Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

સારસિદ્ધિ કડવું:- રપ

ધર્મ દઢ રાખશે હરિના મળેલજી, જે જન તન મન સુખમાં ન ભળેલજી માયિક સુખથી પાછા વળેલજી, તેહને એ વાત સુધી છે સહેલજી સુધી સહેલ એ વાત છે, ધર્મ પાળવો દઢ મને ।। ધર્મ મૂકીને કામ કોઈ, કરવું નહિ કોઈ દને ।। ર ।। ધર્મે બોલવું ધર્મે ડોલવું, ધર્મે જોવું દષ્ટે કરી ।। સુતાં બેઠાં જાગતાં, ધર્મ નેમ રહેવું ધરી ।। ૩ ।। ધર્મે હાલવું ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળી ।। ધર્મે રહેવું ધર્મે કહેવું, ધર્મે લેવી વાત સાંભળી ।। ૪ ।। ધર્મે ખાવું ધર્મે પીવું, ધર્મ વિના ન ધરવા પાવ ।। કરે કરવું કામ ધર્મનું, ધર્મે કરવો તન નિભાવ ।। પ ।। સર્વે કામ ધર્મે કરવાં, ધર્મ મૂકી ન કરવું કાંઈ ।। સર્વે કાળે એમ સમજી, રે’વું સદાય ધર્મ માંઈ ।। ૬ ।। ધર્મ મૂકીને કારજ કોયે, કે’દી ન ઇચ્છે કરવા ।। કરી એવી અચળ મતિ, તે રતી ન દિયે ફરવા ।। ૭ ।। દેહ પયર્ંત ડોલવું નહિ, ધર્મ ધાર્યા છે તે માંયથી ।। ટેક નેક ન તજવી, સદા રે’વું હરિ આજ્ઞાએથી ।। ૮ ।। ધર્મે થાય તે ઠીક છે, રહિયે અધર્મ થકી અળગા ।। એવા જન થઈ હરિના, રહિયે ધર્મને વળગા ।। ૯ ।। સુખ દુઃખના સમુહ માંહિ, મૂંઝાઈ ધર્મ મૂકવો નહિ ।। નિષ્કુળાનંદ કહે નિશ્ચે કરી, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 155

સારસિદ્ધિ કડવું:- ર૬

ધર્મ રાખે તેહ ધર્મી કા’વેજી, ધર્મ વિના જેને બીજું ન ભાવેજી સુતાં બેઠાં ગુણ ધર્મના ગાવેજી, ધર્મ વિના બીજુ નજરે નાવેજી ના’વે બીજું કાંઈ નજરે, ધર્મ વિના વળી કોઈ ધન ।। ધર્મ ગયે જે ધન મળે, તે જાણો થયું વિઘન ।। ર ।। ધર્મ ગયે ધરા ધામ મળે, ધર્મ ગયે મળે સુત વામ ।। ધર્મ ગયે ખાન પાન મળે, તે કરવું સર્વે હરામ ।। ૩ ।। ધર્મ ગયે સુખ સંપત્તિ મળે, ધર્મ ગયે મળે રાજપાટ ।। ધર્મ ગયે મોટપ્ય મળી, બળી વળી સઈ થઈ ખાટ ।। ૪ ।। ધર્મ ગયે વસ્ત્ર મળે, આસન ને વાહન વળી ।। ધર્મ ગયે સનમાન મળે, એહ આદિ સર્વે જાજો બળી ।। પ ।। ધર્મ ગયે જો તન રહે, તો તનને પણ ત્યાગવું ।। જીવવાનું જાતું કરીને, હરિ પાસે મરવાનું માગવું ।। ૬ ।। ધર્મ ગયે સર્વે ગયું, ગયું નીર વળી નાકતણું ।। માટે મૂકી નિજ ધર્મને, ન કરવું મુખ લજામણું ।। ૭ ।। ધર્મ વિના સુર અસુર નરનાં, સર્વેનાં શાહીસમ મુખ થયાં ।। ધર્મ વિના ધરા અંબર માંહી, મોટપ માન કેનાં રહ્યાં ? ।। ૮ ।। ધર્મ વિનાનું ધિક જીવવું, જન જાણજો જગમાંઈ ।। દેવ ઇચ્છિત દેહ આવિયો, પણ કામ ન આવિયો કાંઈ ।। ૯ ।। ધર્મવાળા પર ધર્મના સુત, રે’છે રાજી રળિયાત ।। […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 157

સારસિદ્ધિ કડવું:- ર૭

પરમ ધર્મ કહિયે સારમાં સારજી, સંત સરાયે જેને વારમવારજી નથી કોઈ આવતું ધર્મની હારજી, ધર્મ તે ધારી કહું નિરધારજી નિરધાર સાર શોધી કહું, ધારી લેજો ધર્મની રીત ।। જે ધર્મે અધર્મ ટળે, કહું તે ધર્મ કરી પ્રીત ।। ર ।। ધર્મ તે ધર્મસુતનાં વચન, તેહ પાળવાં પ્રીતે કરી ।। જેને જેમ કરી આગન્યા, તે ફેરવવી નહિ ફરી ।। ૩ ।। આગન્યાથી અધિક બીજો, નથી આવતો ધાર્યામાંય ધર્મ ।। તોળી તપાસી જોયું તને મને, એ જ ધર્મ છે વળી પર્મ ।। ૪ ।। ત્યાગી ગૃહી જન જેહને, કરી જેને તે જેમ આગન્યા ।। તેને તે તેમ વર્તવું, નવ વરતવું વચન વિના ।। પ ।। વચનમાં જેહ વરતે, તે પરમ ધર્મ પાળનાર ।। વચન વિરોધી જે વરતે, તે સર્વે ધર્મ ટાળનાર ।। ૬ ।। અવિનાશીની જે આગન્યા, તે સમજવું શુદ્ધ ધર્મને ।। ધારી વિચારી રાખવી હૃદયે, તો પામિયે સુખ પરમને ।। ૭ ।। વર્ણ આશ્રમ વેદવિધિના, ધર્મ પાળે છે ધરા ઉપરે ।। વે’વાર અર્થે વિવિધ ભાતે, પાળે છે તે બહુ પેરે ।। ૮ ।। પણ પરમ ધર્મ છે વાલાનાં વચન, તે કહ્યાં જેને કૃપા કરી ।। તેહ વિના બીજાં સર્વે, પરાં મૂકવાં પરહરી ।। ૯ ।। મોટો ધર્મ એ માનવો, જેહ કહ્યો ધર્મને બાળ ।। નિષ્કુળાનંદ મુખોમુખનાં વચન, ન ઉલ્લંઘવાં કોઈ કાળ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 164

સારસિદ્ધિ કડવું:- ર૮

પરમ ધર્મે કરી હરિને ગમવુંજી, ગમતું જોઈને દેહને દમવુંજી તેમાં સુખ દુઃખ આવે તે ખમવુંજી, ભૂલી બીજી વાતે કેદી ન ભમવુંજી ભમવું નહિ ભોળાપણે, રે’વું આગન્યાને અનુસાર ।। સર્વે ધર્મ તેણે સાચવ્યા, નિશ્ચે કરી નિરધાર ।। ર ।। આગન્યામાં વસ્યા અહોનિશ રહી, જેમ વાળે તેમ વળવું ।। તર્ક ન કરવો તને મને, શ્રદ્ધાએ સેવામાં ભળવું ।। ૩ ।। જેમ કહે તે જગદીશ જીભે, તેમ કરે તે કરભામીને ।। કેડે ન રહ્યું તેને કરવું, બેઠા પરમ ધર્મ પામીને ।। ૪ ।। બેસ કહે તો બેસવું, ઊઠ્ય કહે તો ઊઠવું વળી ।। ચાલ્ય કહે તો ચાલવું, સુણી વચનને જાવું મળી ।। પ ।। બોલ્ય કહે તો બોલવું, રહે મુન્ય કહે તો રે’વું મુન્ય ।। આગન્યાથી ઉપરાંત બીજું, જાણવું નહિ પાપ પુણ્ય ।। ૬ ।। જેણે વચનમાં રે’વાનું દઢ કર્યું, તેણે ધર્મ ધર્યા છે સઘળા ।। તેહ વિના બીજા ધર્મ તે તો, પાપની પ્રજળી પળા ।। ૭ ।। શુદ્ધ ધર્મ શ્રીમુખની વાણી, કહી છે જેને કરુણા કરી ।। એવી રીતે રૈ’યે તૈયે, જાણો શુદ્ધ ધર્મ રહ્યા ધરી ।। ૮ ।। ધર્મ ધર્મ સહુ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે ।। પ્રગટ પ્રભુનાં વચન પાળે, એથી મોટો કોઈ ધર્મ છે ।। ૯ ।। હરિ કહે તેમ હાથ જોડી, ચોક્કસ કરવા છે ચિત્તમાં ।। […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 154

સારસિદ્ધિ પદ:- ૭

(રાગ:-ગરબી) ‘સહજાનંદ સિંધુ રે આજ મારે’ એ ઢાળ. ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે, રાખજો જન કરી જતન રે; ધર્મ ધારીને રે સંત સુખી થયા રે, વાલપે વરત્યા હરિને વચન રે…ધર્મ ।। ૧ ।। વચન વિના રે ધોખે નથી ધારતા રે, માનતા નથી કેવળ ધર્મમાંહી માલ રે; બીજા જે ધર્મ રે જેવાં બોર બગાંમણાં રે, લાગે જંબુકને મન લાલ રે. . .ધર્મ ।। ર ।। એવા ધર્મ અન્ય રે જાણીને ઉરથી રે, મેલી છે મનથી ઉતારી વાત રે; રાજા ઋષિનું રે, શ્રવણે સાંભળ્યું રે, સુખ સારુ દુઃખ પામ્યા સાક્ષાત રે. . .ધર્મ ।। ૩ ।। શુદ્ધ સાચો ધર્મ રે શ્રીમુખે સાંભળી રે, વળગી રહ્યા છે વચન માંઈ રે; નિષ્કુળાનંદ રે જ્ઞાની તેને ગણવા રે, કરવું ન રહ્યું તેને કાંઈ રે…ધર્મ ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 146

સારસિદ્ધિ કડવું:- ર૯

ધર્મ રાખે તે ધર્મી કે’વાયજી, ધર્મ વિના જેણે પળ ન રે’વાયજી ધર્મ જાતાં સુખ સર્વે જાયજી, ધર્મ રહે છે એવા જનમાંયજી એવા જનમાં ધર્મ રહે, જે માહાત્મ્ય જાણે મહારાજનું મહા મોંઘો મેળાપ જેનો, કયાંથી થાયે સર્વેને શિરતાજનું ।। ર ।। નર અમર અમરેશને અગમ, અગમ ઈશ અજને ઘણું પ્રકૃતિ પુરુષથી પરા રહ્યા, કયાંથી મળવું થાય તેને આપણું ।। ૩ ।। સર્વે ધામના ધામી એ સ્વામી, વળી અનંત બ્રહ્માંડ આધાર ક્ષર અક્ષરના આત્મા, પૂરણ સહુને પાર ।। ૪ ।। તેહ પ્રભુ પ્રગટ થઈ, નાથે ધરિયું નરતન એવા પ્રભુનાં આપણે, કહો કયાંથી મળે વચન ।। પ ।। મોટા મોટા ઇચ્છે છે મનમાં, આગન્યા સારુ ઉરમાંય એવા પ્રભુની આગન્યા, મળવી મોંઘી સહુને સદાય ।। ૬ ।। તેહ હરિ કૃપા કરી કે’છે, વળી વા’લપનાં વચન તે પડવા ન દેવા પૃથ્વીએ, લેવા ઝીલી અધરથી જન ।। ૭ ।। જેમ મોરપત્ની બિંદુ આવતાં, રત્યે લિયે છે રસે ભરેલડાં તેનો મયૂર થાય તદવત, થાય પડતાં બિંદુના ઢેલડાં ।। ૮ ।। તેમ આવતાં વચન વા’લાતણાં, ગ્રહી લિયે નર ગરજું થઈ તે પૂરણ પામે પ્રાપતિ, ફરી ફેરવણી રહે નઈ ।। ૯ ।। સર્વે કામ તેણે સારિયું, વળી ધાર્યા સર્વે ધર્મ નિષ્કુળાનંદ કહે નકી થયું, જેણે જાણ્યો આટલો મર્મ ।। ૧૦ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 156

સારસિદ્ધિ કડવું:- ૩૦

મર્મ મોટો એ સમજવો મનજી, તેમાં ફેર ન પાડવો કોઈ દનજી જતને જાળવવાં જેમ જાળવે રતનજી, કયાંથી મળે પ્રભુ પ્રગટનાં વચનજી વચન ન મળે વાલા તણાં, તેમ દર્શન પણ છે દોયલાં ।। તેહ મૂર્તિ મુખોન્મુખ મળી, સર્વે કામ થઈ ગયાં સોયલાં ।। ર ।। અંગોઅંગ અવલોકીને, નખશિખ જોયા નાથ નીરખી ।। એથી પર નથી પામવું, એમ હૈયામાં ધારવું હરખી ।। ૩ ।। જે ધારતાં રૂપ જન જાણજો, નથી આવતું ધ્યાનીના ધ્યાનમાં ।। તે પ્રભુ પ્રગટ મળ્યા, શી કસર રહી કહો જ્ઞાનમાં ।। ૪ ।। જ્ઞાની તેને ગણીએ, જેને હરિમૂર્તિનું જ્ઞાન છે ।। તે વિના બકવાદ બીજે, એ જાણજો મોટું જયાન છે ।। પ ।। જેણે નથી જોયા નાથને, નજરો નજર નયણાં ભરી ।। તે કેવા કહેશે શ્રીકૃષ્ણને, અટકળ ને અનુમાને કરી ।। ૬ ।। જ્ઞાન વિના જ્ઞાની નહિ, જ્ઞાન હોય તેને જ્ઞાની કહિયે ।। સોણે સાધ્ય નથી હરિની, તો કેમ જાણશે જાગશે તૈયે ।। ૭ ।। તે જ જ્ઞાની તે તત્ત્વવેત્તા, જેણે પ્રગટ પ્રભુને પેખિયા ।। તે વિના રખે જ્ઞાની ગણો, જેણે હરિ નયણે નથી દેખિયા ।। ૮ ।। ભણેલે ભાળ્યા ન હોય નાથને, અણ ભણેલે હોય અવલોકિયા ।। જુવો વિચારી જીવમાં, એમાં જ્ઞાની અજ્ઞાની કેને કહ્યા ।। ૯ ।। જ્ઞાની તે જેને ગમ્ય હરિની, એમ સમજવું એહ સાર છે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 137

સારસિદ્ધિ કડવું:- ૩૧

સારમાં સાર હરિની મૂર્તિજી, તેમાં જેણે રાખી મનચિત્તવૃત્તિજી હરિ વિના બીજે રાખે નહિ રતિજી, તે ખરા સંત કહિયે મહામતિજી મહામતિ તે સંત ખરા, મૂકે નહિ મહારાજની મૂરતિ ।। અખંડ રાખે ઉર વિષે, જાણી કમાણી મોટી અતિ ।। ર ।। ચર્ણ જુવે તો ચર્ણ જોઈ રહે, ચિહ્ન જુવે તો જોઈ રહે ચિહ્ન ।। નખ જુવે તો નખ જોઈ રહે, રહે ગર્ક મહાજળે જેમ મીન ।। ૩ ।। ફણા ઘૂંટી પેનીને પેખી, લેખે જંઘા જોઈ તે સંત સુખ ।। જાનું ઉરુને જોઈ રહે, જોતાં કટિ મટી જાયે દુઃખ ।। ૪ ।। ઉદર નાભીને નીરખે, પેટ છાતી જુવે પ્રેમે કરી ।। કંઠ તિલક કપોળ જોઈ, રાખે હરિમૂર્તિ ભાવે ભરી ।। પ ।। શ્રવણ નયણ નાસિકા જોઈ, ભ્રકુટી ભાલને ભાળી રહે ।। શીશે કેશ સુંદર વેષ, નખશિખ રૂપ નીહાળી રહે ।। ૬ ।। એમ અખંડ એક વરતિ, મૂર્તિને મૂકતી નથી ।। જેમ સરિતા સાગર સન્મુખ, ચાલતાં ચૂકતી નથી ।। ૭ ।। અંગો અંગ અવલોકયા વિના, અણંુ અજાણ્યું પણ છે નહી ।। સાંગોપાંગ સર્વે સુંદર, હરિ હૈયામાં ગયા રહી ।। ૮ ।। તે જ જ્ઞાની તે જ ધ્યાની, જેને અખંડ રહે છે એમ ઉર ।। જે જનને પ્રભુની મૂરતિ, રે’તી નથી અંતરથી દૂર ।। ૯ ।। એથી ઉપરાંત અન્ય બીજા, જ્ઞાની તે કેને ગણિયે ।। […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 143
Powered By Indic IME