Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૩૮

પછી કહ્યું જે, બીજું જે કહે તે થાય, પણ હરિભકત ન થવાય; તે કોઇક થાય, પણ તેથી સાધુ ભેળું ન રહેવાય ને કોઇક રહે, પણ વિષય ત્યાગ ન થાય; તે કોઇક કરે, પણ એથી ભગવાનમાં ન જોડાવાય;એ તો બહું જ આકરું છે. ।।૧૩૮।। read more
0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૩૯

અને બીજું તપ, ધારણાં-પારણાં બે મહિનાના કહો તો કરે; પણ ઓલ્યું જે સૂક્ષ્મ તપ એ તો ન જ થાય. ।।૧૩૯।। read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪૦

વળી, એક આ કામ પણ કઠણ છે. તે શું ? તો જે, સવારથી બપોર સુધી આંખો મીંચીને ન બેસી રહેવાય ને બધો જન્મારો બાહ્ય દષ્ટિએ બેસાય. ને બાહ્ય દષ્ટિએ જો માળા ફેરવે, તો બીજે મન ભમે ને આંખ્યું મીંચીને ફેરવે તો ભગવાન સાંભરે.તે આમ દિવસ આખો ફેરવાય, પણ ભગવાન સંભારીને તો પાંચ પણ ન ફેરવાય; એ પાંચ જુદી રીતની થાય. માટે ધીરેધીરે નિત્યે ભગવાનમાં જોડાવું; તે ન થાય તો સાધુમાં પ્રથમ જોડાવું, તો પછી ભગવાનમાં સહેજે જોડાવાય. ।।૧૪૦।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪૧

એક સાધુને રામદાસજીભાઇની મૂર્તિ ધરાઇ ગઇ, તેથી બળતરા થઇ ને રોયા; પછી એમ તેને કહ્યું જે, ‘પહેલાં સાધુ દેખાય ને પછી ભગવાન દેખાય.’ તે પછી ત્રણ દિવસે ભગવાન દેખાણા, એમ થાય. તે મુકતાનંદસ્વામીનાં કીર્તનમાં પણ છે જે, ‘સાધુ ભેળા ભગવાન’ તે માટે એમ કરવું. એટલે એક સાધુએ કહ્યું જે, ‘એમ તો ભગવાનની કૃપાએ થાય.’ ત્યારે સ્વામી કહેજે,‘આપણે કયે દિવસ કરવા બેઠા ને ન થયું ?’ એ ભગવાનને મોટા સાધુ તેને તો એમ જ કરાવવું છે ને આ તે જીવની ખોટ છે, નીકર એની તો કૃપા જ છે. ને નિત્યે ભગવાનમાં જોડાવાનો આગ્રહ રાખવો. ‘નિત્ય બળિયું. ’ એમ શાસ્ત્રમાં કહ્યું છે તે થાશે. એ કર્યા વિના છૂટકો નથી. ।।૧૪૧।। read more
0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪ર

એક કણબી હતો તે બે પહોર જ રળે, કાં જે થોડા કાળમાં મરી જાવું છે તે શીદ દિવસ બધો કુટીએ ? એમ કુસંગીને પણ થયું, ત્યારે આપણે તો સત્સંગી થયા તે ઢગ દિવસ રળ્યા,ને હવે તો આવા સાધુનો જોગ કરી લેવો, એ દુર્લભ છે, પણ મેમણનાં તરેલાની પેઠે તાણ્યા જ ન કરવું. ।।૧૪૨।। read more
0 Views : 164

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪૩

સ્વામી કહે,”બેઠકે ઓળખાય છે. તે મહારાજ પણ પૂછતાં કે ‘આ સાધુ કોની પાસે બેસે છે ? ને આ કોની પાસે બેસે છે ?’ એમ નામ લઇને પૂછે. પછી જે જેની પાસે બેસતા હોય તેના નામ લઇ દેખાડે, ત્યારે તેવો કોઇકનો સંગ ન કરવા યોગ્ય હોય ને સારો સાધુ એની પાસે બેસે છે એમ જાણે ત્યારે કહેશે જે, ‘પંડે તો સારા છે, પણ સાધુ ઓળખતા આવડતા નથી.’એમ કહેતા. માટે આ સંગમાં ભેદ દેખાડ્યો અને ઉત્તમ સંગ કરવો ને નરસાની તો સોબત જ ન કરવી.” ।।૧૪૩।। read more
0 Views : 171

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪૪

અને જો રોટલા મળતા હોય, તો આઘો પાછો પગ જ ન ભરવો; ને જો ભરે તો દુઃખી થાય. ને રોટલા તો સૂતા રહે તોપણ મહારાજ સોડમાં દઇ જાય, નીકર દીધા હોય તે લઇ જાય; માટે દાળ-રોટલા ખાઇને ભજન કરી લેવું. લોકના ફિતુરમાં ને વ્યસન જેટલામાં તો આપણા રોટલા છે, એમ જાણવુંને ડોળ ન કરવો. ।।૧૪૪।। read more
0 Views : 159

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪પ

નૃસિહાનંદ સ્વામીને મહારાજે ભણાવવા માંડ્યા, તે પંચસંધિ મહિના એકમાં કંઠે કરી; પણ મૂર્તિ દેખાતી તે ન દેખાણી. પછી રોયા, તે મહારાજ કહે, ‘ભણવું મૂકી દિયો. પછી મૂર્તિ અખંડ રાખ્યામાં દાખડો બહુ પડશે.’ કેમ જે, આ જીવે પાપ ઘણાં કર્યા છે; તે પાપના કરોડ કોઠાર ભર્યા છે. તેમાંથી ભગવાને એક કોઠાર ફાડીને અર્ધાના ઇન્દ્રિયો, દેહ આદિ સમસ્ત કર્યું નેઅર્ધામાંથી તેનાં ભોગનાં સ્થાનક કર્યા, માટે એ બધુંય પાપ છે.કોઇ ઇન્દ્રિય-અંતઃકરણ ભગવાન ભજવા દે એવાં નથી, ને જીવતો એકલો છે, તે જો બળિયો થાય તો ભગવાન ભજાય; નીકર ભજવા દે એવા નથી, પણ જે દી તે દી આ કર્યે છૂટકો છે,એ સિદ્ધાંત છે. ને અંતરદષ્ટિ કરવી, તે ધીરે ધીરે કરવા માંડે તો થાય. તે એમ કર્યા વિના છૂટકો નથી. ।।૧૪૫।। read more
0 Views : 179
Powered By Indic IME