Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૭

અને આ બ્રહ્માંડના સર્વ જીવને ખવરાવવું તે કરતાં એક ભગવદીયને જમાડવો એ અધિક છે. ।।૧૧૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૮

અને ખટરસમાં રહ્યાં ને જલેબીમાં ગયા. તે શું ? જે, ટાઢી અગ્નિ એવા વિષય ભૂંડાં છે. ।।૧૧૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૯

અને મહારાજ કહેતા જે, “હરિભકત કોઇ રીતે સુખિયા થાતા નથી; તે જો રૂપિયા આપીએ તો દર્શન કરવા નવરા થાતા નથી ને ગરીબ રાખીએ તો કહેશે જે ભાતું ન મળે, શું દર્શને જઇએ ? માટે બેય વાતે જીવ ભગવાનને ભજતા નથી. તે સારુ ચાર ઉપાય કરીએ છીએ. તે ‘સામ’ જે વાતું કરીએ છીએ ને ‘દામ’ જે ભગવાન આપીએ છીએ, ને ‘ભેદ’ જે સર્વે ખોટું કહીએ છીએ, ને ‘દંડ’ જે જમપુરીનાં દુઃખ દેખાડીએ છઈએ, એમ કરીએ છીએ” ।।૧૧૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર૦

સત્સંગમાં કેટલાક મુકત છે, તેમાં કેટલાક ભેદ છે. તેમાં કેટલાક મુકત તો મંદિર, મેડીઓ ને ધર્મશાળા કરાવે એવા છે, ને કેટલાક ખેતર, વાડી, બાગબગીચા કરે એવા છે, ને કેટલાક તો દ્રવ્યનું ઉપાર્જન  કરે એવા હોય, ને કેટલાક ગામગરાસ કરે એવા હોય. એ સર્વ પ્રકારના મુકત તો ઘણાય, પણ આવા મુકત થોડા જે, ઉપાસના, આજ્ઞા ને જ્ઞાન એ ત્રણ વાતો પ્રવર્તાવે. પણ માલ તો એ ત્રણ વાતમાં જ છે. ને ધર્મ ને વૈરાગ્ય તો તેના પેટામાં આવી જાય ને બીજું પણ ઉપાર્જન એ ત્રણ વાતનું મુખ્યપણું રાખે તો સહેજે થાય, પણ તે પ્રવર્તાવે એવા મુકત થોડા. પણ માલ તો એમાં જ છે. ને આ વાત વારે વારે વિચારીને નિરધાર  કર્યો છે તે કહ્યો. ।।૧૨૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર૧

મોટા સાધુ સાથે જીવ બાંધ્યો હોય ને તેને કોઇક દેશકાળ લાગે ને સત્સંગમાંથી જાવું પડે એવું હોય, તોપણ તેનું પ્રાયશ્ચિત કરવાનું એ સંત પોતાને માથે લે અથવા એને પ્રાયશ્ચિત કરવાનું બળ આપે અથવા છેલ્લી વારે એને રોગ પ્રેરીને પણ સત્સંગમાં રાખે, પણ એને જાવા દે નહિ. ।।૧૨૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧રર

અને કારખાનાં કરવાની રીતિ મહારાજે કહેલ જેઃ “સાવજ હોય તે દિવસમાં ત્રણ તલપ નાખે ને તેમાં આહાર મળે તે ખાય, ને નારડા(વરુ) છે તે તો આખો દિવસ દોડતાં ફરે.” તેમ કારખાનું કરવું તે સાવજની પેઠે એક મહિનો કરવું ને પછી પાછું છ મહિને કે વર્ષે દહાડે બીજું કરવું પણ નારડાની પેઠે નિરંતર બારે માસ ન કરવું. એમ કહ્યું હતું. ।।૧૨૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર૩

અને પ્રતિલોમપણે  હૃદયમાં સંકલ્પ સામું જોવું તથા પ્રતિલોમપણે ભગવાનનું ધ્યાન કરવું ને તેમાં જ સુખ છે પણ પ્રતિલોમ જેવો બીજો સુખનો ઉપાય નથી, માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. તે વચનામૃતમાં મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે. ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે ને પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થાતું નથી. ।।૧૨૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર૪

અને બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે દસ-દસ મૂર્તિઓ છે. તેમાં છ સગુણ ને ચાર નિર્ગુણ તે એવાં અનંત કોટિ બ્રહ્માંડ છે. ને સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાનકોટિ ભગવાનની મૂર્તિઓ છે. એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે, એમ સમજવું. ।।૧૨૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 93
Powered By Indic IME