Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૬

સંવત્ ૧૯૨૧ના કાર્તિક માસમાં વાત કરી જે, ‘જે ક્રિયા કરવી તેમાં ફળનું અનુસંધાન રાખવું તે કામનું ફળ જોવું, એ શું છે ? તેમજ ક્રોધનું, લોભનું, સ્વાદનું ને સ્નેહનું એ બધાનું જોવું. તે કહું તે સાંભળો જે, કામમાંથી ઇન્દ્રને હજાર ભગ થયા, ક્રોધમાંથી દુર્વાસાનું ભૂંડું થયું, માનમાંથી દક્ષનું ભૂંડું થયું, લોભમાંથી નંદરાજાને દુઃખ થયું, સ્વાદમાંથી શૃંગી ઋષિનું ને સ્નેહમાંથી સર્પ થાવું પડે છે, એવાં કેટલાક કહીએ ? એ માર્ગ જ ભૂંડો છે. માટે જે તે પ્રકારે દેહ નિર્વાહ કરીને સમાગમ કરી લેવો. ને આ લોકમાં તો નહિ જ રહેવાય, એમ ચાર વાર કહ્યું. બધું કરીએ ને સુખ માની બેઠા હોઇએ, પણ ભગવાન છે તે જ્યારે ઘાંટો ઝાલશે ત્યારે અન્ન કે પાણી નહિ ઉતરે. ’ ।।૧૮૬।। read more
0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૭

અને આવા સાધુ છે તે પણ એમ દંડ દે છે, તે જેણે ત્યાગે, તપે આદિક સાધને કરીને વશ કર્યા હોય તેથી થાય.આ જીવનું તો કરવું કેવું છે ? તે મહારાજ કહેતા જે, ‘એક ગરાસિયો હતો તે કસુંબા કાઢે ત્યારે લડાઇની ને ધીંગાણાની વાતો કરે ત્યારે ખરાઇ આવે, તે જયારે અફીણ પીએ ત્યારે અને ઊંઘે ત્યારે વળી ઢીલા ઢફ’ અને આપણે પણ જયારે વાતો થાય ત્યારે એમ, ને પછી પાછું કાંઇ નહિ. ।।૧૮૭।। read more
0 Views : 119

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૮

વહાણ છે તેનું સુકાન ધ્રુવ સામું મરડે છે ને તેના ખેવટિયા ધ્રુવ સામુ જોઇ રહે છે ; તેમ આપણે ભગવાન સામું જ જોવુંને બીજે માલ નથી, ને બીજું તો જે જે કરીએ છઈએ તેમાં વેઠિયાની પેઠે મંડ્યા છઈએ. પહેલે પૂજત ગોર જયું, પ્રીત કરી મન માંય; મુકત કહે સ્વારથ સરે, ફિર ડારત ધ્રો માંય. તે જ્યારે સમાગમ કરશું ત્યારે વ્યવહાર વેઠ રૂપ જણાશે. ।।૧૮૮।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮૯

સંવત્ ૧૯૨૧ના માગશર માસથી મહારાજ પાસે જવાની વૃત્તિ તણાય છે, તે તમને હમણાં તો જણાતું નથી; પણ ભાઇ ! હવે આવો જોગ નહિ રહે. ને મહારાજ ભેળા રહ્યા છે તે પણ વાંસે રોશે; કાં જે, આવી વાત કોણ કરે ? કોઇ કરશે તો સુધી જન્મ-મરણની કરશે. ને આ તો મનના ને ઇન્દ્રિયોના દોષ કહેવા, તેએ કેને એની ખબર હોય ? અને ા દોષ કેણે જોઇને ત્યાગ કર્યા છે ? માટે આવો જાગે નહિ મળે. ।।૧૮૯।। read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૦

અને પુસ્તકોમાં તો વાતું લખી હશે પણ કોઇને તે કામ આવી નથી; કાં જે, વચનામૃતની આખી પ્રતો પાસે પડી રહીને વળી ભણેલા તે પણ સત્સંગમાંથી ગયા છે. ।।૧૯૦।। read more
0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૧

બાકી ધર્મશાળાનો તાલ, લાકડાં ને પાણામાં કાંઇ નથી,એ બધું કહીએ છઈએ તો નિંદા જેવું કહેવાય છે, પણ આવી વાતો વિના પરભાવને નહિ પમાય. તે શુકજીને દેખીને ગોપીઓએ વસ્ત્ર ન પહેર્યા, ને વ્યાસજીને દેખીને પહેર્યા, કાંજે, એને સ્ત્રી-પુરુષનો ભાવ નહિ. માટે સ્થૂળ, સૂક્ષ્મને કારણએ ત્રણથી તો વારંવાર નોખું જ પડવું. અને એને ભાવનાએ કરીને મૂકયાં ત્યારે પ્રકૃતિ પર્યન્ત આવી ગયું ને તે પર ગુણાતીત એવું સ્વરૂપ થયું, માટે તે વગર કોઇ કાળે છૂટકો નથી. ત્યજ ધર્મમધમર્ં ચ ઉભે સત્યાનૃતે ત્યજ । ઉભે સત્યાનૃતે ત્યકત્વા યેન ત્યજસિ તત્ત્યજ ।। તે કહ્યું છે જે, અસદ્વાસનાનો ત્યાગ ને સદ્વાસનાનો પણ ત્યાગ કર; તે કર્યું થાય, એ કહ્યું તે પ્રમાણે કરવું. ।।૧૯૧।। read more
0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯ર

અને જીવને સત્સંગ થાય નહિ. તે તો જેટલા દેહ મૂકીને ગયા જે એકાંતિક સાધુ તેમનો રાત્રિપ્રલય સુધી અહોનિશ જોગ રાખે તો થાય, નીકર પૂરો ન થાય. ।।૧૯૨।। read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૩

ઓહોહો ! આ ભરતખંડમાં આવો જોગ થઇ ગયો ! આ સાધુ, આ વાતો, આ ધર્મ જો ખરેખર ઓળખાય તો, ને આ સાધુ ઓળખાય તો કાંઇ કાચું નથી; ને આ વાતો તો કોઇને મળી નથી. ।।૧૯૩।। read more
0 Views : 118
Powered By Indic IME