Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ર૮

એક જણે પ્રશ્ન પૂછ્યું જે,‘ઠેઠ મહારાજ પાસે ને તમારી પાસે કેમ અવાય ?’ ત્યારે સ્વામી કહે જે, ‘મહારાજને પુરુષોત્તમજાણે ને ભગવાનની આજ્ઞા પાળે તો અવાય.’ ।।૨૮।। read more
0 Views : 176

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ર૯

કોઇ ઐશ્વર્યને ભલા થઇને ઇચ્છશો મા, ને જો આવે તો આપણે કઇંક કરી નાખીએ એમ છીએ; માટે એમાં કાંઇ માલ નથી. દેશકાળે સ્થિતિ રાખવી, તે શું? તો દ્રવ્ય ગયુંકે દીકરો દેહ મૂકી ગયો કે ખાવા અન્ન ન મળ્યું તો તેમાં સમજણ કામ આવે છે,તે એક વાણિયે પરદશે માં જઇને કરોડ સોનાનાં રાળ ભેળાં કર્યા ને વહાણ ભરીને આવ્યો. તેણે કાંઠે ઊતરવા પાટિયા ઉપર પગ દીધો કે વહાણ બૂડ્યું ત્યારે વાણિયો કહે ‘અહો !થયું ને માથે.’ પણ પછી કહે ‘જન્મ્યા ત્યારે એ કયાં હતાં ?’તેમજ એક ફકીરને રસ્તામાં ચાલતાં દોરડું મળ્યું, તે તેણે ખંભે નાખ્યું હતું, પણ તે પાછું પડી ગયું. પછી થોડે ચાલ્યો ત્યારે ખબર પડી, ત્યારે કહે જે, ‘કાંઇ નહિ, મુજકું રસા પાયા જ નહોતા’ એમ વિચારીને આનંદમાં રહેવું. વળી, કાકાભાઇના વચનામૃતમાં (પ્રથમ.૭૦) પણ કહ્યું છે જે, “ઘરમાં દશ માણસ હોઇએ ને તે સર્વે મરવાનાં હોય, તેમાંથી એક બચે તો શું થોડાછે ?” માટે એમ સમજવું. ।।૨૯।। read more
0 Views : 179

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૦

અને વરતાલથી પધાર્યાતે દિવસ સ્વામીએ વાત કરી જે, આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ । બોધને નિપુણા આત્મનિષ્ઠાઃ સર્વોપકારિણઃ ।। એવા ચોસઠ લક્ષણ સાધુનાં હોય ત્યારે સાધુ થવાય. તે મહાપ્રલય સુધી ગોપાળાનંદસ્વામી, કૃપાનંદસ્વામી, સ્વરૂપાનંદસ્વામી ને મુકતાનંદસ્વામી જેવા સાધુનો અહોરાત્રી-નિરંતર સમાગમ કરે, ત્યારે પૂરો સાધુ થવાય. ને સાધુતા વગર સુખ આવે નહિ ને આત્યંતિક મોક્ષ પણ થાય નહિ. તે જેટલી કસર રહેશે તેટલી કસર ટાળવી પડશે. ।।૩૦।। read more
0 Views : 198

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૧

વિધાત્રાનંદસ્વામી વાળી પત્રી વંચાવીને બોલ્યા જે,‘આ વાત યથાર્થ જાણ્યા પછી કાંઇ કરવું બાકી રહે નહિ. આ પત્રી ઉપર અચિંત્યાનંદબ્રહ્મચારી પાસે ગ્રંથ આખો કરાવ્યો છે. તેમાં સંપૂર્ણ વાત આવી ગઇ છે. અહો ! હમણાં ઘણી પ્રાપ્તિ છે,આવા સાધુ તો ભગવાન જેવા કહેવાય,‘પોતાનાં વખાણ પોતાને ન કરવાં’ એમ શિક્ષાપત્રીમાં કહ્યું છે; પણ કહ્યા વિના સમજાય નહિ. પછી બહુ ખોટ જાશે. ।।૩૧।। read more
0 Views : 171

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩ર

આત્મનિષ્ઠા આવે તેણે કરીને સર્વે વાત થાય. તે ઉપર કહ્યું જે, મરને આતસકા વરસે મહે રે તોય નવ દાઝે મેરા દેહ રે મરને બારે મેધ આવી ઝુમે રે, તોય નવ ભીંજે મેરા રુમે રે. એવી નિષ્ઠા જોઇએ. પ્રથમનું છવ્વીસમું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, આ પણ એક નિર્ગુણભાવને પમાડે એવું છે. ‘ઉધો ! સોઇ સાચે મમ દાસ હે’ આ ચાર કીર્તન પ્રમાણે રહે તો સાચો ભકત કહેવાય. ।।૩૨।। read more
0 Views : 170

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૩

મહારાજે પ્રથમ નિત્યાનંદસ્વામીને પોતાનું પુરુષોત્તમપણું કહેલું; તે જયારે સત્સંગિજીવન ગ્રંથ કર્યો, ત્યારે ઉપાસનાનો પ્રસંગ નાખ્યો, તેમાં શ્રીકૃષ્ણની ઉપમા દેવા માંડી; ત્યારે સ્વામી કહે જે,‘બાદશાહને કાંઇ ચાકરની ઉપમાં દેવાય ? ન દેવાય.’એવી રીતે સાત દિવસ લગી કજિયો ચાલ્યો. ત્યારે મહારાજ કહે જે,‘એમ જ લખાય, તમે શું જાણો ?’ ને કેટલુંક ખીજયા,તોપણ ન માન્યું ને કહ્યું જે, ‘ચરિત્ર મેળવો, જે મહારાજે કર્યા છે તે તેણે કર્યા  છે ?’ એમ કેટલુંક થયું, ને એકલા કાઢ્યા.ને મહારાજ પણ બીજા સાધુ ભેળા ભળી ગયા, તો પણ ન માન્યું.પછી મહારાજે કહ્યું જે, ‘અમારું રહસ્ય આ સાધુ જાણે છે.’એમ કહીને નિત્યાનંદસ્વામીને હાર આપ્યો. અને સ્વપ્નમાં ગોપાળાનંદસ્વામીને મહારાજે કહ્યું જે, ‘જો અમારું પુરુષોત્તમપણું નહિ પ્રવર્તાવો, તો આ ને આ દેહમાં હજાર વર્ષ સુધી રાખશું.’પછી સ્વામી કહે, મને પણ મહારાજે કહ્યું હતું ને ખરડામાંથી પણ જાણ્યું, ને મોર્યથી પણ જાણતા હતા. તે મેં ઉઘાડી વાત સભામાં કરવા માંડી, ત્યારે સાધુ સૌ કહે, ‘તુંને કોણે કહ્યું છે જે તું કહે છે ?’ ત્યારે મેં કહ્યું જે, સ્વામિનારાયણે કહ્યું છે, બીજો કોણ કહેશે ? ને મહારાજે મધ્યના નવમાં વચનામતૃ માં, સાંખ્યાદિકનામાં , તેજના માં ને લોયાના ચાદૈનામાં એ આદિક ઘણાકમાં કહ્યું છે. ।।૩૩।। read more
0 Views : 182

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૪

એક વાર કહે જે,‘અવતાર-અવતારીનો ભેદ કેમ સમજવો ?’ત્યારે એક જણે કહ્યું જે,‘ભવાયો ને વેષ.’ ત્યારે પોતે કહ્યું જે,‘અવતાર-અવતારીનો ભેદ એમ નહિ, રાજા ને રાજાનો ઉમરાવ, તીર ને તીરનો નાખનારો, ને તારા ને ચંદ્રમા, એમ ભેદ જાણવો.’ ।।૩૪।। read more
0 Views : 172

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩પ

વાદી પણ ત્રણ પ્રકારના થાય છે. તેમાં સાધારણ વાદી તો સર્પ પકડાય તો પકડે, ને ફૂલવાદી તો સર્પને પકડવા જાયને ન પકડાય તો ચીંથરે કરીને ચીરી નાખે , ને ગારુડી તો મોટા મણિધર સરખાને પણ પકડીને આગળ નચાવે, એમ ભેદ છે. તેમ આ ગારુડીની પેઠે નચાવે એવા છે. ।।૩૫।। read more
0 Views : 162
Powered By Indic IME