Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ર૦

પછી સ્વામીએ વાત કરી જે, ‘હું જયારે આઠ વર્ષનો હતો,ત્યારે પ્રથમ ગોસાઇની કંઠી બાંધી, તેમાં તો વ્યભિચાર ભાળ્યો.પછી ત્યાંથી પ્રણામીમાં ગયો, તો ત્યાં પણ એનું એ ભાળ્યું. પછી જયારે સત્સંગ મળ્યો, ત્યારે શાંતિ થઇ.’ એમ પોતાને મીષે કરીને બીજા બધાય મતમાં દોષ દેખાડી દીધા. ને પોતે તો સર્વે જાણતા જ હતા. ।।૨૦।। read more
0 Views : 268

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ર૧

અને સર્વે અવતારના કારણ પુરુષોત્તમ સહજાનંદસ્વામી છે, તેની ઉપાસનાએ કરીને તો ઠેઠ અક્ષરધામમાં જાય ને બીજા અવતારની ઉપાસનાએ કરીને તો તેના ધામમા જાય. જેમ હરિવર્ષખંડમાં પ્રહ્લાદ છે, તે વાત ભાગવતમાં કહી છે. જો રામચંદ્રજી જેવા મહારાજને જાણશે તો તે વૈકુંઠમાં જાશે, તેમાં ચાર હાથ તે મહા કૂટ્ય , એમાં શું ? એ તો કાંઇ ઠીક નહિ. ને શ્રીકૃષ્ણ જેવા જાણશે તો ગોલોકમાં જાશે, ત્યાં ગાયો, વાછરડાંને ગોપ-ગોપીઓ છે, તેમાં પણ શું ? માટે કયાંઇ અક્ષરધામનાં જેવું સુખ નથી. તે માટે મહારાજને પુરુષોત્તમ જાણવા તે વચનામૃતમાં પણ કહ્યું છે જે,”જેવો મને જાણશે તેવો હું તેને કરીશ.” તે પુરુષોત્તમ જાણવે કરીને અક્ષરધામમાં પુગાય. તે પાછો નાશ ન થાય ને બીજે તો પ્રકૃતિપુરુષ લગી કાળ ખાઇ જાય છે. ત્યારે એક જણે કહ્યું જે,‘જયાં ભગવાન રાખે ત્યાં રહેવું ને ભગવાનનાં ધામ તો બધાય સરખાં છે અમથાશું કૂટો છો?’ ત્યારે સ્વામી કહે,‘તારા ને ચંદ્રમા તે કાંઇ એક કહેવાય નહિ.’મહારાજે પણ કહ્યું જે,‘અવતાર-અવતારીમાં ભેદ એમ સમજવો જે; રાજા ને રાજાનો ઉમરાવ , તીર ને તીરનો નાખનારો એમ ભેદ છે,’ ઓલ્યો ઉમરાવ ઘણો ભારે હોય ને હુકમ ચલાવે એવો મોટો હોય, તો પણ રાજા પાસે જાય ત્યારે કેટલીક સલામ ભરે ત્યારે બેસાય ને રાજાનો એની ઉપર હુકમ ચાલે છે, એમ છે.’ તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું જે,‘બીજાં […] read more
0 Views : 184

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- રર

વળી કહ્યું જે, “મધ્યના વચનામૃત નવમાં કહ્યું છે જે,‘બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય.’ ને બદરિકાશ્રમ ને શ્વેતદ્વીપ એ તો રાત્રી પ્રલયમાં નાશ થઇ જાય છે, ને ત્યાંના મુકત વૈકુંઠમાં જાય છે, ને બીજા પણ નાશ થાય છે. ને મહારાજે બીજા અવતારનાં જેટલાં તો હરિભકત તથા સાધુ દ્વારે કામ કરાવ્યાં છે ને હજી કરાવે છે; તે સમાધિ તથા કલ્યાણ ઇત્યાદિક મોટાં મોટાં કાર્ય ભકત દ્વારે કર્યા  છે, તે માટે ભગવાન જેવા તો એ છે. અને બીજાએ તો રાસ કરાવ્યા ને આ તોડાવે છે, ને સ્ત્રીનો ને ધનનો ઘાટ પણ નથી થાતો, એવાય કેટલાક છે તે ઉપર પાળાનાં તથા સાધુનાં નામ કહી દેખાડ્યાં, ત્યારે ઓલ્યાથી એ સરસ થયા ને બીજા ભગવાન તો કેવા છે ? તો તેનું દષ્ટાંત દીધું જે, દિલ્હીના બાદશાહનું નામ શેરખાં, તે બીજાથી નામ ન પડે. તે એક ગામનો સિપાઇ નામે શેરખાં દિલ્હી ગયો; તેને બાદશાહે પૂછ્યું જે, ‘કેમ તમારું નામ શેરખાં છે ?’ ત્યારે કહે જે,‘હું તો શેરખાં કેવો ? હું તો નામ માત્રે કરીને શેરખાં છું, તે જેવાં પગરખાં, ચબરખાં ને લબરખાં એવો છું,’ એમ ભેદ છે; એવી રીતે સમજવું તે સમજણ ઠીક છે.એવી સમજણ જો ન હોય તો બહુ કાચ્યપ રહે તે માટે આ શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી છે, તેને જ સર્વોપરી ભગવાન […] read more
0 Views : 176

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ર૩

આત્મા છે તે મહા તેજોમય છે ને આ જે સ્થૂળ, સૂક્ષ્મને કારણ એ ત્રણ દેહ તે થકી જુદો માનીને એમ ધારવું જે,‘હું અક્ષર છું ને મારે વિષે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે સદાય વિરાજમાન છે. ‘તે વિશલ્યકરણીના (અંત્યના ૩૯)વચનામૃતમાં સર્વે વાત છે ને થોડી થોડી વાત તો સર્વે વચનામૃતમાં છે ને કોઇક બાકી હશે. એ આત્માનો મનન દ્વારાએ સંગ કર્યા કરવો જે,‘હું આત્મા છું, અક્ષર છું.’ એમ જો નિરંતર કર્યા કરે તો એ અક્ષરભાવને પામી જાય છે.તે ઉપર દષ્ટાંત દીધું જે, મહારાજે એક ઢેઢનો છોકરો હતો તેને કહ્યું જે,‘તું કોણ છો ?’ ત્યારે તે કહે જે,‘હું ઢેઢ છું.’ તો કહે,‘તું દશ વાર એમ કહે જે, હું આત્મા છું.’ પછી તેણે દશવાર એમ કહ્યું. વળી પૂછ્યું જે,‘તું કોણ છો ?’ તો કહે જે, ‘ઢેઢછું.’ વળી કહે જે, તું સો વાર કહે જે,‘હું આત્મા છું.’ ત્યારે તેણે સો વાર એમ કહ્યું; એટલે પૂછ્યું જે, ‘તું કોણ છો ?’ તો કહે જે,‘ઢેઢ છું.’ ત્યારે મહારાજ કહેઃ “જુઓને દેહ સાથે કેવો જડાઇ ગયો છે !” એમ કહીને કહે જે, જો આત્માનો મનન દ્વારે સંગ કર્યા કરે, તો અક્ષરરૂપ થઇ જાય છે. તે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે જે,‘નિજાત્માનં બ્રહ્મરુપં’ એ શ્લોક બોલ્યા, અને પુરુષોત્તમપત્રીમાં પણ કહ્યું છે જે, “આત્માને અક્ષરરૂપ માને છે તે જ સત્સંગી […] read more
0 Views : 187

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ર૪

એક જણે પ્રશ્ન પૂછ્યું જે, “મોટા સાધુને તો જીવને ભગવાનમાં અખંડ જોડવા છે. પણ કોઇકને અધિક આગ્રહ કરીને જોડે છે, ને કોઇકને તો સાધારણ વાતચીત કરે છે; તે એ જીવને શ્રદ્ધા મંદ છે કે કેમ છે ?” ત્યારે સ્વામી કહે,‘ઓલ્યાને પૂર્વના સંસ્કાર ભારે છે તેથી તેમને અતિ આગ્રહ કરે છે. તે મોટા સંતમાં ભગવાન પ્રેરક થઇને એને કરાવે છે. ને ઓલ્યાને સંસ્કાર પણ થોડા ને શ્રદ્ધા પણ થોડી.’ ત્યારે કહ્યું જે,‘કેમ શ્રદ્ધા વધુ થાય ?’ એટલે સ્વામી કહે,‘એને એમ જણાય જે, મોટા સંતબોલે છે તે કાંઇ માણસ નથી બોલતા. એ તો એમ જાણે જે ઇશ્વર બોલે છે. ને એને વિષે દેવબુદ્ધિ હોય, ને તેની પાછી સેવા-ભકિત કરે ને વિનય કરે તેણે કરીને શ્રદ્ધા થાય છે; પછી ભગવાનમાં જોડાય છે.’ ।।૨૪।। read more
0 Views : 168

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- રપ

અને જીવની ચાર ઘાંટી મેં વિચારી રાખી છે; તેમાં એકતો પુરુષોત્તમ જાણવા, બીજી સાધુ ઓળખવા, ત્રીજી પંચવિષયમાંથી પ્રીતિ ઊખેડવી ને ચોથી આ જીવ અને દેહ એક થઇ ગયાં છે, તેનાથી આત્મા નોખો સમજવો તે એ ચારે ઘાંટી જબરી છે. તેમાં બેનું કામ ભારે છે; એક તો પંચવિષયમાંથી પ્રીતિ ઊખેડવી ને બીજી દેહથી જીવ નોખો જાણવો એ. ।।૨૫।। read more
0 Views : 188

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ર૬

જડભરતને વખાણ્યા કે, અહો ! જડભરતને તરવાર કાઢીને મારવા માંડ્યા પણ બીના નહિ, ને કહ્યું જે,‘પાપ જાશે મારશે તો.’ ને અંબરીષને એથી વધુ વખાણ્યા; એવી જ્યારે આત્મનિષ્ઠાથાય ત્યારે જાણે ઠીક. આ તો વખત આવે ત્યારે સમજણ ચૂંથાઇ જાય છે તે ચૂંથાવા ન દેવી, ને પદાર્થ સારુ ને પુસ્તક સારુ કજિયા કરે છે, પણ એ ઠીક નહીં. ।।૨૬।। read more
0 Views : 210

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ર૭

એમ વાત કરી જે, ભગવાનના અવતાર તો અસંખ્ય છે,પણ આ સમે મહારાજ પ્રગટ થયા તે ભેળા હજાર ભગવાનના અવતાર થયા, ને પોતે તો એક માંહી અવતારી થયા, એમ ચોખ્ખું સમજવું. ।।૨૭।। read more
0 Views : 200
Powered By Indic IME