Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

વચનવિધિ કડવું:- ૪૮

વળી વચનદ્રોહી મતિમંદજી, પંચવિષયમાંહિ માન્યો છે આનંદજી તે કેમ ટાળશે માથેથી ભવફંદજી, જેણે હરિ વચનમાં માન્યું દુઃખ દ્વન્દ્વજી દ્વંદ્વ દુઃખના વચનદ્રોહીને, હરિવચનમાં રે’તાં વળી ।। અલપ સુખને અરથે, વાત બગાડે છે સઘળી ।। ર ।। જે વચનથી મોટપ્ય મળે, વળી આવે વચનથી સુખ ।। તે સમજયા વિના શઠપણે, વરતે છે વચનથી વિમુખ ।। ૩ ।। જે વચને નર અમર સુખી, અહિ અજ ઈશ અમરેશ ।। જે વચને શશી સૂર્ય સુખી, ગીરા ગજાનન મુકત મુનેશ ।। ૪ ।। એવા વચનને ઉલ્લંઘી, બીજા આગળ કહે છે વાત ।। હું તો આવ્યો હતો ભારે ભીડ્યમાં, પણ ભલી ઊગરિયો એ ઘાત ।। પ ।। ખાવું પીવું ને પે’રવું એહ, મુકાવ્યું હતું મનગમતું ।। એ મોટા દુઃખમાંથી નીસર્યો, હવે મનને રાખશું રમતું ।। ૬ ।। ભલું થયું એહ આડ્ય ભાંગી, હવે મોકળે મને મા’લશું ।। દુઃખ દેખશું જયાં દેહને, તો ત્યાંથી તરત ચાલશું ।। ૭ ।। એવા અભાગી નર અમરને, સુખ નહિ આવે સ્વપ્ને ।। નિષ્કુળાનંદ કહે જો એમ હોય તો, શીદ કરે કોઈ તપને ।। ૮ ।। read more
0 Views : 144

વચનવિધિ પદ:- ૧ર

રાગ-કેદારો:- ‘પ્રાણ મ રહેજો પ્રિતમ વિના’ એ ઢાળ. તપ જેવું વા’લું છે વાલમને, તેવું વા’લું નથી બીજું કાંઈ; વચનમાં રહી ને જે તપ કરે રે, તે તો સુખ પામશે સદાઈ. તપ૦ ।। ૧ ।। નારાયણ વચનથી વિધિએ, આદરિયું તે તપ અનુપ; તેણે કરી રમાપતિ રીઝિયા રે, આપ્યો વર સારો સુખરૂપ. તપ૦ ।। ર ।। શ્વેતદ્વીપમાંહિ મુનિ રહે, નિરન્નમુકત છે જેહનું નામ; અન્ન પાન વિના કરે તપ આકરું રે, રાજી કરવા ઘણું ઘનશ્યામ. તપ૦ ।। ૩ ।। બદ્રિકાશ્રમે બહુ મુનિ રહે, દમે છે કોઈ દેહ ઇન્દ્રય પ્રાણ; સુખ સર્વે તજી શરીરનાં, થઈ રહ્યાં વા’લાના વેચાણ. તપ૦ ।। ૪ ।। એને ન સમજો કોઈ અણસમજુ, તજયાં જેણે શરીરનાં સુખ; પામરને પ્રવીણ ન પ્રીછવા, જે કોઈ રહ્યા હરિથી વિમુખ. તપ૦ ।। પ ।। વચન વિમુખથી જેહ સુખ મળે, તેહ સુખ સર્વે જાજો સમૂળ; નિષ્કુળાનંદ એવું નવ કરો રે, જેમાં આવે દુઃખ અતુળ.તપ૦ ।। ૬ ।। read more
0 Views : 165

વચનવિધિ કડવું:- ૪૯

અતોળ રોળ રહ્યા છે જેમાંજી, શીદને તૈયાર રહો છો તેમાંજી અણુ એક ભાર નથી સુખ એમાંજી, દુઃખ દુઃખ દુઃખ છે દુઃખની સીમાજી સીમા છે સરવે દુઃખની, હરિ વિમુખનો વળી સંગ ।। મહાપ્રભુ મળવાને મારગે, જાણું આડો ઊતર્યો ભોયંગ ।। ર ।। જેમ આવ્યો દિન આનંદનો, ત્યાં મૂવો મોટેરો સુત રે ।। તેમ અવસર આવ્યો હરિભજયાનો, ત્યાં મળ્યો જાણો યમદૂત રે ।। ૩ ।। જેમ ભોજન બહુ રસે ભયાર્ં, કયાર્ં જુગત્યે જમવા જેહ ।। તેમાં પડી મૂઈ માખિયો, કહો કેમ ખવાય તેહ ।। ૪ ।। તેમ મનુષ્ય દેહ મહામોંઘામાંહિ, વચન પડ્યાં વિમુખનાં ।। સુખ ન આવે સ્વપને, એ તો દેનાર છે દુઃખના ।। પ ।। દૈત્ય દાનવ દનુજ  થયા, યક્ષ રાક્ષસ ભૂત પલીત ।। તે સર્વે વિમુખના સંગથી, બીજી મા જાણજો કોઈ રીત ।। ૬ ।। જેવી વચનદ્રોહીથી વાત વણસે, તેવી વણસે નહિ વેરી થકી ।। વેરી કાપે એક કંઠને, આ તો કોટિ કંઠે નથી નકી ।। ૭ ।। એને સંગે એવા દુઃખ મળે, ત્યારે તેનાં તે દુઃખ કેવાં કહિયે ।। નિષ્કુળાનંદ ન કહિયે ઘણું, એ તો મનમાં સમજી લહિયે ।। ૮ ।। read more
0 Views : 144

વચનવિધિ કડવું:- પ૦

વિમુખ તે મરી થાશે વૈતાળજી, ક્ષુધા પિપાસા વધશે વિશાળજી જળાશયે જાતાં રોકશે વરુણ રખવાળજી, ત્યારે સર્વ દુઃખનો મળશે તાળજી તાલ મળશે તે જાણજો, પીવું પડશે પેશાબને ।। તે વિના જળ નહિ મળે, જયારે હરિ લેશે હિશાબને ।। ર ।। ભૂત પલિતને ભોજન કરવા, નથી વિષ્ટા વિના બીજું વળી ।। એવાં સુખ છે વિમુખનાં, લીધાં છે શાસ્ત્રેથી સાંભળી ।। ૩ ।। વ્યોમ  વસુંધરા  વચ્ચમાં, વસવા છે વાયુ ભૂતને ।। ઘાટ  વાટ  ઊજડ  અગારે,  કહ્યું રે’વાનું કપૂતને ।। ૪ ।। ઝાડ પા’ડ નિરજળ દેશે, વસશે વસમા સ્થાનમાં ।। અશુદ્ધ જળ ઉતાર અન્નને, ખાઈ ખુશી રે’શે ખાન પાનમાં ।। પ ।। એવાં દુઃખ ભોગવશે, વચન દ્રોહી વિમુખ જન જો ।। ત્યાં નથી ઉધારો એહનો, તૈયાર છે મુકતા તન જો ।। ૬ ।। હમણાં તો જાણે ખાટ્યા ખરા, વિમુખ થઈ રહ્યાં વેગળા ।। પણ ખાધી મોટી ખોટ્યને, જયારે પ્રજળશે પાપની પળા૯ ।। ૭ ।। આજ તો થયું છે અટપટું, વર્તતાં વા’લાના વચનમાં ।। નિષ્કુળાનંદ કહે પછી વિમુખને, થાશે મૂંઝવણ્ય મનમાં ।। ૮ ।। read more
0 Views : 174

વચનવિધિ કડવું:- પ૧

તે સારુ ડરતા રહે સૌ જન દિન રાતજી, રખે કોય વચન લોપી થાય વાતજી ત્યારે તો જાણવું ઘણી થઈ ઘાતજી, હવે કેમ રે’શે હરિ રળિયાતજી રળિયાત કેમ રહેશે હરિ, ફરી ફરી વિચારે વાતને ।। સુખ સર્વે પરહરે પરાં, જાણી જગજીવન કળિયાતને ।। ર ।। હરિ રાજી કરવા હૈયામાં, મનસુબો બહુ મનને ।। તન ધન સુખ સંપત જાતાં, રાજી કરે ભગવાનને ।। ૩ ।। પ્રસન્ન કરવા મહાપ્રભુને, રહે તનમાં બહુબહુ તાન ।। બીજું જાયે મર બગડી, તેનું જરાય ન માને જયાન ।। ૪ ।। સુખ નર નિરજરનાં,  મર જાયે સમૂળાં સૌ મળી ।। હરિ કુરાજિયે કામ ન આવે, એવી વિચારે વાત વળી ।। પ ।। બીજા રાજી કુરાજિયે કરી, નથી ખાટ્ય ને ખોટ્ય ખરી ।। માટે ગમતું કરવું ગોવિંદનું, બીજાનું મૂકવું પરહરી ।। ૬ ।। તે જ સમજુ સંત શાણા, વળી તે જ બહુ બુદ્ધિવંત ।। તે જ ચતુર પરવીણ ડાહ્યા, જેણે રાજી કર્યા ભગવંત ।। ૭ ।। કરી લીધી એણે સર્વ કમાણી, કેડ્યે ન રાખ્યું કરવું ।। નિષ્કુળાનંદ હરિ રાજિયે, ફરી ન રહ્યું પાછું ફરવું ।। ૮ ।। read more
0 Views : 1294

વચનવિધિ કડવું:- પર

વચનવિધિ આ ગ્રંથ છે રૂડોજી, હરિવિમુખને લાગશે કૂડોજી જેને પેરવો છે પરનરનો ચૂડોજી, તે તો કે’શે આ કવિ કાલૂડોજી કાલુડાઈમાં ગ્રંથ કર્યો, તેમાં વગોવ્યા વિમુખ અતિ ।। દીઠા દુઃખિયા વિમુખને, ત્યારે સનમુખ શી પામ્યા ગતિ ।। ર ।। એમ કહી અભાગિયા, કોઈ વિમુખપણું તજતા નથી ।। વચનદ્રોહીપણું દઢ કરી, હરિ કોઈ ભજતા નથી ।। ૩ ।। હરિ ભજશે જન હરિના, માની મનમાં મોટા સુખને ।। સદા રહેશે સત્સંગમાં, નહિ વસે પાસ વિમુખને ।। ૪ ।। વિમુખથી રહી વેગળા, કરી લેશે પોતાના કામને ।। સાચા સંતની શીખ લઈ, પામશે પ્રભુના ધામને ।। પ ।। જે ધામને શુક સનકાદિક, વખાણે છે વારમવાર ।। તે ધામને પામશે, વામશે સરવે વિકાર ।। ૬ ।। અવશ્ય કરવાનું એ જ છે, તે કરી લેશે કારજ ।। છેલ્લી શિખામણ સાંભળી, તેમાં ફેર નહિ રાખે એક રજ ।। ૭ ।। પૂરણ સુખને પામવા,  એટલું  તો  ધારવું  ઉર ।। નિષ્કુળાનંદ નિશ્ચે કરી, જોઈએ આ વાત જાણવી જરૂર ।। ૮ ।। read more
0 Views : 1285

વચનવિધિ પદ:- ૧૩

રાગ:– ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ એ ઢાળ. જરૂર જાણજો જન જીવમાં, પામવું છે પરમ આનંદ રે; જે રે આનંદ જાય નહિ કહ્યે, સદા સર્વે સુખનું છે કંદ રે…જરૂર૦ ૧ અચળ અખંડ એનું નામ છે, અક્ષર અનંત અનુપ રે; જે એ પામે તે પાછો નવ પડે, એવું છે એ સત્ય સ્વરૂપ રે…જરૂર૦ આવે નહિ એકે જેને ઉપમા, જડે નહિ બીજી જેની જોડ રે; શોધતાં ન મળે સંસારમાં, ત્રિલોકે નહિ તેની તડોવડ રે…જરૂર૦ મહા મોટું સુખ માની મનમાં, મોટા મોટા મૂકી ચાલ્યા રાજ રે; તે તો સુખ મળે છે સે’જમાં, સત્સંગમાંહી રે’તા આજ રે…જરૂર૦ પૂરણ સુખને જયારે પામિયે, ત્યારે ઝાઝી કરવી જતન રે; સદાયે રહિયે એ સાચવતાં, જેમ રાંક સાચવે રતન રે…જરૂર૦ ગાફલપણે જો ઘણું ઘરમાં, જોતાં જોતાં થઈ જાયે જયાન રે; માટે પ્રમાદપણું પરહરી, સદાય રે’વું જો સાવધાન રે…જરૂર૦ લાભ અલભ્યને લઈ કરી, બેઠા છીએ બેપરવાઈ રે; સ્વામી સહજાનંદ સેવતાં, કસર રહી નથી કાંઈ રે…જરૂર૦ સદા રે’વું મનમાં મગન થઈ, કેદિયે ન માનવું કંગાલ રે; નિષ્કુળાનંદ કહે નીલકંઠ મળ્યે, થયાં છીએ નિર્ભય નિયાલ રે…જરૂર૦ દોહા:- આ ગ્રંથ અતિ અનુપમ છે, મુખ દેખાડવા દરપણ ।। પણ હબશી મુખ જોઈ હૈયે, લિયે નહિ લગારે ગુણ ।। ૧ ।। દેખી મુખ દુઃખિયો થઈ, કરે ગ્રંથ મુકુર  પર રોષ ।। જેમ છે તેમ […] read more
0 Views : 1372

ભક્તિનિધિ કડવું:- ૧

સોરઠા પ્રણમું પુરુષોત્તમ, અગમ નિગમ જેને નેતિ કહે । તે શ્રીહરિ થાઓ સુગમ, રમ્યરૂપ સાકાર સહિ ।।૧।। એવા વસો મારે ઉર, દૂર કરવા દોષ દીનબંધુ । તે થાય ભક્તિ ભરપૂર, હજૂર રાખજો હરિ હેત કરી ।।૨।। દોહા ભક્તિ સરસ સહુ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ । ભક્તિ પ્રભુ પ્રગટની, એમ વદેછે ચારે વેદ ।।૩।। પરોક્ષ ભક્ત પામે નહિ, મનમાની મોટી મોજ । શાસ્ત્ર સર્વે શોધીને, ખરી કરી લ્યો ખોજ ।।૪।। રાગ:- ધન્યાસરી શ્રી પુરૂષોત્તમ પૂરણ બ્રહ્મજી, નેતિનેતિ કહી જેને ગાય નિગમજી । અતિ અગાધ જે સહુને અગમજી, તે પ્રભુ થયા આજ સુગમજી ।।૧।। રાગ :- ઢાળ – સુગમ થયા શ્રીહરિ, ધરી નર તનને નાથજી । જીવ બહુ કહું જક્તના જેહ, તેહને કરવા સનાથજી ।।૨।। આપ ઇચ્છાએ આવિયા, કરવા કોટિકોટિનાં કલ્યાણ । દયા દિલમાં આણી દયાળે, તેનાં શું હું કરું વખાણ ।।૩।। લે’રી આવ્યા આજ લે’રમાં, અતિ મે’ર કરી મે’રબાન । અનેક જીવ આશ્રિતને, આપવા અભયદાન ।।૪।। અઢળ ઢળ્યા અલબેલડો, કહું કસર ન રાખી કાંય । કૈક જીવ કૃતાર્થ કીધા, મહાઘોર કળિનીમાંય ।।૫।। ભાગ્યશાળી બ્રહ્મમોહોલનાં, કર્યાં આપે આવી અગણિત । નિર્દોષ કિધાં નરનારને, રખાવી રૂડી રીત ।।૬।। નૌતમ   શક્કો સંસારમાં, આવી નાથે ચલાવિયો નેક । જે સાંભળ્યો નો’તો શ્રવણે, તે વર્તાવ્યો સહુથી વિષેક ।।૭।। પૂરણ પુરૂષોત્તમ પોતે, સરવેશ્વર સર્વના શ્યામ । […] read more
0 Views : 1671
Powered By Indic IME