Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૪

અને શ્રીકૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો અને જીવ, માયા અને ઇશ્વર તેમના સ્વરૂપને જે રૂડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. ।।૧૦૪।। read more
0 Views : 101

શિક્ષાપત્રી શ્લોક – ૧૦પ

અને જે જીવ છે તે હૃદયને વિષે રહ્યો છે ને અણુ સરખો સુક્ષ્મ છે ને ચૈતન્યરૂપ છે ને જાણનારો છે અને પોતાની જ્ઞાન શકિતએ કરીને નખથી શિખાપર્યંત સમગ્ર પોતાના દેહપ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિક છે લક્ષણ જેનાં એવો જીવ છે એમ જાણવો. ।।૧૦૫।। read more
0 Views : 194

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૬

અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે ને અંધકારરૂપ છે ને શ્રીકૃષ્ણ ભગવાનની શકિત છે અને આ જીવને દેહ તથા દેહનાં જે સંબંધી તેમને વિષે અહં મમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી. ।।૧૦૬।। read more
0 Views : 92

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૭

અને જે ઇશ્વર છે તે જે તે જેમ હૃદયને વિષે જીવ રહ્યો છે તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળનાં આપનારા છે એમ ઇશ્વરને જાણવા.  ।૧૦૭।। read more
0 Views : 83

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૮

અને તે ઇશ્વર તે કયા, તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઇશ્વર છે અને તે શ્રીકૃષ્ણ જે તે આપણા ઇષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. ।।૧૦૮।। read more
0 Views : 103

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૯

અને સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે તે રાધિકાજીએ યુકત હોય ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા અને  કિમણીરૂપ જે લક્ષ્મી તેમણે યુકત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. ।।૧૦૯।। read more
0 Views : 84

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૦

અને એ શ્રીકૃષ્ણ જે તે અર્જુને યુકત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્ણ જે તે બળભદ્રાદિકને યોગે કરીને તે તે નામે કહેવાય છે એમ જાણવું. ।।૧૧૦।। read more
0 Views : 83

શિક્ષાપત્રી શ્લોક – ૧૧૧

અને એ જે રાધાદિક ભકત તે જેતે કયારેક તો તે શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને કયારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણ ભગવાનનાં અંગને વિષે રહે છે ત્યારે તો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. ।।૧૧૧।। read more
0 Views : 87
Powered By Indic IME