Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૯૬

અને પોતાનાં હિતને ઇચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ સચ્છાસ્ત્ર જે તે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્છાસ્ત્ર જે તે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. ।।૯૬।। read more
0 Views : 111

શિક્ષાપત્રી શ્લોક – ૯૭

અને તે આઠ સચ્છાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુકત એવી જે યાજ્ઞવલ્કયૠષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું. ।।૯૭।। read more
0 Views : 106

શિક્ષાપત્રી શ્લોક – ૯૮

અને વળી એ આઠ સચ્છાસ્ત્રને વિષે જે શ્રીમદ્ભાગવત પુરાણ તેના દશમ ને પંચમ નામે જે બે સ્કંધ તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. ।।૯૮।। read more
0 Views : 94

શિક્ષાપત્રી શ્લોક – ૯૯

અને દશમસ્કંધ તથા પંચમસ્કંધ તથા યાજ્ઞવલ્કયની સ્મૃતિ એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભકિતશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે. કહેતાં દશમસ્કંધ તે ભકિતશાસ્ત્ર છે અને પંચમસ્કંધ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્કયની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું. ।।૯૯।। read more
0 Views : 117

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૦

અને શ્રી રામાનુજાચાર્યે કર્યું એવું જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવદ્- ગીતાનું ભાષ્ય એ જે બે તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું. ।।૧૦૦।। read more
0 Views : 121

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૧

અને એ સર્વે સચ્છાસ્ત્રને વિષે જે વચન, તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરુપ તથા ધર્મ તથા ભકિત તથા વૈરાગ્ય એ ચારનાં અતિ ઉત્કર્ષપણાને કહેતાં હોય. ।।૧૦૧।। read more
0 Views : 99

શિક્ષાપત્રી શ્લોક – ૧૦ર

તે વચન જે તે બીજાં વચન કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્ણ ભગવાનની ભકિત તે જે તે ધર્મે સહિત જ કરવી એવી રીતે તે સર્વે સચ્છાસ્ત્રનું રહસ્ય છે. ।।૧૦૨।। read more
0 Views : 95

શિક્ષાપત્રી શ્લોક – ૧૦૩

અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો અને શ્રીકૃષ્ણભગવાનને વિષે માહાત્મ્યજ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભકિત જાણવી. ।।૧૦૩।। read more
0 Views : 94
Powered By Indic IME