Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – પ૬

અને તે જે આત્મનિવેદી ભકત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાનાં સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયાં જે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. ।।૫૬।। read more
0 Views : 134

શિક્ષાપત્રી શ્લોક – પ૭

અને તે પછી શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું નામકીર્તન કરવું. ।।૫૭।। read more
0 Views : 194

શિક્ષાપત્રી શ્લોક – પ૮

અને પછી શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદિ એવું જે અન્ન તે જમવું અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વ કાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. ।।૫૮।। read more
0 Views : 130

શિક્ષાપત્રી શ્લોક – પ૯

અને નિર્ગુણ કહેતા માયાના જે સત્ત્વાદિક ત્રણ ગુણ તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભકતની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્મનિવેદી ભકત જે તે નિર્ગુણ કહ્યા છે. ।।૫૯।। read more
0 Views : 126

શિક્ષાપત્રી શ્લોક – ૬૦

અને એ જે આત્મનિવેદી ભકત તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ કયારેય ન પીવું  ને પત્ર, કંદ, ફળાદિક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. ।।૬૦।। read more
0 Views : 127

શિક્ષાપત્રી શ્લોક – ૬૧

અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઇ મોટા આપત્કાળે કરીને અસમર્થપણું થઇ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરુપ તે બીજા ભકતને આપીને પોતે પોતાનાં સામર્થ્ય પ્રમાણે વર્તવું. ।।૬૧।। read more
0 Views : 115

શિક્ષાપત્રી શ્લોક – ૬૨

અને જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશનાં જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્યેે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. ।।૬૨।। read more
0 Views : 116

શિક્ષાપત્રી શ્લોક – ૬૩

અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિષે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. ।।૬૩।। read more
0 Views : 97
Powered By Indic IME