્રિયારામ અને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેવો હોય તેનું પણ ઠેકાણું ન રહે. અને વૈરાગ્યનું તો છેટું છે; કેમ જે, વિષયમાં રાગ છે ને આત્મજ્ઞાનનું પણ છેટું છે. કેમ જે, જીવ દેહમાં જડાઇ ગયો છે. માટે હવે તો એક ધર્મને વિષે ને બીજી ભગવાનના સ્વરૂપને વિષે નિષ્ઠા, એ બે વાત મુખ્ય રાખવી. ।।૧૩।। read more
0 Views : 166
Powered By Indic IME