Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

ભક્તિનિધિ કડવું:- ૧પ

રાગ:- ધન્યાસરી પ્રગટની ભક્તિ સારમાં સારજી, એમાં સંશય મા કરશો લગારજી । પ્રગટને ભજી પામ્યા કંઇ ભવ પારજી, ખગ મૃગ જાતિ નર ને નારજી ।।૧।। રાગ :- ઢાળ નર નારી અપાર ઉદ્ધર્યાં, પ્રભુ પ્રગટને પામી વળી । તેહના જેવી પ્રાપતિ, નથી કેની જો સાંભળી ।।૨।। જેની સાથે જમ્યા રમ્યા જીવન, પુરૂષોત્તમ પ્રાણ આધાર । હળ્યા મળ્યા અઢળ ઢળ્યા, કહો કોણ આવે એની હાર ।।૩।। જે દર્શ સ્પર્શ પરબ્રહ્મનો, નિત્યપ્રત્યે પામ્યાં નરનાર । સદા સર્વદા સંગ રહી, આપ્યાં હરિએ સુખ અપાર ।।૪।। એવું વ્રજવાસીનું સુખ સાંભળી, શિવજીને થયો મને શોચ । કહ્યું પામત જન્મ પશુપાળનો, તો રે’ત નહિ કાંએ પોચ ।।૫।। એવી એ પ્રગટ ભક્તિનો, શંભુએ કર્યો સત્કાર । બ્રહ્માને જે ભાગ ન આવી, તે પામિયા વ્રજના રે’નાર ।।૬।। અજ અતિ દીન મીન થયો, પામવા પ્રસાદીકાજ । તે પામ્યાં ગોપી ગોવાળ બાળ, જે સોણે ન પામ્યો સુરરાજ ।।૭।। વાલ્મિકે વખાણ્યા વાનરને, વ્યાસે વખાણિયા પશુપાળ । તે પ્રગટ ભક્તિ પ્રતાપથી, વાધિયો જશ વિશાળ ।।૮।। સહુ પ્રગટ સેવી સુખ પામિયા, તમે સાંભળજો સુજાણ મળી । ડાહ્યા સાણા રહ્યા દેખતા, સુખ પામ્યા વ્રજવાસી વળી ।।૯।। એમ પ્રગટ ભક્તિ સહુ ઉપરે, એથી ઉપરાંત નથી કાંઇ । નિષ્કુલાનંદનિશ્ચે વારતા, સૌને સમઝવી મનમાંઇ ।।૧૦।। કડવું ।।૧૫।। read more
0 Views : 181

ભક્તિનિધિ કડવું:- ૧૬

રાગ:- ધન્યાસરી ઉરમાંહિ કરવો એમ વિવેકજી, પ્રગટની ભક્તિ સહુથી વિષેકજી। એહને સમાન નહિ કોઇ એકજી, તે તકે મળે તો ન ભૂલવું નેકજી ।।૧।। રાગ :- ઢાળ તે તકે મળે તો નવ ભૂલવું, સમો જોઇ રે’વું સાવધાન । તેમાં યોગ્ય અયોગ્ય જોવું નહિ, રાજી કરવા શ્રીભગવાન ।।૨।। ધર્મ વિચારીનેધનંજયે, યુદ્ધ કરવું નો’તું જરૂર । પણ જાણી મરજી જગદીશની, ત્યારે ભારત કર્યો ભરપૂર ।।૩।। તેમાં કુળ કુટુંબી સગા સંબન્ધી, સહુનો તેકર્યો સંહાર । ન ગણ્યા વળી ગુરુ ગોત્રને, સહુને પમાડ્યા પાર ।।૪।। એવું અણઘટતું કામ કર્યું, તેમાં ગયા કંઇકના પ્રાણ । તોય કુરાજી કૃષ્ણ નવ થયા, સામું કર્યા પાર્થના વખાણ ।।૫।। એ સમે એમ ગમતું હતું, તેણે પ્રભુ થયા રળિયાત । શુભાશુભનું ક્યાં રહ્યું, સહુ જુવો વિચારી વાત ।।૬।। એમ પ્રભુ પ્રગટને, જેહ સમે ગમે જાણો જેમ । તેમ કરવું કર જોડીને, નવ ચડવું બીજે વે’મ ।।૭।। વળી પ્રિયવ્રતે પ્રભુ પ્રસન્ન કરવા,નિવૃત્તિ મુકીને પ્રવૃત્તિ ગ્રહિ । તેહ જેવા આ જક્તમાં, બીજા બહુ ગણાણાનહિ ।।૮।। માટે જે ગમે પ્રભુ પ્રગટને, તેમ જનને કરવું જરૂર । તેમાં હાણ્ય વૃદ્ધિ હાર જીતનો, હર્ષ શોક ન આણવો ઉર ।।૯।। નિઃસંશય ને નર ઉત્થાને, કરવી હરિની ભગતિ । નિષ્કુલાનદ એ વારતા, મને માનજો છે મોટી અતિ ।।૧૦।। કડવું ।।૧૬।। read more
0 Views : 191

ભક્તિનિધિ પદ:-૦૪

રાગ:- આશાવરી સંતો સમે સેવી લિયો સ્વામી, જેને ભજતાં રહે નહિ ખામીરે; સંતો૦ । ટેક- મટે ખોટ્ય મોટી માથેથી, કોટિક ટળીયે કામી । પૂરણ બ્રહ્મ પ્રભુ મળે પોતે, ધામ અનંતના ધામીરે; સંતો૦ ।।૧।। જે પ્રભુ અગમ નિગમે કહ્યા, રહ્યા આગે કરભામી । તે પ્રભુ આજ પ્રગટ થયા છે, જે સર્વે નામના નામીરે; સંતો૦ ।।૨।। અણુ એક એથી નથી અજાણ્યું, જાણો એ છે અંતરજામી । તેને તજીને જે ભજે બીજાને, તેતો કે’વાયે લુણ હરામીરે; સંતો૦ ।।૩।। જેનાં દર્શ સ્પર્શ કરે પ્રાણી,તેનાં પાપ જાયે વામી । નિષ્કુલાનંદ કે’ આનંદ ઉપજે, પૂરણ પુરૂષોત્તમ પામીરે; સંતો૦ ।।૪।। પદ ।।૪।। read more
0 Views : 196

ભક્તિનિધિ કડવું:- ૧૭

રાગ:- ધન્યાસરી પૂરણ પુરૂષોત્તમ પામીયે જયારેજી, તન મનમાંહિ તપાસિયે ત્યારેજી। આવો અવસર ન આવે ક્યારેજી, એમ વિચારવું વારમવારેજી ।।૧।। રાગ :- ઢાળ વારમવાર વિચારવું, ૨વણસવા ન દેવી વળી વાત । સમો જોઇને સેવકને, હરિ કરવા રાજી રળિયાત ।।૨।। અવળાઇને અળગી કરી, સદા સવળું વર્તવું સંત । અવળાઇયે દુઃખ ઉપજે, વળી રાજી ન થાય ભગવંત ।।૩।। જેમ ભૂપના ભૃત્ય ભેળા થઇ, સમા વિના કરે સેવકાઇ । જોઇ એવા જાલમ જનને, રાજા રાજી ન થાયે કાંઇ ।।૪।। જયાં જોઇએ ભલુ ભાગવું, ત્યાં સામો થાય શૂરવીર । જયાં જોઇએ થાવું ઉતાવળું, ત્યાં ધરી રહે ધીર ।।૫।। જયાં જોઇએ હારવું, ત્યાં કરે હઠાડવા હોડ । જયાં જોઇએ નમવું, ત્યાં કરે નમાડવા કોડ ।।૬।। જયાં જોઇએ જાગવું, ત્યાં સૂવે સોડ તાણીને । જયાં જોઇએ બોલવું, ત્યાં બંધ કરેછે વાણીને।।૭।। જયાં ન જોઇએ બોલવું, ત્યાં બોલેછે થઇ બેવકૂબ । જયાં જોઇએવસવું, ત્યાંથી ખશી જાયછે ખૂબ ।।૮।। એવી ભક્તિ જો આવડી, જેમાં રાજી ન થાય રામ । કરવાનું તે કરે નહિ, કરે ન કરવાનું કામ ।।૯।। એવોવકને શ્રીહરિ, પાસળથી પરા કરે । નિષ્કુલાનંદ એ નરને, સેવતાં સુખશું આવ્યું સરે ।।૧૦।। કડવું ।।૧૭।। read more
0 Views : 150

ભક્તિનિધિ કડવું:- ૧૮

રાગ:- ધન્યાસરી પ્રગટ પ્રભુની જેને ભક્તિ ન આવડીજી, તેને તો ભૂલ્ય આવે ઘડી ઘડીજી । માગે જો મોળ્ય તો લાવે મોજડીજી, એવી અવળાઇની ટેવ જેને પડીજી ।।૧।। રાગ :- ઢાળ ટેવ પડી અવડાઇની, સવળું કરતાં સુઝે નહિ । એવા ભક્તની ભગતિ, સુખદાયક નો’યે સહિ ।।૨।। પાણી માગે તો આપે પથરો, અન્ન માગે તો આપે અંગાર । વસ્ત્ર માગે તો આપે વાલણો, એવી અવડાઇનો કરનાર ।।૩।। આવ્ય કહે ત્યાં આવે નહિ, જા કહે ત્યાં ન જવાય । એવા ભક્તની ભગતિ, અતિ અવળી કે’વાય ।।૪।। બેસ્ય કહે ત્યાં બેસે નહિ, ઉભો રહે કહે ત્યાં દિયે દોટ । એવા સેવક જે શ્યામના, તે પામે નહિ કેદી મોટ ।।૫।। વારે ત્યાં વળગે જઇ, વળગાડે ત્યાં નવ વળગાય । એવા ભક્ત ભગવાનથી, સુખ ન પામે કહું કાંય ।।૬।। જયાંરાખે ત્યાં નવ રહી શકે, નવ રાખે ત્યાં રે’વાય । ગ્રહે કહે તો ગ્રહી નવશકે, મુક્ય કહે તો નવ મુકાય ।।૭।। એવા અનાડી નરને, મર મળ્યા છે પ્રભુ પ્રગટ । પણ આઝો આવે કેમ એહનો, જે ઘેલી રાખશે ઘટે પટ ।।૮।। વળી ૩બા’વરીને કહે બાળીશમાં, ઘણી જતન રાખજે ઘરની ।તેણે મેલી અગ્નિ મોભથી, નવ માની શીખામણ નરની ।।૯।। એવી અવળાઇ આદરી, કોઇ ભક્ત કરે ભક્તાઇ । નિષ્કુલાનંદ એ નરને, નવ થાય કમાણી કાંઇ ।।૧૦।। કડવું ।।૧૮।। read more
0 Views : 165

ભક્તિનિધિ કડવું:- ૧૯

રાગ:- ધન્યાસરી કમાણી કહો ક્યાં થકી થાયજી, નરે ન કર્યો કોઇ એવો ઉપાયજી। જેજે કર્યું તે ભર્યું દુઃખમાંયજી, તે કેમ કરી કરે સેવામાં સા’યજી ।।૧।। રાગ :- ઢાળ સા’ય ન થાય ભુંડપની ભક્તિએ, કોઇ કરે જો કોટી ઘણી । પરિચર્યા પામર નરની, તે સર્વે સામગ્રી સંકટતણી ।।૨।। ઉનાળે પે’રાવે ઉનનાં અંબર, ગરમ ઓઢાડે વળી ગોદડું । સમીપે કરી લાવે સગડી, કહો એથી અવળું શું વડું ? ।।૩।। વળી પે’રાવે ગરમ પોશાગને, જમાડે ગરમ ભોજન । પાય પાણી ઉનું આણી, કહે પ્રભુ થાઓ પ્રસન્ન ।।૪।। જાવંત્રી કસ્તુરી ગરમ લાવી, આપે ઉનાળે એવો મુખવાસ । એવી સેવા કરે વણ સમઝે, તે શત્રુ સરિખો દાસ ।।૫।। ચોમાસે ચલાવે કીચવચ્ચે, જેમાં સૂળ્યોના હોય સમોહ । એવા દાસ દુશ્મન જેવા, જે કરાવે ધણીને કોહ ।।૬।। શિયાળે શીતળ જળ લઇ, નવરાવે કરીને નીરાંત । પછી ઓઢાડે પલળેલી પાંબડી, નાખે પવન ખરી કરી ખાંત ।।૭।। વળી ચર્ચે ચંદન મળિયાગરી, કંઠે પે’રાવે ભિંજેલ હાર । પ્રસન્ન કરે કેમ પ્રગટ પ્રભુને, એવી સેવાના કરનાર ।।૮।। સવળી સામગ્રી શોધતાં, અવલોકે ન મળે એક । અણ સમઝણે એવી સેવા, કરવી નહિ સેવક ।।૯।। જો આવડે તો જોઇ સમયે, સેવા કરવી સુજાણ । નિષ્કુલાનંદ નરનાથ છે, નથી પ્રભુમૂર્તિ પાષાણ ।।૧૦।। કડવું ।।૧૯।। read more
0 Views : 161

ભક્તિનિધિ કડવું:- ર૦

રાગ:- ધન્યાસરી પાષાણમૂર્તિ પૂજેછે જનજી, તેપણ સમયે જોઇ કરે સેવનજી । સમય વિના સેવા ન કરે કોઇ દનજી, જાણે એમ પ્રભુ ન થાય પ્રસન્નજી ।।૧।। રાગ :- ઢાળ પ્રસન્ન કરવા પ્રભુને, સમો જોઇને કરેછે સેવ । વણ સમાની સામગ્રીએ, પૂજે નહિ પ્રતિમા દેવ ।।૨।। પરોક્ષને પણ પ્રીતે કરી, સમો જોઇ પૂજેછે સેવક । ત્યારે પ્રભુ પ્રગટને પૂજતાં, જોઇયે વિધેવિધ વિવેક।।૩।। સમે દાતણ સમે મર્દન, સમો જોઇને લાવીયે નીર । સમે ચંદન ચરચિયે, સુંદર શ્યામને શરીર ।।૪।। સમે વસન સમે ભૂષન, સમે સજાવવા સણગાર । સમો જોઇ પૂજા કરવી, સમે પે’રાવવા હાર ।।૫।। સમે ભોજન સમે શયન, સમે પોઢાડિ ચાંપિયે પાય । સમા વિના સેવકને, સેવા ન કરવી કાંય ।।૬।। સમે સામું જોઇ રહી, જોવી કર નયણની સાન। તત્પર થઇ તેમ કરવું, રે’વું સમાપર સાવધાન ।।૭।। સમે દર્શન સમે પરશન, પૂછવાં તે પ્રેમે કરી । સમે ઉત્તર સાંભળી, તેમ કરવું ભાવે ભરી ।।૮।। સમો જોઇ સેવકને, રે’વું હાથ જોડીને હજૂર । સમા વિનાની જે વારતા, તેથી દાસને રે’વું દૂર ।।૯।। જે સમે જેવું ગમ્યું હરિને, તેવું કરવું કર જોડીને । નિષ્કુલાનંદ કે’ ન ભૂલવું, કરવું કારજ મન માન મોડીને ।।૧૦।। કડવું ।।૨૦।। read more
0 Views : 137

ભક્તિનિધિ પદ:-૦પ

રાગ:- બિહાગડો સરલ વરતવે છે સારૂંરે મનવા સરલ, માની એટલું વચન મારૂંરે મનવા૦ ટેક – મન કર્મ વચને માનનેરે મેલી, કાઢ્ય અભિમાન બા’રૂં । હાથ જોડી હાજીહાજી કરતાં, કેદી ન બગડે તે તારૂંરે; મનવા૦ ।।૧।। આકડ નર લાકડ સૂકાસમ, એને વળવા ઉધારૂં । તેને તાપ આપી અતિ તીખો, સમું કરેછે સુતારૂંરે; મનવા૦ ।।૨।। આંકડો વાંકડો વિંછીના સરખો, એવો ન રાખવો વારૂં । દેખી દૃગે કોઇ દયા ન આણે, પડે માથામાં પેજારૂંરે; મનવા૦ ।।૩।। હેતનાં વચન ધારી લૈયે હૈયે, શું કહિયે વાતો હજારૂં । નિષ્કુલાનંદ નિજકારજ કરવા, રાખિયે નહિ અંધારૂંરે; મનવા૦ ।।૪।। પદ ।।૫।। read more
0 Views : 162
Powered By Indic IME