Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

વચનવિધિ કડવું:- ૩

વચનમાં વરતે સંત શાણાજી, દેહ ગેહ સુખમાં જે ન લોભાણાજી મન કર્મ વચને હરિ બોલે બંધાણાજી, એવા જન જેહ તેહ મોટા ગણાણાજી મોટા ગણાણા તે માનવું, કર્યું ગમતું જેણે ગોવિંદતણું ।। તે વિના મોટપ્ય નવ મળે, ફરી ફરી શું કહિયે ઘણું ।। ર ।। રાધાજિયે રાજી કર્યા, શ્રી કૃષ્ણ કૃપાનિધાન ।। તેણે કરીને મોટપ્ય મળી, વળી પામિયા બહુ સનમાન ।। ૩ ।। કમળાએ કૃષ્ણને રીઝવ્યા, રીઝ્યા અલબેલો અવિનાશ ।। તેણે કરીને તેહ પામિયાં, હરિ ઉરે અખંડ નિવાસ ।। ૪ ।। વૃંદા વચનમાં વરતી, કર્યા પ્રભુને પ્રસન્ન ।। તેણે કરી હરિ અંઘ્રિમાં, રહ્યાં કરી સુખ સદન ।। પ ।। વ્રજવનિતા વચને રહી, વળી વા’લા કર્યા વ્રજરાજ ।। તેણે કરીને તોલે તેને, ના’વે શિવ બ્રહ્મા સુરતાજ ।। ૬ ।। પંચાલિયે પ્રસન્ન કર્યા પ્રભુને, આપી ચીરી ચીંથરી ચીરતણિ ।। તેણે કરી તને નગ્ન ન થયાં, વળી ભકત કા’વ્યાં શિરોમણિ ।। ૭ ।। એહ રીતે મોટપ્ય મળે, પહેલા રાજી કર્યે પરબ્રહ્મ ।। નિષ્કુળાનંદ કહે તે વિના, ઠાલો પડે જાણો પરિશ્રમ ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1478

વચનવિધિ કડવું:- ૪

માની વચન મોટા થયા કઈજી, જે મોટપ્ય કહેતાં કહેવાય નહીંજી તેહ પામ્યા વા’લાને વચને રહીજી, એ પણ મર્મ સમજવો સહીજી સહી સાબિત કરી શિરસાટે, રહ્યા વચનમાં કરી વાસ ।। ઉન્મત્તાઈ અળગી કરી, થઈ રહ્યા દાસના દાસ ।। ર ।। મોટાં સુખને પામવા, વામવા કષ્ટ કલેશ ।। તેને વચનમાં વર્તતાં, નથી કઠણ કાંઈ લવલેશ ।। ૩ ।। પામર પ્રાણી પામ્યા પ્રભુતા, રહી હરિ આજ્ઞા અનુસાર ।। આદ્યે અંત્યે મધ્યે મોટા થયા, તે તો વચનથી નિરધાર ।। ૪ ।। સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞાલોપ ।। રાજી કરવાનું રહ્યંુ પરું, પણ કરાવિયે નહિ હરિને કોપ ।। પ ।। મોટપ્ય માનવી કેમ મળે, વાઢી કાઢે વચનનાં મૂળ ।। સુખ થાવાનું શાનું રહ્યું, થયું સામું સો ઘણું શૂળ ।। ૬ ।। અલ્પ સુખ સારુ આગન્યા, લોપે છે શ્રીહરિતણી ।। પરમ સુખ કેમ પામશે, ભાઈ ધારજો તેના ધણી ।। ૭ ।। વસી  નગર નરેશને, વેર  વાવરે નરનાથશું૯ ।। નિષ્કુળાનંદ કહે નરસું, એણે કર્યું એના હાથશું ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1514

વચનવિધિ પદ:- ૧

રાગ–જકડી:- ‘વચન લોપી જાણે સુખ લેશું રે’ એ ઢાળ. નહિ પામે પામર નર સુખ રે, રહી હરિવચનથી વિમુખ રે… નહિ૦ ટેક. સુખ પામશે સંત સુજાણ રે, જે કોય વર્તે છે વચન પ્રમાણ રે; થઈ રહી વા’લાના વેચાણ રે… નહિ૦ ।। ૧ ।। કર્યું ધ્વજપટ ઘટ મન રે, વળે જેમ વાળે છે પવન રે; એમ માને વાલાનાં વચન રે… નહિ૦ ।। ર ।। જેમ નરમ તૃણ નદી તટ રે, વારિ વેગે વળી જાય ઝટ રે; તેને શીદને આવે સંકટ રે… નહિ૦ ।। ૩ ।। એમ વચન વશ થઈ રહે રે, તે તો મોટા સુખને લહે રે; નિશ્ચે નિષ્કુળાનંદ એમ કહે રે… નહિ૦ ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1495

વચનવિધિ કડવું:- પ

વચનદ્રોહીનાં જો થાય વખાણજી, તો શીદને કોયે વરતે વચન પ્રમાણજી જેમાં તન મને થાવું હેરાણજી, સુખ મૂકી દુઃખ ન ઇચ્છે અજાણજી અજાણ પણ ઇચ્છે નહિ, કાયાને કારસો  આપવા ।। વણ કારસે વારિ મળે તો, કોણ જાયે કૂપ કાપવા ।। ર ।। ત્યારે દમે શીદ કોઈ દેહને, વણ દમે વિરમે વિપત્તિ ।। શીદ વરતે વચનમાં, વણ વરતે પામે સુખ સંપત્તિ ।। ૩ ।। વચનમાં વસમું ઘણું, વરતવું નર અમરને ।। મોકળ્યમાં મજા ખરી, ચોખી જાણો ચરાચરને ।। ૪ ।। પણ મોટી મોજ મળે નહીં, મોટાની મરજી મૂકતાં ।। મૂળગા મૂળમાંથી મટે, વડાના વચનમાંથી ચૂકતાં ।। પ ।। એમ સમજી સમજુ, વરતે છે વચનમાંય ।। મોટા મોટા બીવે છે મનમાં, રખે ફેર પડતો કાંય ।। ૬ ।। બની વાત જાય બગડી, જો લેશ લોપાય વચન ।। લેખે ન આવે દાખડો, વળી થઈ જવાય નિરધન ।। ૭ ।। એહ મત શાણા સંતનો, નવ પાડે વચનમાં ફેર ।। નિષ્કુળાનંદ નિશ્ચે કરી, કહ્યું એ વેરમવેર ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1440

વચનવિધિ કડવું:- ૬

વચન વાલાનું લોપશો મા લેશજી, એટલો તો માની લેજો ઉપદેશજી લોપતાં વચન આવશે કલેશજી, હેરાનગતિ પછી રહેશે હમેશજી હમેશ રહેશે હેરાન ગતિ, અતિ તુચ્છ કરશે તિરસ્કાર ।। આજ્ઞા હરિની લોપતાં, ભવમાં  નહિ રહે ભાર ।। ર ।। બ્રહ્માએ ભાંગી હરિ આગન્યા, જોયું નિજસુતાનું શરીર ।। જોતાં મતિ રતી નવ રહી, વળી ગઈ હૈયેથી ધીર ।। ૩ ।। અણઘટિત ઘાટ ઊપજયો, જે મટાડતાં મટ્યો નહિ ।। તે પાંચમે મુખે પ્રકાશિયો, નેક અતિ નિર્લજજ થઈ ।। ૪ ।। એવાને પણ એમ થયું, મરજાદા હરિની મેલતાં ।। ત્યારે બીજાની બકાત્ય સહી, ખેલ અખેલ્યા ખેલતાં ।। પ ।। એવી અભંગ છે આગન્યા, અખંડ હરિની આકરી ।। તેને  લોપતાં  ત્રિલોકમાં,  કહો  કોણ બેઠો ઠરી ।। ૬ ।। સુખ કરણી છે દુઃખ હરણી, આગન્યા શ્રીમહારાજની ।। આસુરી જનને અર્થ ન આવે, છે દૈવી જીવના કાજની ।। ૭ ।। આસુરી મતિને જે આશર્યા, તેને આજ્ઞાની આડી કશી ।। નિષ્કુળાનંદ એ નરનું, નાક કાપવું ઘટે ઘશી ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 329

વચનવિધિ કડવું:- ૭

વણ કાપે નાક ગયું છે કપાઈજી, તે જાણજો જરૂર જન મન માંઈજી તેની અપકીર્તિ ગ્રંથમાં ગવાઈજી, એથી નરસું નથી બીજું કાંઈજી નથી બીજું કાંઈ નરસું, હરિ આજ્ઞામાં હાલવું નહિ ।। એવા નર અમર અજ ઈશ, સુખ કયાંથી પામે સહિ ।। ર ।। મહેશ મોટા દેવતા પણ, ભોળાનામની ભોળપ્ય રઈ ।। મોહિની રૂપની મનમાં, જોવાને ઇચ્છા થઈ ।। ૩ ।। ત્યારે હરિયે વાર્યા ઘણું હરને, નથી રૂપ એ જોવા સરખું ।। પણ સનો લીધો સમજયા વિના, હરિવચનને નવ પરખ્યું ।। ૪ ।। પછી ધરી હરિ રૂપ મોહિનીનું, આગળ આવી ઊભા રહ્યા ।। શિવ જોઈ સુધ બુદ્ધ ભૂલ્યા, વિવેક વિના વ્યાકુળ થયા ।। પ ।। નૈષ્ઠક વ્રત તે નવ રહ્યું, થયું જોગકળા માંહી જયાન જો ।। તે લખાણું છે કાગળે, સહુ જન એ સાચું માનજો ।। ૬ ।। વળી ભવનું વચન લોપી ભવાની, ગયાં દક્ષના જગનમાં ।। ત્યાં અતિ અનાદરે તન ત્યાગી, બળી મૂવાં આપે અગનમાં ।। ૭ ।। વચન લોપતાં દુઃખ લહે, દેવ દાનવ અહિ  અતિ ।। નિષ્કુળાનંદ ન કીજિયે, વચન લોપ રાઈ રતિ ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 331

વચનવિધિ કડવું:- ૮

ઇચ્છે કોઈ કરવા અવળું આપણુંજી, તે જન લોપે વચન હરિતણુંજી જેણે કરી થાય દુઃખ ઘણું ઘણુંજી, પામી દુઃખ પછી મુખ થાય લજામણુંજી લજામણું મુખ લઈને, જન જીવે જે જગમાંઈ ।। ધિક ધિક એ જીવિતવ્યને, કામ ન આવ્યું કાંઈ ।। ર ।। સારપ્ય એની શું રહી, આવ્યો હરિવચનના વાંકમાં ।। મોર્યથી નાખી કર મૂછ પર, પછી છરી મંડાવી નાકમાં ।। ૩ ।। શું થયું જપ તપ તીરથે, શું થયું વળી જોગ જગને ।। શું થયું વિદ્યા ગુણ ડહાપણથી, જો ન રહ્યો હરિને વચને ।। ૪ ।। સુરગુરુ  સરિખો નહિ, વળી બીજો કોઈ બુદ્ધિમાન ।। વીરની  વધૂ  વિલોકીને, ઉર આવી ગયું અજ્ઞાન ।। પ ।। વિચાર વિના વચનનો, લોપ કર્યો લજજા તજી ।। માથે મેષ બેસી ગઈ, તે હરકોઈ કે’છે હજી ।। ૬ ।। જે જે વચન જેને કહ્યાં, તેમાં રે’વું સહુને રાજી થઈ ।। આજ્ઞા અદ્રિ ઉલ્લંઘતાં, સમજો સહુને સારું નઈ ।। ૭ ।। શીદ  લૈયે  સંતાપને,  વચનથી  વરતી બા’ર ।। નિષ્કુળાનંદ ન લોપિયે, વચન હરિનું લગાર ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 301

વચનવિધિ પદ:- ર

રાગ:- જકડી વચન લોપી જાણે સુખ લેશું રે,  તે તો કે’શું કે’વાને જો રે’શું રે… વચન૦ ટેક. જયારે પશ્ચમે પ્રગટશે રવિ રે, થાશે બીજ રહિત પૃથ્વી રે; તોયે નહિ થાય રીત એ નવી રે… વચન૦ ।। ૧ ।। જયારે શૂન્ય સુમનની સજ થાશે રે, ઝાંઝુજળ પાને જન ધાશે રે; તોયે એ વાત કાંઈ મનાશે રે… વચન૦ ।। ર ।। સુત ષંઢથી પામશે નારી રે, મળશે માખણ વલોવતાં વારિ રે; તોયે વિમુખ સુખ રે’શે હારી રે… વચન૦ ।। ૩ ।। એહ વાત પ્રમાણ છે પકી રે, તે તો ખોટી ન થાય કોઈ થકી રે; કહે નિષ્કુળાનંદ એમ નકી રે… વચન૦ ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 231
Powered By Indic IME