Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૮૦

અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. કેમ જે,  જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમજ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઇ જાય છે. ।।૮૦।। read more
0 Views : 125

શિક્ષાપત્રી શ્લોક – ૮૧

અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે જે તે જે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા ।।૮૧।। read more
0 Views : 120

શિક્ષાપત્રી શ્લોક – ૮૨

અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રત ને ઉત્સવ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્ણની સેવારીતિ તેનું જ ગ્રહણ કરવું. ।।૮૨।। read more
0 Views : 114

શિક્ષાપત્રી શ્લોક – ૮૩

અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીન જનને વિષે દયાવાન થવું. ।।૮૩।। read more
0 Views : 122

શિક્ષાપત્રી શ્લોક – ૮૪

અને અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ પાંચ દેવ જે તે પૂજયપણે કરીને માનવા. ।।૮૪।। read more
0 Views : 116

શિક્ષાપત્રી શ્લોક – ૮પ

અને જો કયારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણકવચનો જપ કરવો અથવા હનુમાનના મંત્રનો જપ કરવો પણ એ વિના બીજા કોઇ ક્ષુદ્ર દેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. ।।૮૫।। read more
0 Views : 143

શિક્ષાપત્રી શ્લોક – ૮૬

અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઇને શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. ।।૮૬।। read more
0 Views : 115

શિક્ષાપત્રી શ્લોક – ૮૭

અને તે ગ્રહણ મુકાઇ રહ્યા પછી વસ્ત્રે સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. ।।૮૭।। read more
0 Views : 126
Powered By Indic IME