Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

ભક્તિનિધિ કડવું:- ર૮

 રાગ:- ધન્યાસરી કરવું હતું તે કરી લીધું કામજી, ભક્તિ કરી રીઝવ્યા ઘનશ્યામજી । જે ઘનશ્યામ ઘણા સુખના ધામજી, તેને પામવા હતી હૈયે હામજી ।।૧।। રાગ :- ઢાળ હામ હતી હૈયે ઘણી, પ્રભુ પ્રગટ મળવા કાજ । આ દેહે કરી જે દીનબંધુ, જાણું ક્યાંથી મળે મહારાજ ।।૨।। આ નેણે નિરખીયે નાથને, મુખોમુખ કરીયે વાત । આવે અવસર એવો ક્યાંથકી, જે પ્રભુ મળે સાક્ષાત ।।૩।। અંગોઅંગ એને મળવું, તેતો મહા મોઘોંછે મેલાપ । નો’તો ભરોંસો ભિંતરે, જે મળશે અલબેલો આપ ।।૪।। જમવું રમવું જોડે બેસવું, એવો ક્યાંથકી પામીયે પ્રસંગ । મોટામોટાને મુશકેલ મળવો, સુણી સદા રે’તા મનભંગ ।।૫।। સર્વે પ્રકારે સાક્ષાત સંબન્ધ, જેનો અતિ અગમ અગાધ્ય । તેહ મળે કેમ મનુષ્યને, જે દેવને પણ દુરારાધ્ય ।।૬।। તેહ પ્રભુજી પ્રસન્ન થઇ, નરતન ધરી મળ્યા નાથ । તેણે સર્વે રીતે સુખ આપિયાં, થાપિયાં સહુથી સનાથ ।।૭।। હળી મળી અઢળ ઢળીને, આપી ભક્તિ આપણી । તેહ ભક્તિને ભવ બ્રહ્માયે, માગી મગન થઇ ઘણી ।।૮।। ક્તિમાં છે ભાર ભારે, તે જેને તેને જડતી નથી । પુણ્યવાન કોઇ  પામશે, વારેવારે શું કહીયે કથી ।।૯।। પ્રગટની પરિચરિયા, છે માનવીઓને મોંઘી ઘણી । નિષ્કુલાનંદ એ નૌત્તમ નિધિ, સૌ સમઝો છે સુખતણી ।।૧૦।। કડવું ।।૨૮।। read more
0 Views : 109

ભક્તિનિધિ પદ:-૦૭

રાગ:- બિહાગડો ભક્તિનિધિનો ભંડારરે સંતો ભક્તિ, તેને શું કહું હું વારમવારરે; સંતો૦ । ભક્તિ કરીને કંઇ સુખ પામ્યા, નર અમર અપાર । સુર નર મુનિજન સૌ કોઇ મનમાં, સમજયા ભક્તિમાં સારરે; સંતો૦ ।।૧।। ઋષિ તપસી વનવાસી ઉદાસી, ભાળે ભક્તિમાં ભાર । જાણે સેવા કેમ મળે હરિની, અંતરે એવો વિચારરે; સંતો૦ ।।૨।। આદિ અંતે મધ્યે મોટપ્ય પામ્યા, તેતો ભક્તિ થકી નિરધાર । ભક્તિ વિના ભટકણ ન ટળે, ભમવાનું ભવ મોઝારરે; સંતો૦ ।।૩।। તેહ ભક્તિ પ્રગટની પ્રીછજો, અતિ અનુપ ઉદાર । નિષ્કુલાનંદ નકી એ વારતા, તેમાં નહિ ફેરફારરે; સંતો૦ ।।૪।। પદ ।।૭।। read more
0 Views : 172

ભક્તિનિધિ કડવું:- ર૯

રાગ:- ધન્યાસરી ફેર નથી રતિ ભક્તિછે રૂડીજી, દોયલા દિવસની માનજો એ મુડીજી । એ છે સત્યવાત નથી કાંઇ કુડીજી, ભવજળ તરવા હરિભક્તિ છે  હુડીજી ।।૧।। રાગ :- ઢાળ હુડી છે હરિની ભગતિ, ભવજળ તરવા કાજ । અપાર સંસાર સમુદ્રમાં, જબર જાણો એ ઝાજ ।।૨।। સોસો ઉપાય સિંધુ તરવા, કરી જુવે જગે જન કોય । વહાણ વિનાનાં વિલખાં, સમઝી લેવાં જન સોય ।।૩।। તેમ ભક્તિ વિના ભવદુઃખનો, આવે નહિ કેદિયે અંત । માટે ભક્તિ ભજાવવી, સમઝી વિચારીને સંત ।।૪।। ખાધા વિના જેમ ભૂખ ન ભાંગે, તૃષા વીતે નહિ વણ તોય । તેમ ભક્તિ વિના ભવદુઃખ જાવા, નથી ઉપાય કહું કોય ।।૫।। જગજીવન વિના જેમ નગ ન ભીંજે, રવિ વિના ટળે નહિ રાત । તેમ ભક્તિ વિના ભારે સુખ મળે, એવી રખે કરો કોઇ વાત ।।૬।। જેમ પ્રાણધારીના પ્રાણને, જાણો આહારતણોછે આધાર । તેમ ભક્તિ ભગવાનની, સર્વેને સુખ દેનાર ।।૭।। જળચરને જેમ જળ જીવન, વનચરને જીવન વન । તેમ ભક્ત ભગવાનનાને, જાણો ભક્તિ એજ જીવન ।।૮।। જેમ ઝષ ન રહે જળ વિના, રહે કીચે દાદુર કૂર્મ । તેમ ભક્ત ન રહે હરિભક્તિ વિના, રહે ચિત્તે ચિંતવે જે ચર્મ ।।૯।। માટે ભક્તને નવ ભૂલવું, કરવી હરિની ભગતિ । નિષ્કુલાનંદ કહે નિર્ભય થાવા, આદરશું કરવી અતિ ।।૧૦।। કડવું ।।૨૯।। read more
0 Views : 127

ભક્તિનિધિ કડવું:- ૩૦

રાગ:- ધન્યાસરી અતિ આદરશું કરવી ભક્તિજી, તેમાં કાંઇ ફેર ન રાખવો રતિજી । પામવા મોટી પરમ પ્રાપતિજી, માટે રાખવી અડગ એક મતિજી ।।૧।। રાગ :- ઢાળ મતિ અડગ એક રાખવી, પરોક્ષ ભક્તના પ્રમાણ । આસ્તિકપણું ઘણું આણીને, જેણે ભજયા શ્યામ સુજાણ ।।૨।। શાસ્ત્ર થકી જેણે સાંભળ્યા, ભક્તિતણા વળી ભેદ । તેમની તેમ તેણે કરી, ઉર આણી અતિ નિર્વેદ ।।૩।। કેણેક કર કપાવિયા, કેણે મુકાવિયું કરવત । કોઇ વેચાણા શ્વપચ ઘરે, કોઇ પડ્યા ચડી પરવત ।।૪।। કેણેક અસ્થિ આપિયાં,  કેણે આપ્યું આમિષ । કેણેક ઋષિરથ તાણિયો, કેણેક પીધું વળી વિષ ।૫।। કેણેક તજી સર્વે સંપત્તિ, રાજપાટ સુખ સમાજ । અન્ન ધન ધામ ધરણી, મેલી મોહન મળવા કાજ ।।૬।। કોઇક લટક્યા કૂપમધ્યે, કોણેક આપી ખેંચી તનખાલ । કોઇ સૂતા જઇ શૂળિયે, મોટો જાણી મહારાજમાંહિ માલ ।।૭।। કોણેક તપ કઠણ કર્યાં, મેલી આ તન સુખની આશ । હિમત કરી હરિ મળવા, કહિયે ખરા એ હરિના દાસ ।।૮।। પરોક્ષ ભક્ત એ પ્રભુતણા, ઘણા અતિ એ આગ્રહવાન । ત્યારે પ્રગટના ભક્તને, કેમ સમે ન રે’વું સાવધાન ।।૯।। આદિ અંતે વિચારીને, કરી લેવું કામ આપણું । નિષ્કુલાનંદ ન રાખવું, હરિભક્તને ગાફલપણું ।।૧૦।। કડવું ।।૩૦।। read more
0 Views : 133

ભક્તિનિધિ કડવું:- ૩૧

રાગ:- ધન્યાસરી ગાફલપણામાં ગુણ રખે ગણોજી, એહમાંહિ અર્થ બગડે આપણોજી । પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણોજી, ભાગે કેમ ખરખરો એહ ખોટ તણોજી ।।૧।। રાગ :- ઢાળ ખરખરો એહ ખોટતણો, ઘણો થાશે નર નિશ્ચે કરી । જે ગઇ વહી વાત હાથથી, તે પમાય કેમ પાછી ફરી ।।૨।। પગ ન ચાલ્યા પ્રભુ પંથમાં, કરે ન થયું હરિનું કામ । જીભે ન જપ્યા જગદીશને, મુખે ગાયા નહિ ઘનશ્યામ ।।૩।। નયણે ન નિરખ્યા નાથને, શ્રવણે ન સુણી હરિવાત । એ ખોટ્ય ભાગે કેમ જાુવો ખોળી, ચિત્તે ચિંતવી ચોરાશી જાત ।।૪।। પશુ પંખી  ન્નગનાં વળી, આવે તન અનંત । તેણે ભજાય નહિ ભગવાનને, એહ સમઝી લેવો સિદ્ધાંત ।।૫।। માટે મનુષ્ય દેહ જેવા, એવા એકે કોઇ ન કહેવાય । તેહ સારું સમઝી શાણા, નરતનના ગુણ ગાય ।।૬।। એવા દેહને પામીને, પ્રસન્ન ન કર્યા પરબ્રહ્મને । તેને થાશે ઉરે ઓરતો, સમઝી લેજો સહુ મર્મને ।।૭।। આવો સમાજ આવતો નથી, જાુવો ચોરાશી દેહને ચિંતવી । તે તન ખોયું પશુ પાડમાં, કહો વાત શું સમઝયા નવી ।।૮।। મનષ્ય હોય તેને મનમાં, કરવો વિવેક વિચાર । માનવ દેહ મોઘોં ઘણું, નહિ અન્ય દેહને એ હાર ।।૯।। ાટે ભક્તિ ભજાવવી, મન વચન કર્મે કરી । નિષ્કુલાનંદ નર તનનું, નથી થાતું મળવું ફરી ।।૧૦।। કડવું ।।૩૧।। read more
0 Views : 117

ભક્તિનિધિ કડવું:- ૩ર

રાગ:- ધન્યાસરી ફરી ફરી દેહ નવ આવે આવોજી, તે શીદ ખોયે કરી કાવો દાવોજી । સમઝી વિચારી હરિ ભક્તિમાં લાવોજી, અવર સુખનો કરી અભાવોજી ।।૧।। રાગ :- ઢાળ અભાવ કરી અસત્ય સુખનો, સત્ય સુખને સમજી ગ્રહો । અમૂલ્ય આવા અવસરને, ખોઇને ખાટ્યો કોણ કહો ।।૨।। જેમ ચિંતામણી મોંઘી ઘણી, તેણે કાગ કેમ ઉડાડિયે । શેતખાનની સાંકડે, હરિ મંદિરને કેમ પાડિયે ।।૩।। તેમ મનુષ્ય દેહ મોંઘો ઘણો, સર્વે સુખ સંપત્તિનો દેનાર । તે વિષય સુખમાં વાવરી, ખરી કરવી નહિ ખુવાર ।।૪।। જેમ પ્રભુ પ્રસાદિની પાંબડી, ફાડી બગાડી કરે બળોતિયું । એ સમઝણમાં સેલિ પડી, કામધેનુ દોહી પાઇ કૂતિયું ।।૫।। તેમ મનુષ્ય દેહે કરી દાખડો, પોખિયું કુળ કુટુંબને । દાટો પરુ એ ડા’પણને, ખરસાણી સારૂં ખોયો અંબને ।।૬।। જેમ કુંભ ભરી ઘણા ઘી તણો, કોઇ રાખમાં રેડે લઇ । એ અકલમાં ઉઠ્યો અગની, જે ન કરવાનું કર્યું જઇ ।।૭।। તેમ દુર્લભ આ દેહ તેહ, અર્પણ કર્યું અનર્થમાં । કહો કમાણી શું કરી, ખોયો આવો વિગ્રહ વ્યર્થમાં ।।૮।। માટે માહાત્મ્ય જાણી મનુષ્ય તનનું, કરવું સમઝી સવળું કામ । વણ અર્થે ન વણસાડવો, આવો દેહ અતિ ઇનામ ।।૯।। જે રહી ગઇ ખોટ મનુષ્ય દેહે, તે ભાંગ્યાનો ભરુંસો તજો । નિષ્કુલાનંદ નકી ભગતિ, કરીને હરિને ભજો ।।૧૦।। કડવું ।।૩૨।। read more
0 Views : 120

ભક્તિનિધિ પદ:-૦૮

રાગ:- બિહાગડો ભજો ભક્તિ કરી ભગવાનરે સંતો ભજો૦, માનો એટલું હિત વચનરે, સંતો૦ । ટેક- ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે, જાણી લેજો સહુ જન । ભક્તિ વિના ભવદુઃખ ન ભાગે, એ પણ માનવું મનરે; સંતો૦ ।।૧।। ભક્તિ વિના ભટકણ ન ટળે, મર કરે કોટિક જતન । ભક્તિ વિના નિર્ભય નર નહિ, કરે સોસો જો સાધનરે; સંતો૦ ।।૨।। ભક્તિ ભંડાર અપાર સુખનો, નિર્ધનિયાનું એ ધન । જે પામી ન રહે પામવું, એવું એ સુખસદનરે; સંતો૦ ।।૩।। તે ભક્તિ તન માનવે થાયે, નહિ અન્ય તન કરવા સંપન । નિષ્કુલાનંદ કે’ નિરાશ થઇને, કરો હરિસેવનરે; સંતો૦ ।।૪।। પદ।। ૮।। read more
0 Views : 127

ભક્તિનિધિ કડવું:- ૩૩

રાગ:- ધન્યાસરી સેવા ન કરે તે સેવક શાનોજી, થયો હરિદાસ પણ હરામી છાનોજી। એહને ભક્ત રખે કોઇ માનોજી, અંતર પિતળ છે બા’રે ધુસ સોનાનોજી ।।૧।। રાગ :- ઢાળ સોના સરિખો શોભતો, થયો ભક્ત ભવમાંહિ ભલો । લાખો લોક લાગ્યાં પૂજવા, દેખી આટાટોપ ઉપલો ।।૨।। ખાવા પીવાની ખોટ ન રહી, મળે વસ્ત્ર પણ વિધવિધ શું । સારોસારો સહુ કોઇ કહે, પામ્યો આ લોક સુખ પ્રસિદ્ધશું ।।૩।। ભોજન વ્યંજન બહુ ભાતનાં, ઘણાં મળે ગામોગામ । મળ્યું સુખ વણ મહેનતે, જયારે કરી તિલક ધરી  દામ ।।૪।। આડંબર આણી ઉપલ્યો, થયો ભક્ત તે ભરપુર, જાણ્યું કસર કોઇ વાતની, જોતાં રહી નથી જરૂર ।।૫।। એવો બા’રે વેષ બનાવિયો, સારો સાચા સંત સમાન । પણ પાછું વળી નવ પેખિયું, એવું આવી ગયું અજ્ઞાન ।।૬।। જે ભક્તપણું શું ભાળી મુજમાં, ભક્તભક્ત કહેછે ભવમાંઇ । ભક્તપણું નથી ભાસતું, ભાસેછે ઠાઉકી ઠગાઇ ।।૭।। જે સર્વે સુખ શરીરનાં, લઇ લેવાં લોકની પાસથી । ભક્ત જાણી ભોળવાઇ ભોળા, આપે હૈયે હુલાસથી ।।૮।। વળી વા’લી વસ્તુ વિલોકીને, આણી આપે જાણી હરિદાસ । જાણે અરથ એથી સરશે, એવો આણી ઉરે વિશ્વાસ ।।૯।। તે વાત નથી તપાસતો, એવો દિલે દગાદાર છે । નિષ્કુલાનંદ નર કળ કરેછે, પણ સરવાળે શું સારછે ? ।।૧૦।। કડવું ।।૩૩।। read more
0 Views : 123
Powered By Indic IME