Last Updated:
May 5, 2025

Click here to submit your article
વચનામૃતમ્
Per Page :

ગઢડા મઘ્ય ૪૬ : મરણદોરીનું – એકાંતિક ધર્મમાંથી પડયાનું

સંવત્ ૧૮૮૦ના પોષ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પીળી છીંટની રજાઇ ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, ને ઝાંઝ મૃદંગ લઇને સંત કીર્તન ગાવતા હતા. પછી કીર્તન ગાઇ રહ્યા ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “આ સંસારને વિષે જે સત્‍પુરૂષ હોય,  તેને તો કોઇક જીવને લૌકિક પદાર્થની હાણ વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષ શોક થાય નહિ, અને જ્યારે કોઇકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્‍યારે ખરખરો થાય છે, કાં જે, થોડાક કાળ જીવવું ને એનો પરલોક બગડશે માટે એને મોટી હાણ થાય છે. અને ભગવાનના જે અવતાર પૃથ્‍વીને વિષે થાય છે તે ધર્મના સ્‍થાપનને અર્થે થાય છે, તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્‍થાપન કરવાને અર્થે જ નથી થતા, કેમ જે વર્ણાશ્રમના ધર્મ તો સપ્‍તર્ષિ આદિક જે પ્રવૃત્તિધર્મના આચાર્ય છે તે પણ સ્‍થાપન કરે છે. માટે એટલા સારૂંજ ભગવાનના અવતાર નથી થતા. ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તેને પ્રવર્તાવવાને અર્થે થાય છે. અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી. એને તો એકાંતિકના ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે. તે જ્યારે ભગવાન કે ભગવાનના […] read more
0 Views : 203

ગઢડા મઘ્ય ૪૭ : પાતાળ સુધી પૃથ્વી ફાટયાનું

સંવત્ ૧૮૮૦ ના મહા વદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પીળી છીંટની રજાઇ ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય, તેને જો મન દઇને માણસાઇએ રાખતાં આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે; અને જેને સાધુને રાખતાં આવડે નહિ તેની પાસે સાધુ રહે પણ નહિ. અને જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુ:ખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમ આ મુકતાનંદસ્વામીને ક્ષયરોગ થયો છે તે દહીં, દુધ, ગળ્‍યું, ચીકણું કાંઇ ખાવા દેતો નથી, તેમ જે સમજુ હોય તેને એમ જણાય જે, આ રોગે સારૂં સારૂં ખાવાપીવાનું સર્વે ખંડન કરી નાખ્‍યું. માટે આ તો ક્ષયરોગ રૂપે જાણીએ કોઇક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું ? એમ ભાસે છે. શા માટે જે શિશ્ર્ન ને ઉદર એ બેને વિષે જે જીવને આસકિત છે, એ જ અસત્‍પુરૂષપણું છે, તે ક્ષયરોગ એ બેય પ્રકારની ખોટને કાઢે એવો છે, તેમ એ રોગની પેઠે જે સત્‍પુરૂષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્‍યારે મુમુક્ષુ હોય તેને તેમાં દુ:ખાઇ જવું નહિ. અને જે ખાધાપીધાની […] read more
0 Views : 181

ગઢડા મઘ્ય ૪૮ : “વંદુ”ના કીર્તનનું – સંતના મઘ્યમાં જન્મ ધરવાનું

સંવત્ ૧૮૮૦ના મહા વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિષે ધારણ કરી હતી, ને પાઘને વિષે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો, ને કંઠને વિષે પુષ્પના હાર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને સાધુ પ્રેમાનંદસ્વામી ભગવાનના ઘ્‍યાનના અંગની ગરબીઓ જે, “વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ” એ ગાવતા હતા. પછી જ્યારે ગાઇ રહ્યા ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “બહુ સારાં કીર્તન ગાયાં. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે, ‘આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્‍ટાંગ દંડવત્ પ્રણામ કરીએ.’ અને જેને આવી રીતે અંત:કરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય, ને એવી વાસનાએ યુક્ત જો દેહ મુકે, તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડેજ નહિ. અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતાં જીવતો હોય તોપણ એ પરમપદને પામ્‍યો જ છે. અને જેવા શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે તેવો જ એ પણ નિરન્નમુક્ત થઇ રહ્યો છે. અને દેહક્રિયા તો યોગ્‍ય હોય એટલી સહેજે જ થાય છે, અને જેને ભગવાનના સ્‍વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે તે તો કૃતાર્થ થયો છે, ને તેને કાંઇ કરવું બાકી […] read more
0 Views : 181

ગઢડા મઘ્ય ૪૯ : ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે તેનું – કથાકીર્તનાદિકમાં તૃપ્તિ ન પામવાનું

સંવત્ ૧૮૮૦ના ફાગણ શુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર મેડીની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકિયા બિછાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પાઘમાં ધોળાં પુષ્પનો હાર લટકતો મુકયો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ  બોલ્‍યા જે,”પ્રત્‍યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર એ બેયને વિષે તો ધણો ફેર છે. પણ જે અજ્ઞાની છે ને અતિશય  મૂર્ખ છે તે તો ભગવાન અને માયિક આકારને સરખા જાણે છે, કેમ જે, માયિક આકારના જે જોનારા છે, ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે. તે તો અનંત કોટિ કલ્‍પ સુધી નરક ચોરાશીને વિષે ભમે છે, અને જે ભગવાનના  સ્‍વરૂપનાં દર્શન કરનારા છે ને ભગવાનના સ્‍વરૂપના ચિંતવન કરનારા છે, તે તો કાળ, કર્મ ને માયા એ સર્વેના બંધન થકી છુટીને અભય પદને પામે છે, ને ભગવાનના પાર્ષદ થાય છે. માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ભગવાનનું ઘ્‍યાન એમાંથી કોઇકાળે મનની તૃપ્‍તિ થતી જ નથી, ને તમારે પણ સર્વેને એવી જ રીતે કરવું.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૪૯||૧૮૨|| read more
0 Views : 170

ગઢડા મઘ્ય ૫૦ : રહસ્યોનું – જગતના લોચાનું

સંવત્ ૧૮૮૦ના ચૈત્ર વદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર મેડીની ઓસરી ઉપર રાત્રિને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, આજતો અમારૂં જે રહસ્‍ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ જે, જેમ નદીઓ સમુદ્રને વિષે લીન થાય છે, અને જેમ સતી ને પતંગ તે અગ્‍નિને વિષે બળી જાય છે, અને જેમ શૂરો રણને વિષે ટુક ટુક થઇ જાય છે, તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્‍વરૂપ તેને વિષે અમે અમારા આત્‍માને લીન કરી રાખ્‍યો છે. અને તે તેજોમય એવું જે અક્ષરબ્રહ્મ તેને વિષે મૂર્તિમાન એવા જે પુરૂષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંધાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે, અને તે વિના કોઇ પદાર્થમાં પ્રીતિ નથી. એવું અમારે અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશે ત્‍યાગનો ફુંફવાડો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઇનેબીજા હરિભક્તના અંતર સામું જોઇએ છીએ, ત્‍યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્‍યયોગી બાઇઓ, એ સર્વેને કાંઇક જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતરને વિષે તો કયારેય સ્‍વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી અને ભગવાન ને ભગવાનના ભક્તની ભકિતમાંથી અમને પાડવાને […] read more
0 Views : 179

ગઢડા મઘ્ય ૫૧ : “આત્મસત્તારૂપ રહે” તેનાં લક્ષણનું

સંવત્ ૧૮૮૦ના ચૈત્ર વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પ્રશ્ર્ન પુછયો જે, “કોઇક સમામાં તો જીવ સુષુપ્‍તિમાં જાય છે ત્‍યારે અતિશય સુખ થાય છે, અને કોઇક સમામાં સુષુપ્‍તિમાં જાય છે, તો પણ ઉદ્વેગ મટતો નથી તેનું શું કારણ છે ?” એ પ્રશ્ર્ન છે. પછી મોટા મોટા સંત હતા તેમણે એ પ્રશ્ર્નનું સમાધાન કરવા માંડયું, પણ યથાર્થ સમાધાન થયું નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એતો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય છે, તે સુષુપ્‍તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણનો વિક્ષેપ રહે છે. માટે સુષુપ્‍તિમાં પણ અસુખ રહે છે. માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્‍યાં સુધી કોઇ જીવ સુખીયો રહે નહિ, અને જ્યારે આત્‍મસત્તારૂપે રહે ત્‍યારે જ સુખી રહે છે.” પછી મુકતાનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “આત્‍મસત્તારૂપે રહે તેનાં શાં લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, શિવ, બ્રહ્મા જેવા કોઇ સમર્થ કહેવાય નહિ, એ તો નારદ જેવાના પણ ગુરૂ છે, અને એ જેવા બ્રહ્મસ્‍વરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું કઠણ છે, તોપણ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ઘ્‍યાન એ આઠ જો ભૂંડા થયા, તો તેને યોગે […] read more
0 Views : 168

ગઢડા મઘ્ય ૫૨ : ત્યાગી અને ગૃહસ્થની શોભાનું

સંવત્ ૧૮૮૦ના ચૈત્ર વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાંથી ધોડીએ અસવાર થઇને  શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ને ત્‍યાં વેદિકા ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે પુષ્પનો હાર પહેર્યો હતો, ને પાઘને વિષે ફુલનો તોરો વિરાજમાન હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાની આગળ મુનિમંડળ ઝાંઝ, મૃદંગ લઇને કીર્તન ગાવતા હતા. તે જ્યારે કીર્તન ગાઇ રહ્યા ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો હવે વાર્તા કરીએ તે સાંભળો જે, આ સંસારને વિષે ગૃહસ્‍થાશ્રમી ને ત્‍યાગી એ બેના માર્ગ જુદા જુદા છે. તે જે ગૃહસ્‍થને શોભા હોય તે ત્‍યાગીને દૂષણરૂપ હોય, અને જે ત્‍યાગીને શોભા હોય તે ગૃહસ્‍થને દૂષણરૂપ હોય. તેને બુદ્ધિમાન હોય તે જાણે, પણ બીજો જાણી શકે નહિ, માટે તેની વિકિત કહીએ છીએ જે, જે ગૃહસ્‍થાશ્રમી છે તેને ધન, દોલત, હાથી, ધોડા, ગાય, ભેંસ, મેડી, હવેલી, સ્‍ત્રી, છોકરાં, ભારેભારે વસ્ત્ર, આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે. અને એજ જ  સર્વે પદાર્થ તે જે ત્‍યાગી હોય તેને દોષરૂપ છે. અને ત્‍યાગી છે તેને વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉધાડું એક કૌપીનભર રહેવું, માથામાં ટોપી ધાલવી, દાઢી મુછ મુંડાવી નખાવવી, ભગવાં વસ્ત્ર રાખવાં, અને કોઇ ગાળો દે, ને કોઇ ધૂળ નાખે, તે અપમાનને સહન કરવું, એજ ત્‍યાગીને […] read more
0 Views : 179

ગઢડા મઘ્ય ૫૩ : પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહ – તેનું

સંવત્ ૧૮૮૦ના વૈશાખ શુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ગાદી તકીયા બીછાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શાસ્ત્રને વિષે જે મોહ કહ્યો છે તે મોહનું એ રૂપ છે જે,’ જ્યારે હૃદયને વિષે મોહ વ્‍યાપે ત્‍યારે એ જીવને પોતાનો અવગુણ તો સુઝે જ નહિ, માટે પોતાનો અવગુણ ન સુઝે એજ મોહનું રૂપ છે. અને વળી જીવ માત્રને પોતાના ડહાપણનું અતિશય માન હોય, પણ એમ વિચારે નહિ જે;’મને મારા જીવની ખબર નથી, જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે ? કે લાંબો છે કે ટુંકો છે ? એની કાંઇ ખબર નથી, તો પણ મોટા પુરૂષ હોય અથવા ભગવાન હોય તેને વિષે પણ ખોટ કાઢે, અને એમ સમજે જે આ મોટા પુરૂષ છે અથવા ભગવાન છે પણ આટલું ઠીક કરતા નથી. એમ ખોટ કાઢે છે, પણ એ મૂખર્ો એમ નથી જાણતો જે, “એ ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડને વિષે રહ્યા એવા જે જીવ ને ઇશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય, ને તેને દેખે તેમ દેખે છે. અને અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે, ને લક્ષ્મીના પતિ છે, અને અનંતકોટિ બ્રહ્માંડના કર્તાહર્તા છે, […] read more
0 Views : 162
Powered By Indic IME