Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૬

સ્વામીએ એમ વાત કરી જે, “વડતાલમાં ચાર પાટીદારે શ્રીજીમહારાજ સામું જોઈને કહ્યું જે, હે મહારાજ ! તમારા ચરણારવિંદ સામું જોઇએ છીએ તો તમે પુરુષોત્તમ જણાઓ છો ને તમારા શરીર સામું જોઇએ છીએ તો તમે મનુષ્ય જેવા જણાઓ છો.’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘વૈરાટ બ્રહ્મા છે તેણે તેનાં પચાસ વર્ષ ને દોઢ પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી આ ચરણારવિંદની સ્તુતિ કરી, ત્યારે આ બે ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યાં છે, પછી તમારે તો સૂઝે એમ સમજાય.’ પછી વળી પૂછ્યું જે, ‘ઘણે ઠેકાણે સભા દીઠી છે પણ આમ એક નજરે તમ સામું જોઇ રહ્યા છે તે કેમ સમજવું ?’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘હું સદ્ગુરુરૂપી સૂર્ય પ્રગટ થયો છું ને આ સર્વ કમળ ખીલ્યાં છે; તે મારા સામું જોઇ રહ્યાં છે.’ પછી તે સત્સંગ કરીને પોતાને ઘેર ગયાં. એમ મુમુક્ષુનાં લક્ષણ  છે.” ।।૪૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૭

વડતાલે એક બાવે આવીને કહ્યું જે, ‘હે મહારાજ ! તમે તો બહુ ભૂંડું કર્યુ !’ ત્યારે મહારાજે કહ્યું જે,‘શું ભૂંડું કર્યુ ?’ ત્યારે તે બોલ્યો જે,‘બાઇ-ભાઇની સભા કોઇએ નોખી નહોતી કરી તે તમે કરી, એ બહુ ભૂંડું કર્યુ.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘હું અનિર્દેશથી આવ્યો છું, કહેતાં હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાળવો  છું, તે મારી સૂગ ચડી ગઇ છે, નીકર તો કાંઇ નોખાં રહે એવા નથી.’ તે મહારાજની સૂગ છે ત્યાં સુધી નોંખા રહેવાય છે, નીકર તો ભેગાં થઇ જાશે. વળી કોઇકે પૂછ્યું જે, ‘પુરુષનું મન કયાં રહેતું હશે ?’ પછી મહારાજ બોલ્યા જે, ‘આજ જ અમે વિચાર કર્યો છે જે, પુરુષનું મન સ્ત્રીના ગુહ્ય અંગમાં રહે છે ને સ્ત્રીનું મન તે પુરુષના ગુહ્ય અંગમાં રહે છે,’ એમ સર્વેના અંતર  કહી દીધાં. ।।૪૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૮

સ્વામીએ વાત કરી જે, લાખ મણ લોઢાની લોઢી ધગી હોય, તેના ઉપર એક-બે પાણીના ઘડા ઢોળીએ તેણે કરીને ઠરે નહિ. ને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઇને નાખીએ તો દસ-પંદર દિવસ સુધી તો હવેલી જેવડી છોળું ઉછળે ત્યારે માંડમાંડ ઠરે. તેમ પંચવિષયે કરીને જો જીવ ધગી જાય છે, તેને એક-બે દિવસ રહીને જાણે જે ટાઢો  કરી જાઉં, એમ ટાઢો થાય નહિ. ને જેને ટાઢો કરવો હોય તેને તો દસ-પંદર દિવસ સુધી તો ફેર  ચડ્યો હોય તે ઊતરે ત્યારે વાત માંહિ  પેસે; પછી ટાઢું થાય છે. અને સાધુ પાસે કોણ આવે છે ? ને જે સાધુ પાસે આવે છે તેને તો કોઇ વાતની કસર રહે જ નહિ. એમ કહીને બોલ્યા જે , તીન તાપકી ઝાલ ઝર્યો, પ્રાની કોઇ આવે; તાકું શીતલ કરત તુરત, દિલ દાહ મિટાવે. કહી કહી સુંદર બેન રેન, અગ્યાન નિકાસે ; પ્રગટ હોત પહિચાન , જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. વૈરાગ ત્યાગ રાજત વિમલ, ભવદુઃખ કાટત જંતકો; કહે બ્રહ્મ મુનિ યહ જગતમેં, સંગ અનુપમ સંતકો. એવો સત્સંગ મળ્યો છે, પણ સમાગમ વિના કોઇને ગમ પડતી નથી. ને જયાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઇ નથી થયું. તે ઉપર બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો બોલ્યા : રાજ ભયો કહાં કાજ સર્યો, મહારાજ ભયો કહાં લાજ બઢાઇ, શાહ ભયો કહાં બાત […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 176

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૯

સ્વામીએ સર્વે ધામોના મુકત સાથે પ્રશ્ન-ઉત્તર કર્યા, તે કોઈ મુકત જીત્યા નહિ. તે વાત પોતે કરી જે, “પ્રથમ તો જાણીએ, હું બદરિકાશ્રમમાં ગયો; તે બદરિકાશ્રમમાં મુકત મને પ્રશ્ન-ઉત્તરમાં જીત્યા નહિ; પછી જાણીએ જે, હું શ્વેતદ્વીપમાં ગયો ત્યારે તે શ્વેતદ્વીપના મુકત જીત્યા નહિ. પછી જાણીએ જે, હું વૈકુંઠમાં ગયો, ત્યારે તે વૈકુંઠના મુકત પણ જીત્યા નહિ; પછી જાણીએ જે, હું ગોલોકમાં ગયો, ત્યારે તે ગોલોકના મુકત પણ જીત્યા નહિ; પછી જાણીએ જે, હું અક્ષરધામમાં ગયો, ત્યારે તે મુકત સાથે મારે બરોબર પ્રશ્ન-ઉત્તરમાં ઠીક પડ્યું. ‘પછી ગોપાળાનંદસ્વામીને કહ્યું જે, આજ તો આમ થયું. ત્યારે ગોપાળાનંદસ્વામી બોલ્યા જે,‘મહારાજે એમ જણાવ્યું જે, બીજા ધામોના મુકતનું જ્ઞાન આવું છે !’ માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન તો અક્ષરધામના મુકતમાં છે કે આંહીં એકાંતિક સાધુમાં છે, પણ બીજે નથી ને બીજે તો બીજું જ્ઞાન છે.’ ।।૪૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 135

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૦

 સ્વામીએ વાત કરી જે, બીજે કયાંય જીવ અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ સમજવા ત્યાં અટકે છે. જેમ ગુજરાતનાં ઘોડાં છે તે લાંબા બહુ ને કાંઠાળા  બહુ; પણ જયારે ધોરિયો  દેખે ત્યારે અટકે છે, તે કાપી નાખે તોય ડગ દે નહિ ને સામું ખાસડું  ઉગામ્યું હોય તો કયાંઇ ને કયાંઇ ભાગી જાય. ને અલૈયાખાચરના ઘોડાને ચડાઉ કરવાં હોય તેને બસેં છોકરા ગોટા વાળીને ઊભાં હોય તેમાં વચોવચ નાખીને ચડાઉ કર્યા હોય તે કયાંય અટકે નહિ. જેમ સામતપતંગ પાંચસે બખતરિયાં  ઊભાં હતા તેમાંથી મોટેરાના દીકરાને મારીને આવતા રહ્યા. એવી રીતના જે હોય તે કયાંય અટકે નહિ. એ ઉપર છંદ બોલ્યા જે, તુરી વેગવંતા જરીસા જઠાણં, દિયંતા ઉડાણં જેહિ મૃગડાણં; સચે વાગરાગં નટા જયું નચેરી, દિન એક હોસે સબે ખાખ ઢરે ી. એવી રીતના જે હોય તે કયાંય અટકે નહિ. ।।૫૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૧

સ્વામીએ વાત કરી જે, ગમે તેવો પાણીનો તરિયો હોય તેને પણ ભમરી બુડાડી દે છે તે નીસરાય નહિ; ને વળી બીજું દષ્ટાંત જે, તીરે કરીને લવિંગ વીંધે તેવો આંટુકદાર  હોય તે તીરને પણ વાયુ ફગાવી દે છે, તેમ ગમે તેવો સાંખ્યવાળો કે યોગવાળો હોય, તેને પણ સ્ત્રીરૂ૫ પાણીની ભમરી તે તો બુડાડી દે છે, તે નીસરાય નહિ; તેમજ ગમે તેવો અંતરદષ્ટિવાળો હોય તેની વૃત્તિને પણ દેશકાળાદિક આઠ છે તે ફગાવી નાખે છે, પણ અંતરદષ્ટિ થાવા દે નહિ. તે ઉપર શ્લોક બોલ્યા જે, સંગ ન ઇંર્યાત્ પ્રમદાસુ જાતુ યોગસ્ય પારં પરમારુરુક્ષુઃ । મત્સેવયા પ્રતિલબ્ધાત્મલાભો વદન્તિ યા નીરયદ્વારમસ્ય ।।  એવા એવા ઘણા શ્લોક બોલીને કહ્યું જે, કેની બુદ્ધિ – ભેદાતી નથી ? તો ત્યાં કહું છું જે : કામાદિભિર્વિહીના યે સાત્વતાઃ ક્ષીણવાસનાઃ। તેષાં તુ બુદ્ધિભેદાય કવાપિ કાલો ન શકનુતે ।। એ શ્લોક બોલીને કહ્યું જે, ‘જેણે સાત્ત્વિક સેવ્યા હોય ને જે કામાદિક દોષે રહિત થયા હોય ને વાસના કુંઠિત થઇ ગઇ હોય તેની બુદ્ધિ ભેદાતી નથી ને બીજાની તો ભેદાઇ જાય છે, તેમાં સંશય નથી.’ ।।૫૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 168

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પર

વિષય તો બાંધે એવા છે, પણ જયાં સુધી મોહ છે ત્યાં સુધી જણાય નહિ. કેમ જે, કેવા વૈરાગ્યવાન ! તેને પણ બાંધ્યા ! તેના નામ ગોવિંદસ્વામી તથા પરમહંસાનંદસ્વામી તથા મહાપ્રભુ નામે સાધુ, એ આદિક ઘણા ઘણાને બાંધ્યા. તેની વિકિત જે, ગોવિદં સ્વામીને કેવો વૈરાગ્ય ! તે સંસારનો ત્યાગ કરીને ચાલ્યા ને રસ્તામાં એક રાજાની બાની દસ હજાર રૂપિયાનું સોનું લઇને બેઠલે . તે ગોવિંદસ્વામીનું રૂપ જોઇને કહે જે, “આ સોનું ને હું તમારી છું. ” ત્યારે સ્વામીને વિચાર થયો જે, ‘પ્રભુ ભજવા નીસરે છે તેને આડી સિદ્ધિઓ આવે છે, તે મારે સિદ્ધિ આવી.’ પછી તો પોતાનું લૂગડું મૂકીને કહ્યું જે, ‘બેસ… ખત્રે જઇ આવું. ’ એમ કહીને ચાલ્યા ગયા. એવા વૈરાગ્યવાન, તે પણ ગંગામાના દાળ, ભાત ને રોટલીઓમાં બંધાણા. તેને મહારાજે ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ગામ જ આવવા દીધું નહિ; ત્યારે હાથ જોડીને કહ્યું જે, ‘હે મહારાજ ! કમે કરવું છે ?’ ત્યારે મહારાજ બોલ્યા જે, “રીંગણાં ને ગાજરની માળા ગળામાં ઘાલીને જેતલપરુ માં જઇ ભિક્ષા માગો. પછી કોઇ કહેશે જે, ‘ગોવિદં સ્વામી કાઇં જોશે ?’ ત્યારે કહેવું જે, ‘હાઉ !!’ અરે! ગોવિદં સ્વામી ગાંડા થયા ?’ ત્યારે કહેવું જે, હાઉ!” અમે કરીને સ્વભાવ મુકાવ્યા. પરમહંસાનંદસ્વામીએ તો ગાયોમાં  બે વર્ષ આસન  કયુર્ં તે પાછું સાધુમાં આસન થયું નહીં. […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 155

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૩

સ્વામીએ વાત કરી જે, હમણાં મુમુક્ષુએ દેહ ધર્યા છે, તે મહારાજને આવવું પડે, તે સારુ આવરદા વિના મહારાજે મને રાખ્યો છે તે અમારે પણ મહારાજનું સુખ એ મુમુક્ષુને દેવું પડે છે. ને આવરદા તો અઠ્ઠાવન વરસથી વધુ નથી, એમ જન્મોત્રીમાં લખ્યું હતું ને તે વિના દેહ રહ્યું છે, તે તો આ સોરઠ દેશના હરિજન ઉપર મહારાજને બહુ હેત, તેને પોતાનું સુખ દેવા સારુ મહારાજે મને રાખ્યો છે. તે શા સારુ ? તો પોતાનું સુખ દેવાણું નહિ, તેને પોતાનું સુખ દેવા સારુ; પોતાનું સર્વસ્વ હતું તે સાધુ-સત્સંગીને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે તે મુકતાનંદસ્વામીના કીર્તનમાં કહ્યું છે જે : ઐસે મેરે જન એકાંતિક, તેહિ સમ ઓર ન કોઇ; મુક્તાનદં કહત યું મોહન, મરેો હિ સર્વસ્વ સોઇ. એવા સાધુ મળ્યા છે ત્યારે શી વાતની કમી  રહી ? તે ઉપર સવૈયો બોલ્યા જે, સાચે સંત મીલે કમી કાહુ રહી, સાચી શીખવે રામકી રીતકું જી, પરાપર  સોઇ પરિબ્રહ્મ હે, તામે ઠેરાવે  જીવ કે ચિત્તકું જી; દઢ આસન સાધકે ધ્યાન ધરે, કરે ગ્યાન હરિગુન ગીતકું જી, બ્રહ્માનંદ કહે દાતા રામહુકે , પ્રભુ સાથ બઢાવત પ્રીતકું જી. ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે, વાતો કરે છે, મળે છે ને દષ્ટિ માંડીને જુએ છે. એ રીતે અનેક પ્રકારે સુખ આપે છે. એવી રીતે વાતો કરીને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 114
Powered By Indic IME