Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૬ર

નાગર ગવૈયા પાસે ‘બતિયાં તેરી શ્યામ સોહાવનિયાં વે’ એ કીર્તન બોલાવીને વાતો કરી. ને કહે જે, આ કલાક લેખે લાગી, બાકી બધી ખાલી ગઇ. તે ઉપર દષ્ટાંત દીધું જે, એક ગામને પાદર પાવળિયામાં આયુષ્ય લખેલ તે કેનુંક મહિનો, કેનુંક બે મહિના, કેનુંક છ મહિના ને કોઇકનું વર્ષ. તે એ ગામમાં એક બ્રાહ્મણ રહેવા જતો હતો, તે એ વાંચીને પાછો વળ્યો.ત્યારે માણસે કહ્યું જે, ‘એમ નથી. આ તો જેણે આ ગામમાં જેટલી ઘડી ભગવાન ભજેલ, ને ભગવાનની કથાવાર્તા  સાભંળેલ, તે બધી ઘડી ભેળી કરીને જેટલી થઇ તેટલી જ આવરદા પાવળિયામાં માંડી છે. કેમ જે, બાકીની તો એળે ગઇ છે.’એમ આપણે પણ એવું છે જે, જેટલી ઘડી ભગવાન સંબંધી થયું એટલી જ ઘડી સાચું છે, ને કામમાં, ક્રોધમાં, લોભાદિકમાં જેમાં જેટલી કસર આંહીં રહેશે, તેટલી કયાંક ટાળ્યા પછી ધામમાં જવાશે. ।।૧૬૨।। read more
0 Views : 144

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૬૩

આ જીવને આજીવિકા હોય તે તૂટે એ કેવું લાગે ? એમ આ દેહને વિષે પંચવિષયની આજીવિકા સત્સંગ કર્યા પછી તૂટી જાય છે. તે નેત્રને રૂપની, રસનાને રસની, નાસિકાને ગંધની, ત્વચાને સ્પર્શની એ બધાયની આજીવિકા તૂટી જાય છે, પછી કેમ સુખે રહે ? એમ ચાર-પાંચ વાર કહીને બોલ્યા જે, આવી વાત કોઇ દિવસ કરી નથી. ।।૧૬૩।। read more
0 Views : 147

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૬૪

આ જીવ તો ઝાડ, પથરા, ધૂળ ને બેલા એ જુએ છે,તેમાં શો માલ છે ? અને મૂળ શાસ્ત્રમાં કહ્યું છે જે, ‘નેત્ર આગળ આવે તે જોવું, પણ બહુ લાંબી દષ્ટિ ન કરવી.’ એમ સાધુનો માર્ગ છે. પણ વારે વારે વખાણ કરે જે, ‘આવું હતું ને આમ થાશે ?’ ને શાસ્ત્રમાં કહ્યું છે જે, નિયમ પ્રમાણે જમે તે સદા ઉપવાસી ને વસ્ત્ર પણ નિયમ પ્રમાણે રાખે તે ત્યાગી, માટે નિયમમાં રહેવું. ।।૧૬૪।। read more
0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૬પ

અને જે દી તે દી સાધુથી જ મોક્ષ થાય છે ને જ્ઞાન આવે છે, ને જે દી તે દી કાંઇક થયું હશે તે પણ તેથી જ થયું છે,ને થાશે; તે પણ તેથી જ થાશે. માટે મોક્ષના દ્વાર જ આ સંત છે. તે આ ચૈતન્યાનંદસ્વામી ઢોલિયો, વસ્ત્ર ને ખાધાનાં પદાર્થ પારવોણાં (પાર વગરનાં) રાખતા, તેનું કોઇથી કહેવાણું નહિ.મહારાજે એકવાર કહ્યું હતું, તે સારુ મરવા તૈયાર થયા હતા ! ને શ્રીજીમહારાજ આગળ કોઇને પદાર્થ મૂકવું હોય, તો તે આગળથી પોતા પાસે આવે, ત્યાર પછી શ્રીજીમહારાજ પાસે મૂકવા જવાય એવું હતું. પણ બાળમુકુંદાનંદસ્વામીએ વાતો કરી ત્યારે સર્વેનો ત્યાગ કરીને પંકિતમાં રોટલા ખાય, ને હાથ જોડીને બોલે, એવું સાધુ વતે થયું. તે સભામાં બોલ્યા જે, ‘બાર વર્ષ ગુરુ ને બાર વર્ષ સદ્ગુરુ રહ્યો; પણ સત્સંગી તો આજ થયો.’ને ઘનશ્યામદાસને તો મેં એવી વાતો કરી જે, સ્વભાવ માત્ર કાઢીનાખ્યા, તે મહારાજ ભેળા પણ ઘોડા વગર ન ચાલતાં, ને લૂગડાં આદિક પદાર્થનું પણ તેમ જ હતું; તે હવે સાધુ થઇ ગયા, એમ થાય છે. માટે સાધુ સાથે જીવ બાંધવો. ।।૧૬૫।। read more
0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૬૬

અને કેટલાંક ઢોર સાથે જીવ જોડે છે ને સંભારે છે, તે ઢોર એને વશ થઇ રહે છે ને વાંસે ફરે છે. એમ ભગવાનસામું જોઇ રહેને જીવ જોડે, તો એ વશ થયા વિના કેમ રહે? એ તો પછી એની વાંસે જ ફરે છે, ને સામું જોઇ રહે, કેમ જે, ભકતવત્સલ છે. તે માટે ભગવાન સામું જોઇ રહેવું ને બીજું ઝાડ આદિકમાં કાંઇ જોવું નહિ, ને દેહને ઘસારો લગાડવો હોય તો રાત્રીમાં બે-બે ઘડી ભજનમાં બેસવા માંડે. ।।૧૬૬।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૬૭

ઊંઘ ને આહાર તો વધાર્યા  વધે ને ઘટાડ્યાં ઘટે, ઊંઘ તો બે પહોર સુધી કરવી, ને ખાવું તે દોઢ શેર સુધી ખાવું. ।।૧૬૭।। read more
0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૬૮

મુંબઇ જાય તો સત્સંગ થોડો ઘાસે ને તેથી મુસંબી જાય તો વધુ ઘાસે, ને તેથી કાપકુરાન જાય તો સાબદો ઘાસી જાય.માટે ઘેર બેઠાં રોટલા મળે, તો વધુ સારું. આઘું જાવું નહિ ને શહેર, પાટણ સેવવાં નહિ. ને સુખ તો સત્સંગમાં જ છે. ત્યારે કોઇકે કહ્યું જે,‘તમારી આજ્ઞામાં રહે તો ?’ એટલે સ્વામી કહેઃ ‘હા, આજ્ઞામાં રહે તો સુખી થાય ને આજ્ઞા બહાર પગ દે તો દુઃખી થાય. આજ્ઞા ને વચન એ બે માં જ સુખ છે ને તેમાં મોક્ષ પણ રહ્યો છે. જુઓને ! જાનકી જિયે આજ્ઞા બહાર પગ દીધો, તો હરાણાં. ને એક કડિયો કરાંચી ગયો, તે ભારે કમઠાણ ઉઠાવીને રૂપિયા પંદર હજાર ભેળાં થયા. પછી મેં આંહીંથી કાગળ લખ્યો જે, ‘ભાગી આવજે, ઝાઝો લોભ કરીશમા.’ પણ ન આવ્યો. તેમાંથી શુંયે થયું, તે બધાય ગયા ને પોતે માંડ બાયડી-છોકરાં લઇને ભાગ્યો, એમ પણ થાય છે.।।૧૬૮।। read more
0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૬૯

અને ભગવાનના કથા, કીર્તન, થતાં હોય ત્યારે ધ્યાન મૂકી દેવું. કેમ જે, એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન ટકે. ।।૧૬૯।। read more
0 Views : 166
Powered By Indic IME