Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૪

અને મહારાજની વાંસે કચેરી એકાંતિકની હતી તે તો ઊઠી ગઇ છે ને જાય છે; ને આ તો જયાં સુધી આવા સંતને દસ-વીસ હજાર સારા હરિજન છે ત્યાં સુધી ‘વચનામૃત’નાં વચન, ‘ધર્મામૃત’નાં વચન એ બે તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યને માહાત્મ્યે સહિત ભકિત એ ચાર એકાંતિક ધર્મ રહેશે; ને પછી તો ‘શિક્ષાપત્રી’ પળશે, માટે આપણે તો હમણાં જ સાધી લેવું. ને બ્રાહ્મણને લોટ માંગીને, બાટી શેકીને પણ આ સમાગમ કરવા વાંસે ફરવું, ને ક્ષત્રિયને પાકું માગીને પણ આ કરી લેવાનું છે. ।।૧૫૪।। read more
0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પપ

હવે નવરા થયા તે ભૂતના વાંસડાની પેઠે મનને સેવામાં જોડી દેવું ને વિષયમાં સંકોચ કરવો, પણ જો એમ નહિ થાય તો નિયમ નહિ રહે. ને શેર એક ખાવું, સુદ્ધા તો દોઢ શેર ખાવું; પણ બશેર લગી તો ન જ પૂગવું. ને ઝાઝું સૂવું નહિ;કેમ જે, સૂતે સૂતે અન્ન પચીને પછી ઇન્દ્રિયો બળવાન થાય તે માટે સંકોચ રાખવો. ।।૧૫૫।। read more
0 Views : 132

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૬

અને સ્વામી કહે એક દિવસ મહારાજે મને કહ્યું હતું જે,‘ધર્મકુળમાં રઘુવીરજી જેવા કોઇ નથી.’ તે વાત સાચી. કેમજે, એની રે’ણી કે સ્થિતિ તે કયાંય ન મળે ને ત્યાગની છટા પણ મહારાજના જેવી જ હતી, એવા હવે નહિ થાય; કદી મહારાજ મોકલે તેની વાત નહિ. ।।૧૫૬।। read more
0 Views : 148

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૭

આ જે સ્વામિનારાયણ તેને જે કોઇ કચવાવશે કે રૂખમાં નહિ રહે તેનું તો બહુ ભુંડું થાશે; ને કાંઇનું કાંઇ નરસું થઇ જાશે માટે કચવાવવા નહિ. ।।૧૫૭।। read more
0 Views : 138

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૮

એકવાર શ્રીજીમહારાજે ઊભા થઇને કહ્યું હતું જે, ‘કોઇ નિયમ ભંગ કરશો મા, ને જેને કરવો હોય તે સત્સંગમાં રહેશોમા, ને આ જે સૂર્ય સરખી અમારી ગોદડીઓ તેમાં ભલા થઇને ડાઘ લાગવા દેશો મા ને મને ભગવાન જાણશે ને કુસંગમાં હશે, તો પણ કલ્યાણ થાશે, ને સત્સંગમાં રહીને નિયમભંગ થાશે તેનું તો ભૂંડું જ થાશે’ એમ મહારાજે કહ્યું હતું, ને એના સાધુ પણ રોજ કહે છે, તે માટે ન રહેવાય તો માગ દેજો. ને ઉંદર ને મીંદડી વહાણમાં બેઠાં, તે મીંદડી કહે ‘ધૂળ ઉડાડ મા’ ત્યારે ઉંદર કહે, ‘મારનારી થઇ હો તો આમ જ મારને. એમ જે જાનારા થયા હો તે જાજો, પણ મીંદડીની પેઠે કરશો મા. ।।૧૫૮।। read more
0 Views : 201

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૯

ઓહો ! જુઓને પરદેશથી વાતો સાંભળવા આવે છે, અને આંહીંના મેડે ને બીજે બેઠા હોય છે તે શું સમજયા ? ખરેખરો થઇને સાધુમાં વળગે તો કામાદિક શત્રુ બળી જાય ને ભગવાનમાં જોડાય. જેને ખાવા મળતું હોય ને ભગવાનને ન ભજે એ જેવો કોઇ પાપી, અધર્મી, મૂર્ખ કે અણસમજુ નહિ. ઓહો ! આવા મહારાજ મળ્યા ને એવી ખોટ રહી જાય છે એ જેવું શું છે. ।।૧૫૯।। read more
0 Views : 132

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૬૦

આ જીવ તો ઘરમાં, કુટુંબમાં, લોકમાં, ભોગમાં ને દેહમાં ગીરના આંધળાની પેઠે વળગ્યો છે; પણ અંતે રહેવું નથી, એ મૂકીને ચાલ્યું જવાશે. ।।૧૬૦।। read more
0 Views : 151

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૬૧

આ દેહ જેવું તો કોઇ વ્હાલું જ નથી, તે ખૂણે જઇને સુવાડી મૂકે, પછી કોઇક દ્રવ્ય લઇ જાય, લૂગડાં આદિ પદાર્થ લઇ જાય, અરે ! માથું પણ કાપી જાય તોપણ ખબર પડતી નથી, એમ દેહ સારુ થાય છે. તે દેહનું જે પોષણ કરે તેમાં ને જે દેહની શુશ્રુષા કરે, તેમાં હેત થયા વગર રહે જ કેમ? ને દેહ તો કાલ પડી જશે. માટે એથી નોખું પડવું પછી – જેનું રે મન વન વાંછતું , અતિ રહેતા ઉદાસજી; તે તાકયા વસ્તીએ વસવા, બાંધી સહુ સંગે આશજી-જેનું.. જેને રે ગમતી જીરણ કંથા, જેવું તેવું જળ ઠામજી; તેણે રે રંગ્યા રૂડાં તૂબંડાં, ગમતાં માગે વસ્ત્ર ગામો ગામજી-જેનું .એ બોલ્યા ને બીજું શિષ્યનું પણ એવું છે -પોતાનો પરિવાર પરહરિ, ચાલ્યો એકીલો આપજી; તેણે રે સ્નેહ કીધો શિષ્ય શું, લીધો પરનો સંતાપજી. એ બોલ્યા, તે શિષ્ય સારુ વાંસે જાય છે, તે શિષ્ય જાય તો એવું થાય છે. માટે જ્ઞાન શીખવું. ।।૧૬૧।। read more
0 Views : 135
Powered By Indic IME