અમે અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિષે બ્રહ્મરૂપે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુકિત માની છે એમ જાણવું. ।।૧૨૧।। read more
અને આ જે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી ગૃહસ્થ બાઇ ભાઇ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે, કહેતાં સર્વ સત્સંગીમાત્રને સરખા પાળવાના છે. અને હવે એ સર્વે ના જે વિશેષ ધર્મ તેમને પૃથક્ પૃથક પણે કરીને કહીએ છીએ. ।।૧૨૨।। read more
હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ – અમારા મોટાભાઇ અને નાનાભાઇ તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ કયારેય ન કરવો. ।।૧૨૩।। read more
અને વ્યવહારકાર્યને વિષે કેનું પણ જમાનગરૂં ન કરવું અને કોઇ આપત્કાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્કાળને ઉલ્લંઘવો પણ કોઇનું કરજ તો કયારેય ન કરવું. ।।૧૨૫।। read more
અને પોતાના જે શિષ્ય તેમણે ધર્મનિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહિ અને તે અન્ન જુનું થાય તો તે જુનું કોઇકને દઇને નવું લેવું અને એવી રીતે જે જુનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય. ।।૧૨૬।। read more