Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧૯

વડતાલે આંબા હેઠે પરમહંસે સહિત શ્રીજીમહારાજ સભાકરીને વિરાજમાન હતા ને સર્વે પરમહંસ શ્રીજીમહારાજનાચરણકમળ સામું ચકોર પક્ષીની પેઠે જોઇ રહ્યા હતા. પછી ચારપાટીદાર શ્રીજીમહારાજ પાસે આવ્યા ને ત્યારપછી શ્રીજીમહારાજેચરણારવિંદ લાંબાં કર્યા, તે ચરણારવિંદ સામું જોઇને તે બોલ્યાજે,‘હે મહારાજ ! તમારાં ચરણારવિંદ સામું જોઇએ છઈએ ત્યારેતો તમે પુરુષોત્તમ ભગવાન જણાઓ છો, ને તમારા શરીરસામું જોઇએ છીએ ત્યારે તો તમે મનુષ્ય જેવા જણાઓ છો,ને અમોએ ઘણે ઠેકાણે સભા દીઠી છે, પણ આમ એક નજરેતમ સામું સર્વે મનુષ્ય જોઇ રહ્યા છે, તેમ કોઇ ઠેકાણે આવીમનુષ્યની સભા અમોએ દીઠી નથી. માટે અમોને આ વાત જેમસમજાય તેમ કૃપા કરીને કહો.’ ત્યારપછી શ્રીજીમહારાજે કહ્યુંજે,‘વૈરાટબ્રહ્મા છે તેણે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવે તેનેઅર્થે પોતાનાં પચાસ વર્ષ ને દોઢ પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી સ્તુતિ કરી, ત્યારે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યાં છે, પણતમે તો હવે સૂઝે એમ સમજો… ને વળી હું અક્ષરધામમાંથીસદ્ગુરુરૂપી સૂર્ય પ્રગટ થયો છું ને આ સર્વે સંત છે તે સૂર્યમુખીકમળ ખીલ્યાં છે, તે સર્વે મારા મુખકમળ સામું જોઇ રહ્યાછે.’ એવી રીતે શ્રીજીમહારાજે પોતાના પુરુષોત્તમપણાની બહુવાત કરી, તેને સાંભળીને તેમને શ્રીજીમહારાજના સ્વરૂપનોનિશ્ચય થયો. ।।૧૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 149

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ર૦

ભાદર નદીને કાંઠે આત્માનંદસ્વામીએ શ્રીજીમહારાજનેકહ્યું જે,‘હે મહારાજ ! સત્સંગ તો બહુ થયો.’ ત્યારે શ્રીજી-મહારાજે કહ્યું જે,‘હજી સત્સંગ કયાં થયો છે ?’ એમ કહીનેબોલ્યા જે,‘એક એક એકાંતિક સાધુ વાંસે લાખ લાખ મનુષ્યફરશે ત્યારે જાણીએ જે સત્સંગ થયો અને વળી બ્રહ્માંડ આખાનાજીવ ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ભજન કરશે ત્યારેસત્સંગ થયો એમ જાણવું.’ એમ કહીને વળી બોલ્યા જે,‘કરોડવહાણે કરીને એક મનવાર ભરાય એવી સો કરોડ મનવારોભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે સારુ અમેઅક્ષરધામમાંથી અમારા પાર્ષદે સહિત આંહીં પધાર્યા છઈએત્યારે તેટલા જીવનું કલ્યાણ શી રીતે થાય ? પછી અમે વિચારકર્યો જે, જે જીવ અમારું દર્શન કરે તેનું કલ્યાણ થાય, પછીવળી અમે વિચાર કર્યો જે, અમારાં દર્શન પણ કેટલાક જીવનેથાશે ? માટે અમારા સાધુના દર્શન કરે તેનું તથા તેનો ગુણલે તેનું પણ કલ્યાણ થાય; પછી વળી વિચાર કર્યો જે, અમારાસાધુનાં પણ દર્શન કેટલાક જીવને થાશે ? માટે અમારા સત્સંગીનાદર્શન કરે તથા સત્સંગીને જમાડે તથા સત્સંગીને પાણી પાયતથા સત્સંગીનું પાણી પીએ તથા સત્સંગીનો ગુણ લે એ સર્વેનુંઅમારે કલ્યાણ કરવું છે. એવી રીતે સો કરોડ મનવારો લાવ્યાછઈએ તે ભરવી છે; પણ તે કલ્યાણમાં અનંત પ્રકારના ભેદછે તે દષ્ટાંતે કરીને કહીએ છઈએ.તેમાં પ્રથમ તો તે મનવારોમાં ચિંતામણિઓ ભરશું, પછીપારસમણિઓ, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછીસોનામહોરો, પછી રાળ , પછી રૂપિયા, પછી કોરીઓ ને પછીબીજા પદાર્થ ભરશું; ને તેમ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 164

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ર૧

વરતાલે ઉગમણા બંગલાને વિષે શ્રીજીમહારાજને ઝવેરભકતે પૂછ્યું જે,‘હે મહારાજ ! અક્ષરધામને વિષે ભગવાનનીમૂર્તિ કેવી હશે ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”આ પ્રત્યક્ષઅમે બેઠા છઈએ તેવી જ અક્ષરધામને વિષે ભગવાનની મૂર્તિછે.” ત્યારપછી તે ભકતે ફરીને પૂછ્યું જે,‘હે મહારાજ ! કૃપાકરીને જેવી અક્ષરધામને વિષે મૂર્તિ છે તેવી દેખાડો.’ ત્યારેતે ભકતને શ્રીજીમહારાજે સમાધિ કરાવીને અક્ષરધામને વિષેપોતાની મૂર્તિનું પ્રત્યક્ષ પ્રમાણ દર્શન કરાવ્યું, ને અનંતકોટિ મુકતતથા અનંત ઐશ્વર્ય તથા અનંત શકિતઓ તેનું દર્શન કરાવીનેપોતાના સ્વરૂપનો પ્રત્યક્ષપણે સર્વોપરી નિશ્ચય કરાવ્યો. એવીરીતે શ્રીજીમહારાજે ઝવેરભકતને પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું. ।।૨૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 147

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- રર

શ્રીજીમહારાજ પરમહંસે સહિત નર્મદાને કાંઠે ધ્યાન કરવાબેઠા. પછી ઘણી વાર થઇ ત્યારે મુકતાનંદસ્વામીએ હાથ જોડીનેબે-ત્રણ વાર કહ્યું જે,‘હે મહારાજ ! તમે જમો તો ઠીક. એટલેસર્વે સંત પણ ટીમણ કરે.’ પછી ઘણી વારે ધ્યાનમાંથી ઊઠીનેબોલ્યા જે, ‘ટીમણ તો સર્વેને કરવાં છે પણ અમારે તો તમનેસહુને વાત કરવી છે.’ પછી મુકતાનંદસ્વામીએ કહ્યું, ‘હેમહારાજ ! તમે વાત કરો.’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,‘આ પચાસ કોટિ યોજન પૃથ્વી છે, તેથી દશગણું જળ છે, તેથીદશગણું તેજ છે, તેથી દશગણો વાયુ છે, તેથી દશગણો આકાશછે, તેથી દશગણો અહંકાર છે, તેથી દશગણાં પ્રધાનપુરુષ છે,તેથી અનંતગણાં પ્રકૃતિપુરુષ છે ને તેથી અનંતગણું પર અક્ષરધામછે. તે ધામને વિષે રહ્યા જે અનંતકોટિ મુકત તેમને પુરુષોત્તમનોસંબંધ છે પણ બીજા કોઈ ધામને વિષે પુરુષોત્તમનો સંબંધ નથી.કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, કેટલાકને તો બ્રહ્માદિકનોસંબંધ છે, ને કેટલાકને તો વૈરાટાદિકનો સંબંધ છે, કેટલાકનેપ્રધાનપુરુષનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રકૃતિપુરુષાદિકનોસંબંધ છે, પણ પુરુષોત્તમ ભગવાનનો સંબંધ કોઇને નથી.ત્યારે મુકતાનંદસ્વામીએ કહ્યું જે,‘હે મહારાજ ! આંહીંકોઇકને પુરુષોત્તમનો સંબંધ હોય તો કેમ ?’ ત્યારે શ્રીજીમહારાજેકહ્યું જે,‘એટલી જ વાત સમજવાની છે. કેમ જે, અક્ષરધામનામુકતને સાક્ષાત્ પુરુષોત્તમનો સંબંધ છે તે જ પુરુષોત્તમનો તમારેઆંહીં સાક્ષાત્ સંબંધ થયો છે; પણ બીજા કોઇ ધામના મુકતનેઆ પુરુષોત્તમનો સંબંધ નથી.’ એટલી વાત કરી.પછી પોતાની આગળ પકવાન્નનો થાળ બ્રહ્મચારી લાવ્યાહતા, તે થાળ પડતો મૂકીને પોતે સાથવો ને મીઠું જમ્યા; […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ર૩

જાળિયામાં હીરાભાઇને ઘેર શ્રીજીમહારાજે શરીરે મંદવાડજણાવ્યો ને પછી મુકતાનંદસ્વામી આદિક પરમહંસ ત્યાં આવ્યા;પછી મુકતાનંદસ્વામીએ પૂછ્યું જે,‘હે મહારાજ તમારે શરીરે કસરથઇ હતી ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘અમારે શરીરે કસરનહોતી થઇ, પણ અમો તો તમોએ બહુ તપ કર્યું તે તમારાસારુ ધામ જોવા ગયા હતા; એટલે આ લોકની વિસ્મૃતિ થઇહતી, તેણે કરીને શરીરે કસર જેવું જણાણું, તે પ્રથમ તો અમેબદરિકાશ્રમમાં ગયા, ત્યારે તે આશ્રમના વાસી નરનારાયણબોલ્યા જે,‘હે મહારાજ ! તમે દયા કરીને ભલે અમારા આશ્રમમાંપધાર્યા.’ પછી તે સર્વેએ અમારી પૂજા, આરતી, સ્તુતિ કરીને બેઠા, પછી તેને અમે કહ્યું જે,‘અમારા સાધુએ બહુ તપ કર્યુતે સારુ ધામ જોવા આવ્યા છઈએ.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘હેમહારાજ ! આ ધામ તમારું છે માટે આંહીં સાધુને રાખો.’પછી અમને એમ વિચાર થયો જે, આંહીંના જેવું તો ત્યાં પણતપ કરે છે.પછી ત્યાંથી શ્વેતદ્વીપમાં ગયા, ત્યારે ત્યાંના વાસી જેવાસુદેવ તેણે અમને પધરાવીને પૂજા, આરતી, સ્તુતિ કરી નેબેઠા. પછી તે બોલ્યા જે, ‘હે મહારાજ ! બહુ દયા કરીને અમનેદર્શન દીધાં.’ ત્યારે તેને અમે કહ્યું જે, ‘અમે તો અમારા સાધુએબહુ જ તપ કર્યું તેના સારુ ધામ જોવા આવ્યા છઈએ.’ પછીતેણે કહ્યું જે, ‘હે મહારાજ આ ધામ તમારું જ છે માટે આંહીંસાધુને રાખો.’ પણ અમને એમ જણાણું જે, આ સ્થાન તોતપ કરવાને બહુ સારું છે, પણ પ્રભુ ભજવાનું સુખ બરાબરજણાણું નહીં. શા માટે જે, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 146

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ર૪

કારિયાણીમાં શ્રીજીમહારાજ સર્વ પરમહંસ સહિત સભાકરીને મંદિરમાં કૂવાના કાંઠા ઉપર બિરાજમાન હતા, પછી તેપરમહંસને શ્રીજીમહારાજે પોતાના સર્વોપરી ઐશ્વર્ય દેખાડ્યાં.ત્યારપછી પરમહંસ નોખા નોખા બોલ્યા, તેમાં કેટલાક સંત તેતો કહે જે,‘હે મહારાજ ! આ સભા લઇને અક્ષરધામમાં જાઉં.’અને વળી એક સંત કહે જે,‘હે મહારાજ ! મારે તો એક બ્રહ્માંડનીક્રિયા હસ્તામળ દેખાય છે.’ ત્યારે વ્યાપકાનંદ સ્વામી બોલ્યાજે,‘તમારે તો એક બ્રહ્માંડ દેખાય છે ને મારે તો અનંત આશ્ચર્યને અનંત ઐશ્વર્ય યુકત એવા જે અનંતકોટિ બ્રહ્માંડના ઇશ્વર તથાગોલોક ને વૈકુંઠાદિક ધામ તે હસ્તામળ દેખાય છે, એ તોરામકૃષ્ણાદિક સર્વે અવતારના અવતારી એવા જે આ શ્રીસહજાનંદ પ્રગટ પુરુષોત્તમની મૂર્તિના ધ્યાનનો પ્રતાપ છે.’ત્યારપછી સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે,‘અક્ષરધામના પતિજે આ પુરુષોત્તમ ભગવાન તે પોતાની દયાએ કરીને અગણિતજીવોનાં આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્યઅને પોતાના સર્વે પાર્ષદ તથા પોતાનું જે અક્ષરધામ તથામહાપુરુષાદિક સર્વે ઇશ્વરકોટિ તથા ગોલોક, વૈકુંઠાદિક ધામનાપતિ તેણે સહિત આ પૃથ્વી ઉપર પધાર્યા છે, ને આ સર્વે છેતે આ પ્રગટ પુરુષોત્તમની સભામાં બેઠા છે તેને હું દેખું છું.એવો આ શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રતાપ છે.’ એવી રીતેશ્રીજીમહારાજે પોતાની દષ્ટિમાત્રે કરીને પોતાનું ઐશ્વર્ય દેખાડીનેપછી પોતાને પ્રતાપે કરીને તે સર્વે સતં નું ઐશ્વર્ય તાણી લેતા હવા.ત્યારપછી શ્રીજીમહારાજે સંત પ્રત્યે કહ્યું જે, ‘અમોએતમારા સુખને અર્થે તમારું ઐશ્વર્ય ઢાંકી રાખ્યું છે, પણ જો જેવાતમે છો તેવું તમારું ઐશ્વર્ય દેખાડું તો બ્રહ્માંડ પણ ગણતીમાંઆવે નહિ, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 167

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- રપ

અમદાવાદમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, તે સમેશ્રીજીમહારાજે મુકતાનંદસ્વામી આદિક સંત આગળ એમ બોલ્યાજે,‘આ ભરતખંડના રાજા શ્રીનરનારાયણ છે તેમની પ્રતિમાનીપ્રતિષ્ઠા આપણે કરી, ને જે સાક્ષાત્ મૂર્તિમાન શ્રીનરનારાયણદેવ શ્રીબદરિકાશ્રમવાસી છે તથા વૈકુંઠવાસી શ્રીલક્ષ્મીનારાયણદેવ આદિક સર્વે તે પ્રગટ પુરુષોત્તમ દ્વિભુજ મૂર્તિ એવા જે આભગવાન તેમની ઉપાસના તથા સેવા કરે છે.’ એમ શ્રીજી-મહારાજે મર્મે કરીને પોતાના પુરુષોત્તમપણાની વાત કરી. તેવાત સાંભળીને જે એકાંતિક જ્ઞાનવાન સંત હતા તે એમ સમજયાજે, આ પ્રકટ પુરુષોત્તમ શ્રીજીમહારાજ તે જ સર્વ અવતારનાઅવતારી ને અક્ષરધામના પતિ પ્રગટ પુરુષોત્તમ છે. એમશ્રીજીમહારાજની મૂર્તિને વિષે નિશ્ચય કરતા હવા. ।।૨૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ર૬

વડતાલમાં શ્રીજીમહારાજે પરમહંસ આગળ પોતાનાપુરુષોત્તમપણાના મહિમાની વાત પાંચ છ દિવસ કરી ને પછીશ્રીજીમહારાજે સંતને કહ્યું જે,‘અમારી વાતનું રહસ્ય તો આનિત્યાનંદસ્વામી સમજે છે.’ પછી સર્વે સંતે કહ્યું જે,‘હેમહારાજ ! એ કેમ સમજે છે ?’ ત્યારે કહ્યું જે,‘તમે પૂછો.’ત્યારે સર્વે સંતે પૂછ્યું ત્યારે નિત્યાનંદસ્વામીએ કહ્યું જે,‘તમેપુરુષોત્તમ કહ્યા તે તો મહાપુરુષ છે, ને પુરુષોત્તમ તો અક્ષરથકી પર ને રામકૃષ્ણાદિક સર્વે અવતારના અવતારી ને સર્વકારણના કારણ આ પ્રત્યક્ષ પ્રમાણ શ્રીજીમહારાજ છે.’ ત્યારપછીસર્વે સંતે શ્રીજીમહારાજને કહ્યું જે, ‘હે મહારાજ ! તમારાસ્વરૂપનો સર્વોપરી નિશ્ચય થાય તેવી રીતે કૃપા કરીને કહો.’ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘જયાં પ્રગટ પુરુષોત્તમપણાનીવાત આવે છે, ત્યાં ત્યાં સર્વેની બુદ્ધિ ભ્રમાઇ જાય છે, પણસર્વ ઠેકાણે પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લઇને બીજાને પુરુષોત્તમકહ્યા છે; તે પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લીધા વિના તો અક્ષરનેપણ ભગવાન ન કહેવાય, તો બીજાની શી વાત કહેવી ? માટેએવા શબ્દ સાંભળીને મતિ ભ્રમાવા દેવી નહિ. ને પુરુષોત્તમતો રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી પ્રત્યક્ષ હરિકૃષ્ણ અમેછઈએ, એમાં કિંચિતમાત્ર સશંય નથી.’ એવી રીતે શ્રીજીમહારાજેપોતાના પુરુષોત્તમપણાની સંત આગળ વાત કરી. ।।૨૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 140
Powered By Indic IME