Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧રપ

જયાં સુધી દાઢી-મૂછ ન ઊગી હોય ત્યાં સુધી તેમાં સ્ત્રીનો ભાવ કહેવાય, તે સારુ એવા સામું દષ્ટિ માંડીને જોવું નહિ ને એવા સામું જોયા કરે તો સ્ત્રી સામું પણ જોવાય, માટે એવામાં હેત ન કરવું. ।।૧૨૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર૬

અને ત્રણ વાત સર્વ કરતાં મુખ્ય રાખવી, બાકી બીજા ગુણ જે, ત્યાગ, વૈરાગ્યાદિક તે તો કોઇને થોડા હોય ને કોઇને વધુ હોય; તેની વિકિત જે, એક તો ઉપાસના, બીજી આજ્ઞા ને ત્રીજું ભગવદીય સાથે સુહ્દપણુ, એ ત્રણ અવશ્ય રાખવાં. તે ત્રણ જેમાં હોય તે મોટાને ગમે. ।।૧૨૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર૭

પૂર્વે એક સદ્ગુરુ પાસે એક મુમુક્ષુ દ્રવ્ય લઇને ગયો ને પૂછ્યું જે, ‘આ દ્રવ્યનું કેમ કરવું છે ?’ ત્યારે તે ગુરુ કહે જે, જો દ્રવ્ય તું રાખે કે હું રાખું કે કોઇને આપીએ તો તે સર્વેનું  ભૂંડું કરે એવું છે,’ એમ કહીને ગંગામાં નંખાવ્યું. ।।૧૨૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર૮

મોટા પાસે નિષ્કપટ થવામાં બહુ લાભ છે. તે એક જણને રૂપ દેખાઇ ગયું, તેનો આકાર બંધાઇ ગયો  . પછી તેણે મોટા સંત પાસે કહ્યું, ત્યારે તે સંતે મહારાજની સ્મૃતિએ કરીને ટાળી નાખ્યું. ।।૧૨૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર૯

અને સ્મૃતિ સહિત અને સ્મૃતિ રહિતમાં કેમ ભેદ છે ? જેમ ભર્યું માણસ ને ઠાલું માણસ, ભર્યું ગાડું ને ઠાલું ગાડું, તેમ તેનું ચાલવું, બોલવું, જોવું, સાંભળવું, ખાવું ઇત્યાદિક ક્રિયામાં ભેદ છે. ।।૧૨૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૦

મોટાનો મહિમા જીવને સમજવો કઠણ છે, કેમ જે, બ્રહ્માંડની પણ ગણતી નહિ ને વળી આ લોકના તુચ્છ પદાર્થની પણ સંભાવના રાખે, તે એ વાત કેમ સમજાય ? ।।૧૩૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૧

મોટા એકાંતિક ક્રિયા કરાવે ને બીજા કરાવે તેમાં ભેદ છે. કેમ જે, મોટા ક્રિયા કરાવે તેમાં બંધાવા દે નહિ ને તેનો ફેર ચડાવી દે નહિ, તેનો નિષેધ કર્યા કરે. ને બીજા તો કરાવે એટલું તેના હૈયામાં ભેગું થઇને ખડકાય ને નવરા રહે તોપણ તેના મનસૂબા કર્યા કરે, ને અંતરમાં ગોટા વળાવે. તે કરનાર કરે એટલા દહાડા તો તેના ઉપર સર્વ હેત બહુ કરે, પણ તેથી જ્ઞાન વિના જો કાંઇક આડુંઅવળું થઇ જાય તો તેને માથે સંસ્કાર કરાવે. ને મોટા ક્રિયા કરાવે તે તો જેમ બકરાને ખવરાવીને સાવજ આગળ રાખે તેમાં તોલ વધે નહિ; એમ કરાવે. એવી રીતે ભેદ છે, પણ એ વાત સમજાય નહિ. ।।૧૩૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩ર

અને મહારાજ બેઠા બેઠા વાત કરતા હોય ને કેટલાક સૂઇ રહેતા. તેના પશ્ચાત્તાપ સારુ તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા. એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા. ।।૧૩૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 96
Powered By Indic IME