Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

ભક્તિનિધિ કડવું:- ૩૪

રાગ:- ધન્યાસરી ભક્તિ કરે તેહ ભક્ત કે’વાયજી, ભકિત વિના જેણે પળ ન રે’વાયજી । શ્વાસોશ્વાસે તે હરિગુણ ગાયજી, તેહ વિના બીજું તે ન સુહાયજી ।।૧।। રાગ :- ઢાળ સુહાય નહિ સુખ શરીરનાં, હરિભક્તિ વિના ભૂલ્યે કરી । અખંડ રહે અંતરમાં, કરવા ભક્તિ ભાવે ભરી ।।૨।। હમેશ રહે હરખ હૈયે, ભલી ભાતે ભક્તિ કરવા । ભૂલ્યે પણ હરિભક્તિ વિના, ઠામ ન દેખે ઠરવા ।।૩।। ભક્તિ વિના બ્રહ્મલોક લગી, સુખ સ્વપ્ને પણ સમઝે નઇ । ચૌદ લોક સુખ સુણી શ્રવણે, લોભાય નહિ લાલચુ થઇ ।।૪।। ભક્તિ વિનાનો નહિ ભરોંસો, સદા સ્થિર રે’વા કોઇ ઠામ । માટે મૂકી ન શકે ભક્તિને, અતિ સમઝી સુખનું ધામ ।।૫।। નવે પ્રકારે નક્કી કરીને, ભાખ્યા ભક્તિતણા જેહ ભેદ । તે અતિ આદરશું આદરે, કરી અહંમમત ઉચ્છેદ ।।૬।। અહંમમત જાય જયારે ઉચલી, ત્યારે પ્રગટે પ્રેમલક્ષણા । ત્યારે તેહ ભક્તને વળી, રહે નહિ કોઇ મણા ।।૭।। રસ પરસ રહે એકતા, સદા શ્રીહરિની જો સાથ । અંતરાય નહિ એકાંતિક પણું, ઘણું રહે શ્યામની સંઘાથ ।।૮।। એવે ભક્તે ભગવાનની, ભલિભાત્યે ભજવી ભગતિ । ભક્તિ કરી હરિ રીઝવ્યા, ફરી રહ્યું નહિ કરવું રતિ ।।૯।। કરીયે તો કરીયે એવી ભગતિ, જેમાં રહ્યો સુખનો સમાજ । નિષ્કુલાનંદ ન કરીયે, ભક્તિ લોક દેખાડવા કાજ ।।૧૦।। કડવું ।।૩૪।। read more
0 Views : 130

ભક્તિનિધિ કડવું:- ૩પ

રાગ:- ધન્યાસરી સાચા ભક્તની ભેટ થાય ભાગ્યેજી, જેને જગસુખ વિખસમ લાગેજી । ચિત્ત નિત્ય હરિચરણે અનુરાગેજી, તેહ વિના બીજું સરવસ ત્યાગેજી ।।૧।। રાગ :- ઢાળ ત્યાગે સર્વે તને મને, પંચ વિષય સંબંધી વિકાર । ભાવે હરિની એક ભગતિ, અતિ અવર લાગે અંગાર ।।૨।। અન્ન જમી જન અવરનું, સૂવે નહિ તાંણી વળી સોડ । નિર્દોષ થાવા નાથનું, કરે ભજન સ્તવન કરજોડ ।।૩।। મહામે’નતે કરી મેળવ્યું, વળી અર્થે ભર્યું એવું અન્ન । તે ખાઇને ખાટ્ય માને નહિ, જો ન થાય હરિનું ભજન ।।૪।। વળી વસ્ત્ર વિવિધ ભાતનાં, આપ્યાં અંગે ઓઢવા માટ । તે ઓઢી અન્ય ઉદ્યમ કર્યો, ખોળી જુવો શિ થઇ ખાટ્ય ।।૫।। એણે આપ્યું નથી અન્ન ઉષર જાણી, હૈયે હજાર ઘણી છે લેવા હામ । એહ આપવું પડશે આપણે, કે આપશે શ્રીઘનશ્યામ ।।૬।। ઘનશ્યામને શિર શીદ દિયે, જૈયે ન કર્યું ભક્તિ ભજન । રહે વિચાર એહ વાતનો, હૃદિયામાંહિ રાત દન ।।૭।। ખરૂં ન કર્યું ખાધા જેટલું, ઇચ્છયો ભક્ત થાવા એકાંત । તેતો ઘાસ કટુ ઘેબરનાં ભાતાં, ખાવા કરેછે ખાંત ।।૮।। એહ વાત બંધ કેમ બેસશે, હરિભક્ત તે હૈયે ધારિયે । માટે સૂતાં બેઠાં જાગતાં, અતિ હેતે હરિને સંભારિયે ।।૯।। એમ જાણેછે જન હરિના, તે ભક્તિ કરતાં ભૂલે નહિ । નિષ્કુલાનંદ કહે વેષ વરાંસે, ફોગટ મને ફૂલે નહિ ।।૧૦।। કડવું ।।૩૫।। read more
0 Views : 125

ભક્તિનિધિ કડવું:- ૩૬

રાગ:- ધન્યાસરી ફૂલ્યો ન ફરે ફોગટ વાતેજી, ભક્તિ હરિની કરે ભલી ભાતેજી । ભૂલ્યો ન ભમે ભક્તિની ભ્રાંતેજી, નક્કી વાત ન બેસે નિરાંતેજી ।।૧।। રાગ :- ઢાળ નિરાંત નહિ નક્કી વાત વિના, રહે અંતરે અતિ ઉતાપ । ઉર વિકાર વિરમ્યા વિના, નવ મનાય આપ નિષ્પાપ ।।૨।। દાસપણામાં જે દોષછે, તે દૃગ આગળ દેખે વળી । માટે મોટપ્ય માને નહિ, સમઝેછે રીત એ સઘળી ।।૩।। ખોટ્ય મોટી એ ખોવા સારૂં, કરે ભક્તિ હરિની ભાવે ભરી । જાણે ભક્તિ વિના ભાગશે નહિ, ખોટ એહ ખરાખરી ।।૪।। માટે અતિ આગ્રહ કરી, હરિભક્તિ કરે ભરપૂર । ભક્તિમાં જેથી દ ભંગ પડે, તેથી રહે સદા દૂર ।।૫।। જાણે જે ઉદ્યમે જન્મોજન્મનું,  ારિદ્રય દૂર થાય । તે ઉદ્યમની આડી કરે, તેથી વેરી કોણ કે’વાય ।।૬।। તેમ ભક્તિથકી ભવદુઃખ ભાગે, જાગે ભાગ્ય મોટું જાણવું । તે વિમુખની વાત સાંભળી, અંગે આળસ નવ આણવું ।।૭।। જેમ સહુસહુને સ્વારથે, સાચું રળેછે સરવે । તેમ હરિભક્તને, કસર ન રાખવી ભક્તિ કરવે ।।૮।। મોટી કમાણી જાણી જન, તન મને રે’વું તતપર । બની વાત જાય બગડી, જો ચૂકિયે આ અવસર ।।૯।। જે તકે જે કામ નિપજે, તે વણ તકે નવ થાય । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, એ પણ સમઝવું મનમાંય ।।૧૦।। કડવું ।।૩૬।। read more
0 Views : 138

ભક્તિનિધિ પદ:-૦૯

રાગ:– પરજ સંતો મનમાં સમઝવા માટરે, કેદિ મેલવી નહિ એ વાટરે; સંતો૦ ।। જોઇ જોઇને જોયુંછે સર્વે, વિવિધ ભાતે વિરાટ । ભક્તિ વિના ભવ ઉદભવનો, અળગો ન થાય ઉચ્ચાટરે; સંતો૦ ।।૧।। તપ કરીને ત્રિલોકીનું કોય, પામે રૂડું રાજપાટ । અવધિયે અવશ્ય અખંડ ન રહે, તો શી થઇ એમાં ખાટ્યરે; સંતો૦ ।।૨।। માટે ભક્તિ ભવભય હરણી, કરવી તે શીશને સાટ । તેહ વિના તને મને તપાસું, વાત ન બેઠી ઘાટરે; સંતો૦ ।।૩।। ભક્તિથી કાયા જાણે છૈયે ડાહ્યા, એવું ડાહ્યાપણું પરૂં ડાટ । નિષ્કુલાનંદ કે’ ભક્તિ કરતાં, ઉઘડે અભય પદ હાટરે; સંતો૦ ।।૪।। પદ ।।૯।। read more
0 Views : 113

ભક્તિનિધિ કડવું:- ૩૭

રાગ:- ધન્યાસરી ભક્તિ કરી હરિનાં સેવવાં ચરણજી, મનમાં માની મોટા સુખનાં કરણજી । તન મન ત્રિવિધ તાપનાં હરણજી, એવાં જાણી જન સદા રહે શરણજી ।।૧।। રાગ :- ઢાળ શરણે રહે સેવક થઇ, કેદિ અંતરે ન કરે અભાવ। જેમ વાયસ વાહણતણો, તેને નહિ આધાર વિના નાવ ।।૨।। તેમ હરિજનને હરિચરણ વિના, નથી અન્ય બીજો આધાર । તે મૂકી ન શકે તને મને, જાણી ભારે સુખભંડાર ।।૩।। જેમ પતિવ્રતા હોય પ્રમદા, તે પતિ વિના પુરૂષ પેખે નહિ । બીજા સોસો ગુણે કોઇ હોય સારા, તોય દોષિત જાણી દેખે નહિ ।।૪।। તેમ ભક્ત ભગવાનના, પતિવ્રતાને પ્રમાણ। પ્રભુ વિના બીજું ન ભજે ભૂલ્યે, તે સાચા સંત સુજાણ ।।૫।। જેમ બપૈયો બીજું બુંદ ન બોટે, સ્વાતિ વિના સુધાસમ હોય । પિયુપિયુ કરી પ્રાણ પરહરે, પણ પિયે નહિ અન્ય તોય ।।૬।। તેમ જન જગદીશના, એક નેક ટેકવાળા કે’વાય । સ્વાતિ બિંદુસમ સ્વામીનાં વચન, સુણી ઉતારી લિયે ઉરમાંય ।।૭।। જેમ ચકોરની ચક્ષુ ચંદ્ર વિના, નવ લોભાય ક્યાંહી લગાર । તેમ હરિજન હરિ મૂર્તિ વિના, અવર જાણે અંગાર ।।૮।। એમ અનન્ય ભક્ત ભગવાનના, પ્રભુ વિના બીજે પ્રીતિ નઇ । મન વચન કર્મે કરી, શ્રીહરિના રહ્યા થઇ ।।૯।। એવા ભક્તની ભક્તિ જાણો, વા’લી લાગે વા’લાને મન । નિષ્કુલાનંદ કહે નાથને, એવે જને કર્યા પ્રસન્ન ।।૧૦।। કડવું ।।૩૭।। read more
0 Views : 122

ભક્તિનિધિ કડવું:- ૩૮

રાગ:- ધન્યાસરી પ્રસન્ન કર્યા જેણે પરબ્રહ્મજી, તેને કોઇ વાત ન રહી અગમજી । સર્વે લોક ધામ થયાં સુગમજી, એમ કહેછે આગમ નિગમજી ।।૧।। રાગ :- ઢાળ આગમ નિગમે એમ કહ્યું, રહ્યું નહિ કરવું એને કાંઇ । સર્વે સુખની સંપતિ, આવિ રહી એના ઉરમાંઇ ।।૨।। સર્વે પાર જે પ્રાપતિ, સર્વેને સરે જેહ સુખ । તે પામેછે ભક્ત પ્રભુતણા, ઘણુંઘણું શું કહિયે મુખ ।।૩।। સર્વે ઉપર જે શિરોમણી, સર્વે મસ્તકપર જે મોડ । સહુથી એ સરસ થયા, કોણ કહિયે જાણો એની જોડ ।।૪।। સર્વે કમાણીને સરે કમાણી, સર્વે ખાટ્યને સરે ખાટ્ય । તેહ પામી પૂરણ થયા, તેતો ભક્તિ કરી તેહ માટ્ય ।।૫।। સર્વે કળશ પર કળશ ચઢ્યો, સર્વે જીતપર થઇ જીત । સર્વે સારનું સાર પામિયા, જેને થઇ પ્રભુ સાથે પ્રીત ।।૬।। જેમ મોટારાજાની રાજનિધિ, તે લડ્યે લેશ લેવાય નહિ । પણ જનમી એ જનક કર્યો. ત્યારે સર્વે સંપત્તિ એની થઇ ।।૭।। તેમ સેવક સુત શ્રીહરિતણા, મણા એને કોઇ વાતની નથી । પૂરણ પદનીછે પ્રાપતિ, અતિશય શું કહિયે કથી ।।૮।। જેમ અતિ ઉંચો અંબરે ચઢે, આકાશે વસે જયાં અનળ । એથી ઉંચો તો એક શૂન્ય છે, બીજાં હેઠાં રહ્યાં સકળ ।।૯।। તેમ ભક્તિથકી આબ્રહ્માંડમાં, નથી સરસ જોયું શોધીને, નિષ્કુલાનંદ પદ પરમ પામ્યા, જે અગમ છે મન બુદ્ધિને ।।૧૦।। કડવું ।।૩૮।। read more
0 Views : 128

ભક્તિનિધિ કડવું:- ૩૯

રાગ:- ધન્યાસરી મન બુદ્ધિના માપમાં ના’વેજી, એવું અતિ સુખ હરિભક્તિથી આવેજી । જેહ સુખને શુકજી જેવા ગાવેજી, તે ભક્તિ પ્રભુ પ્રગટની કા’વેજી ।।૧।। રાગ :- ઢાળ ભક્તિ પ્રભુ પ્રગટની, જેજે કરીછે હરિજને । તે તેને પળ પાકીગઇ, સહુ વિચારી જુવો મને ।।૨।। કુબજાએ કટોરો ભરી કરી, ચરચ્યું હરિને અંગે ચંદન । તેણે કરી તન ટેડાઇ ટળી, વળી પામી સુખસદન ।।૩।। સઇ સુદામા માળીનું, સમાપર સરીગયું કામ । તે પ્રગટ પ્રભુને પૂજતાં, પામી ગયા હરિનું ધામ ।।૪।। વિદુર ભાજીને ભોજને, જમાડિયા જગજીવન । તે જમી પ્રભુ પ્રસન્ન થયા, એવું પરોક્ષ શું સાધન ।।૫।। સુદામે ભક્તે શ્રીહરિને, ત્રણ મૂઠી આપિયા તાંદુલ । તેણે દારિદ્ર દૂર ગયું, થયું અતિ સુખ અતુલ ।।૬।। પંચાલિયે પાત્રમાંથી, શોધી જમાડીયા હરિ આપ । તેણે મટ્યું કષ્ટ મોટું અતિ, તેતો પ્રગટને પ્રતાપ ।।૭।। વળી ચીર ચીરીને ચિંથરી, આપી હરિ કરે બાંધવા કાજ । તેણે કરીને દ્રૌપદીની, રૂડી રાખી હરિએ લાજ ।।૮।। એમ પ્રગટના પ્રસંગથી, જેજે સર્યા ં જનનાં કામ । તેવું ન સરે તપાસિયું, મર કરે હૈયે કોઇ હામ ।।૯।। વારેવારે કહ્યો વર્ણવી, અતિ ભારે ભક્તિમાંહી ભાર । નિષ્કુલાનંદ તે ભગતિ, પ્રભુ પ્રગટની નિરધાર ।।૧૦।। કડવું ।।૩૯।। read more
0 Views : 153

ભક્તિનિધિ કડવું:- ૪૦

રાગ:- ધન્યાસરી પ્રગટ પ્રભુની ભક્તિ વખાણીજી, અતિશય મોટપ્ય ઉરમાંયે આણીજી । સહુથી સરસ શિરોમણી જાણીજી, એહ ભક્તિથી તર્યા કૈક પ્રાણીજી ।।૧।। રાગ :- ઢાળ પ્રાણીને પરમ પદ પામવા, ભક્તિ હરિની છે ભલી । સર્વેથકી સરસ સારૂં, કરી દિયે કામ એ એકલી ।।૨।। ેમ ત ટાળવા રાત્યનું, ઉગે ઉડુ આકાશે અનેક । પણ રવિ વિનાની રજની, કહો કાઢી શકે કોણ છેક ।।૩।। તેમ ભક્તિ ભગવાનની, સમઝો સૂરજ સમાન । અતિ અંધારૂં અહંતાતણું, તે ભક્તિથી ટળે નિદાન ।।૪।। નમ્રતા ને જે નમવું, દમવું દેહ મન પ્રાણને । તે ભક્તિ વિના ભાવે નહિ, ભાવે હમેશ થાવું હેરાણને ।।૫।। દુર્બળતા ને દીન રે’વું,  રીબને ગરજુ ઘણું । તે ભક્તિ વિના નવ ભાળિયે, જો જોએ પર પોતાપણું ।।૬।। ભક્તિ વિના ભારે ભારનો, માથે રહી જાય મોટલો । જાણું કમાણી કાઢશું, ત્યાંતો ઉલટો વળ્યો ઓટલો ।।૭।। જેમ ચોબો છબો થાવા ચાલિયો, દશો ચાલ્યો વિશો થાવા વળી । તે નિસર્યો મૂળગી નાતથી, રહ્યો ભટકતો નવ શક્યો ભળી ।।૮।। તેમ ભક્તિ હરિની ભાગ ન આવી, આવી ભેખ લઇ ભૂંડાઇ ભાગ । અતિ ઉલટું અવળું થયું, થયો મૂળગો નર મરી નાગ ।।૯।। તેમ ભક્તિ ન કરી ભગવાનની, કરી ભૂંડાઇ તે ભરપૂર । નિષ્કુલાનંદ એ નરને, થયું જયાન જાણો જરૂર ।।૧૦।। કડવું ।।૪૦।। read more
0 Views : 134
Powered By Indic IME