Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

સારસિદ્ધિ કડવું:- ૩૮

સાક્ષાતકાર જેને મળિયા છે સ્વામીજી, તેણે કરી અંતરની વેદના વામીજી ભાંગી ગઈ ખોટ રહી નહિ ખામીજી, તે તો પ્રભુ પ્રકટ પ્રમાણને પામીજી પામી પ્રભુ પ્રગટને, જેને ઓછપ ન રહી અંગ નખશિખ નિષ્પાપ છે, પ્રભુ પ્રગટને પ્રસંગ ।। ર ।। શ્રીહરિના શબ્દ સાંભળ્યા, છે એના એ જ બે કાન ।। પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો, છે તેની તે ત્વચા નિદાન ।। ૩ ।। જેણે પ્રગટ રૂપને પેખિયું, છે એનાં એહ બેઉ નેત્ર ।। જેણે વાલ્યમશું વાતો કરી, છે એની એ જીહ્વા પવિત્ર ।। ૪ ।। પ્રગટ પ્રભુને ચડ્યું જે ચંદન, વળી સુગંધી સુમનના હાર ।। તેની વાસ લીધેલ નાસિકા, છે તેમની તેમ નિરધાર ।। પ ।। જે પ્રગટ પ્રભુના પ્રેર્યું થકાં, ચાલ્યાં છે જેહ ચરણ ।। તેના તે બેઉ પાવ છે, એવા સંત જે સુખકરણ ।। ૬ ।। જે કરે કરી હરિ સેવિયા, પાયાં પાણી જમાડ્યાં અન્ન ।। તેના તે બેઉ બાહુ છે, પ્રભુસ્પર્શના જેહ પાવન ।। ૭ ।। એમ અંગોઅંગે અવિનાશને, સ્પર્શી કર્યું છે પવિત્ર ।।તેને તોલે ત્રિલોકમાં, આવે અંગ કેમ ઇત્ર ।। ૮ ।। એવા સંત સંસારમાં, પછી જોતાં પણ જડશે નહિ ।। માટે હળીમળી હેત કરો, તે વિના પાર પડશે નહિ ।। ૯ ।। બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહિ મળે હરિના મળેલ ।। નિષ્કુળાનંદ એવા સંત સંબંધે, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 126

સારસિદ્ધિ કડવું:- ૩૯

એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધજી, જેણે કરી છૂટે ભારી ભવબંધજી માયિક સુખનો નવ રહે ગંધજી, ઊઘડે અનુભવ આંખ્ય ન રહે અંધજી આંખ્ય ઊઘડે અનુભવની, તે તો સાચા સંત જનને સંગે ।। ઊતરે મેલ માયાતણો, ચિત્ત રંગાઈ જાય હરિને રંગે ।। ર ।। તે સંત મળેલ શ્રીહરિના, પ્રભુ પ્રગટના પ્રમાણ ।। જે અર્સપર્સ૨ પામી પૂરણ છે, સહુ સમજી લેજો સુજાણ ।। ૩ ।। જેમ પારસ સ્પર્શે લોહને, તેમાં લોહપણું લેખવું નહિ ।। એ સાંગોપાંગ સુવર્ણ છે, આકારે અન્ય દેખવું નહિ ।। ૪ ।। તેમ જે સંતને સ્પર્શ્યા શ્રીહરિ, તે સંત એ સર્વે શુદ્ધ છે ।। એમાં અન્ય ભાવ આણવો નહિ, એ જ સારી સુબુદ્ધ છે ।। પ ।। જેમ ચંદન વાસે વૃક્ષ બીજાં, ચંદન સરિખાં થાય છે ।। તેમ શ્રીહરિના સંબંધથી, સંત કલ્યાણકારી કે’વાય છે ।। ૬ ।। જેમ જાહ્નવીજળ જળ ગ્રામનું, સ્પર્શીને કરે છે પાવન ।। તેમ પ્રગટ પ્રભુના સ્પર્શથી, જાણો જાહ્નવીરૂપ હરિજન ।। ૭ ।। એવા સંતને સંબંધે, દોષ કલંક થાય છે દૂર ।। શુદ્ધ થઈ જન સર્વે અંગે, પોં’ચે હરિ સમીપે હજૂર ।। ૮ ।। સંત બહુ બીજા સંસારમાં, તેને તોલે રખે ત્રેવડો તમે ।। હંસ ને બક બરોબર બેઉ, સમજવા નહિ કોઈ સમે ।। ૯ ।। જેમ ચક્રવર્તી ભૂપાળ બાળને, ગરીબ કંગાલ ગણવો નહિ ।। નિષ્કુળાનંદ એ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 116

સારસિદ્ધિ કડવું:- ૪૦

સંત સમર્થ છે શ્રીહરિ સેવીજી, આપું એને ઉપમા નથી કોઈ એવીજી અનુપમને ઉપમા સમજો શી દેવીજી, એ પણ વાત છે વિચાર્યા જેવીજી વિચાર્યા જેવી છે એ વારતા, જે આપવી સંતને ઉપમા ।। શા સરખા સૂચવિયે, જેને જકત સુખની નથી તમા ।। ર ।। સિંધુને શા સરિખો કહું, અતિ ઊંડો ને ઘણો ગંભીર છે ।। તોલ માપ થાપ થાતો નથી, જેનું અતિ અગાધ નીર છે ।। ૩ ।। જો તીખો અર્ક તપે ઘણું, પણ અણુભાર ઊનો નવ થાય ।। તેને સમ સર સરિતા વાપી, કૂપ કેમ કહેવાય ।। ૪ ।। તેમ સંત ગંભીર ગરવા ઘણું, તપે નહિ ત્રણે તાપે કરી ।। અતિ પરમારથી પ્રાણધારીના, શોક સંશય સર્વે લિયે હરી ।। પ ।। જેમ મહા અર્ણવ ઉલ્લંઘવા, નથી ઉપાય બીજો નાવ વિના ।। તેમ સંસાર સાગર પાર કરવા, જાણો સંત અજર ઝાઝ બન્યા ।। ૬ ।। જેમ ચિંતામણિમાં ચૌદ લોકની, રકમ સર્વે રહી છે ।। તેમ સાચા સંતમાં સમજો, કહો કમી તે સઈ છે ।। ૭ ।। મોટે ભાગ્યે કરી મળે માનો, સાચા સંતનો સમાગમ ।। તો તેણે કરી મહા સુખ પામે, વળી વામે વેળા વિષમ ।। ૮ ।। સર્વે વાત જાય સુધરી, જો થાય એવા સંતશું પ્રીત ।। નૂન્ય ન રહે તેહ જનને, જાણો જોરે થઈ જાય જીત ।। ૯ ।। […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 118

સારસિદ્ધિ પદ:- ૧૦

(રાગ:-ધોળ) ‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ. અનુપ સંતને આપું ઉપમા, એવું નથી જો એક; જોઈ જોઈ જોયું મેં જીવમાં, કરી ઊંડો વિવેક..અનુપ ।। ૧ ।। સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, શોધે નાવે સંતને તોલ; દીઠાં સુણ્યાં તે તો દોષે ભયાર્ં, સંત અતિ અમળ અમોલ..અનુપ ।। ર ।। સાતે દષ્ટાંતે સહુ સૂચવી, કહે કવિ જન કોય; સરે સાર તેમાં શોધતાં, સંત સમ નહિ સોય..અનુપ ।। ૩ ।। જેવા સંત એ કહિયે શિરોમણિ, તેવા હરિ સહુ શિરમોડ; નિષ્કુળાનંદ નિહાળતાં, ન જડે એ બેની જોડ..અનુપ ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 101

સારસિદ્ધિ કડવું:- ૪૧

જોડ્ય નથી જડતી જગમાંયે જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરી ગોતેજી બીજા અવતારના અવતારી પોતેજી, આપે આવિયા સર્વે સામર્થિ સોતેજી સર્વે સામર્થી સહિત આવ્યા, અલબેલોજી આણી વાર ।। પોતાના પ્રતાપથી, કર્યો અનેક જીવનો ઉદ્ધાર ।। ર ।। ખગ મૃગ નર નિરજર, ભૂત ભૈરવ પામ્યા ભવપાર ।। સ્થાવર જંગમ જાતની, આણે સમે લીધી છે સાર ।। ૩ ।। દૈવી આસુરી દોયને, તાર્યા આણે સમે અગણિત ।। ન જોઈ કરણી કોઈની, એવી નવી વર્તાવી રીત ।। ૪ ।। તમોગુણી રજોગુણી તારિયા, સત્ત્વગુણીને આપિયા સુખ ।। શરણાગતને આ સમે, રહેવા દીધું નહિ દુઃખ ।। પ ।। જે જન કોઈ પ્રકારે કરીને, ઉદ્ધરવાનો આઝો નહિ ।। એવા જન ઉદ્ધારિયા, તેની મોટપ્ય કેમ જાયે કહિ ।। ૬ ।। ધર્મ રહિત ભકત રહિત, વળી વૈરાગ્ય જેને છે વેરવી ।। એવા પામર નર પાર કર્યા, એવી વર્તાવી વાત નવી ।। ૭ ।। તૃણ કાષ્ઠ ને તુંબડાં તારે, એવાં વા’ણ તો હોયે ઘણાં ।। પણ લોહ પાષાણને તર ઉતારે, એહ નાવમાં નહિ મણા ।। ૮ ।। તેમ દૈવી મુમુક્ષુ જીવ તારે, તેનું આશ્ચર્ય શું જાણિયે ।। પણ આસુરી પામર નર તરે, તેથી વાત બીજી શું વખાણિયે ।। ૯ ।। આ સમાના અવતારની, મોટપ મુખે કે’વાતી નથી ।। નિષ્કુળાનંદ કહે જન મને, વિચારી જુવો વિધવિધથી ।। ૧૦ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 114

સારસિદ્ધિ કડવું:- ૪ર

આ સમે સરિયાં જેવાં જનનાં કાજજી, એવાં ન સરિયાં વિચારિયું આજજી આ સમે સોંપિયા જે સુખના સમાજજી, અલૌકિક સુખ લોકે આપ્યું મહારાજજી અલૌકિક સુખ આ લોકમાંયે, અલબેલેજિયે આપિયું ।। ધ્યાન ધારણા સમાધિનું સુખ, આપી માયિક દુઃખ કાપિયું ।। ર ।। અલૌકિક સુખ અવલોકીને, જન આશ્ચર્ય પામે ઉર ।। અનેક ધામ ધામી સહિત, હરિયે દેખાડ્યાં હજૂર ।। ૩ ।। પર પોતાના ઘાટને, હરિ દેખાડે મૂર્તિમાન ।। મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેહ, તે નજરે નીરખે નિદાન ।। ૪ ।। સર્વે અંગે સમેટીને, લાવે એક અંગમાં પ્રાણ ।। પછી દેહ તે જડવત રહે, જેવું સૂકું કાષ્ઠ પાષાણ ।। પ ।। પછી બાળો કાપો કોઈ દેહને, તેને દુઃખ નહિ તલભાર ।। એવો અગણિત આ સમે, હરિયે દેખાડ્યો ચમત્કાર ।। ૬ ।। ષટ ઊર્મિ ક્ષોભ નવ કરે, હરે ફરે કરે કાંઈ કામ ।। એવી આશ્ચર્ય વારતા, ઘણી દેખાડી ઘનશ્યામ ।। ૭ ।। ભૌતિક દેહ ભૂમિ વ્યોમમાં, કરે પાણીમાં પણ પ્રવેશ ।। આડ્ય રહિત અટકે નહિ, નવ રહ્યું આવરણ લેશ ।। ૮ ।। એવી અનંત રીત અલૌકિક આણી, જાણી નો’તી જે જગમાંઈ ।। અતિ સામર્થી વાલે વાવરી, નથી કહ્યે જાતી તે કાંઈ ।। ૯ ।। અનેક અવતાર આગે ધર્યા, તે તો પોતાના જન કારણે ।। નિષ્કુળાનંદ સહજાનંદ પ્રભુપર, વારી વારી જાયે વારણે ।। ૧૦ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 116

સારસિદ્ધિ કડવું:- ૪૩

વારીવારી જાઉં વાલમજી મારાજી, આજ શોભ્યા છો સૌથી સારાજી પ્રાણજીવન ઘનશ્યામ છો પ્યારાજી, નિજજનને મહાસુખના દેનારાજી સુખ દેવાને શ્રીહરિ, પ્રભુ પ્રગટ થયા તમે આજ ।। મહા સુખમય મૂર્તિ ધરી, કયાર્ં અનેક જનનાં કાજ ।। ર ।। આગે મત્સ્ય કચ્છ વારાહ વપુ, થયા નરહરિ રૂપે નાથ ।। કયાર્ં કારજ નિજ જનનાં, પણ સેવી સુખી ન થયો જનસાથ ।। ૩ ।। વામન રૂપને ધરી હરિ, કર્યું બળિ રાજાનું કામ ।। એ પણ રૂપ અનુપમ હશે, પણ સંતે સેવી ન કરી પૂરી હામ ।। ૪ ।। પરશુરામે ફરશી ફેરવી, કરી ભૂપ રહિત ભૂમિકા ।। તેને પણ સત્ત્વગુણી સંત, સેવી સુખ નવ લઈ શકયા ।। પ ।। રામ પ્રભુ તે રાજા થયા, તેને ગરીબ કેમ પૂજી શકે ।। દુર્બળ જાયે કોઈ દર્શને, તો દ્વારપાળ મારે ધકે ।। ૬ ।। કૃષ્ણરૂપે અનુપ આપે થયા, કયાર્ં અનેક જીવનાં કાજ ।। પણ એમનું એમ રાખ્યું નહિ, પછી થયા રાજઅધિરાજ ।। ૭ ।। બુદ્ધ શુદ્ધ બોધ દેઈને, તાર્યા જીવ અનંત અપાર ।। કલકી ભાર ઉતારવાને, હરિ હવે લેશે અવતાર ।। ૮ ।। એવા સર્વે અવતાર સૂચવી, ભાવે પ્રભુના ભાખિયા ।। પણ આજ સંતને સુખ આપતાં, કોઈ રીતે ઊણા ન રાખિયા ।। ૯ ।। અનેક પ્રકારે આશ્રિત જનને, આપ્યો અખંડ આનંદ ।। નિષ્કુળાનંદ સુખદ સહુના, સ્વામી તે સહજાનંદ ।। […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 123

સારસિદ્ધિ કડવું:- ૪૪

સ્વામી સહજાનંદ જે જને સેવ્યાજી, તેને ન રહ્યું કાંઈ કરવાનું કે’વાજી સૌપરી શિરોમણિ મળ્યા હરિ એવાજી, એવી નથી ઉપમા એને બીજી દેવાજી ઉપમા નથી એવી આપવા, જોઈ જોઈ જોયું જરૂર ।। ચૌદ લોકમાં જોયું ચિંતવી, એ સમ ન સમજાણું ઉર ।। ર ।। અનેક તન ધરી હરિ, વિચર્યા વસુંધરા માંઈ ।। તેના મળેલ તપાસિયા, સુખ પામ્યા ન પામ્યા કાંઈ ।। ૩ ।। આજની તો અલેખે વાત છે, અઢળ ઢળ્યા છે અલબેલ ।। હળ્યા મળ્યા હરિ હેતે કરી, વળી વાળી રંગડાની રેલ ।। ૪ ।। જમ્યા રમ્યા જોડ્યે રહ્યા, દયા કરી દીન દયાળ ।। સમે સમે સુખ આપિયાં, કાપિયાં દુઃખ વિશાળ ।। પ ।। અરસ પરસ એકમેક રહ્યા, અંતરાય ન રહિ અણુભાર ।। અનંત અવતાર આવિયા અવનિએ, પણ આંક વાળિયો આ વાર ।। ૬ ।। અનેક પ્રતાપ અનેક પરચા, અનેક ઉદ્ધારિયા જન ।। કોયે વાતની કસર નહિ, એવા સહજાનંદ ભગવન ।। ૭ ।। અનંત સામર્થી અનંત ઐશ્વર્ય, અનંત પરાક્રમ અપાર ।। અનંત ધામના ધણી હરિ, વળી અનંત શકત આધાર ।। ૮ ।। સહુ ઉપર એ શ્રીહરિ, એની ઉપર નહિ કોઈ એક ।। પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, એને આધારે બીજા અનેક ।। ૯ ।। એવા પ્રતાપી પ્રભુ મળ્યા, તેના ટળિયા સર્વે તાપ ।। નિષ્કુળાનંદ શ્રીહરિ સંબંધે, શુદ્ધ થયા જન આપ ।। ૧૦ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 131
Powered By Indic IME