Last Updated:
May 5, 2025

Click here to submit your article
વચનામૃતમ્
Per Page :

ગઢડા મઘ્ય ૩૮ : માંચા ભક્તનું -પ્રવેશનું

સંવત્ ૧૮૮૦ના ભાદરવા વદિ ૬ છઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકીયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ૧સંસારી જીવ છે તેને તો કોઇક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્‍યાં તરત પ્રતીતિ આવે, અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર, મંત્ર, નાટક, ચેટકમાં કયાંય પ્રતીતિ આવે જ નહિ. અને જે હરિભક્ત હોય ને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે, તે સત્‍સંગી હોય તો પણ અર્ધો વિમુખ જાણવો. અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહિ. યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માંચો ભક્ત હતા. તે સત્‍સંગ થયા મોર માગર્ીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડયો નહિ, અને પોતે બાળબ્રહ્મચારી રહ્યા. અને કોઇક કીમિયાવાળો પોતાને ઘેર આવીને ઉતર્યો હતો, તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડયું, ને પછી એ ભક્તને કહ્યું જે, ‘તમે સદાવ્રતી છો માટે તમને આ બુટી બતાવીને રૂપું કરવા શીખવું.’  પછી એ ભકતે લાકડી લઇને તેને ગામ બહાર કાઢી મુકયો, અને તેને એમ કહ્યું જે, ‘અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઇચ્‍છા નથી.’ પછી એ ભક્તને સત્‍સંગ થયો ત્‍યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. માટે જે એકાંતિક […] read more
0 Views : 248

ગઢડા મઘ્ય ૩૯ : સ્વાભાવિક ગુણ વર્ત્યાનું

સંવત્ ૧૮૮૦ના ભાદરવા વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચઢીને શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી ત્‍યાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિ ભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહિ એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો ?” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “લ્‍યો અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ જે, એક તો અમારે એમ વર્તે છે જે, પંચ પ્રકારના વિષય સંબંધી જે જે પદાર્થ છે તેનો દેહે કરીને સુઝે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય, તથા સ્‍વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ જે બહારથી સુઝે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઇએ પણ જ્યારે અંતર્દષ્‍ટિ કરીને પોતાના આત્‍મા સામું જોઇએ, તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઇને આત્‍મસ્‍વરૂપને પામી જાય ને પરમ સુખરૂપે વર્તાય. અને ત્રીજો એમ જે ચૈતન્‍યરૂપને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રીકૃષ્ણવાસુદેવ વિરાજમાન છે ને તે સાકાર થકા જ સર્વના કર્તા છે પણ નિરાકારથકી તો કાંઇ થતું નથી. એવી રીતે સાકારની દૃઢ પ્રતીતિ છે. તે […] read more
0 Views : 218

ગઢડા મઘ્ય ૪૦ : એક દંડવત્ પ્રણામ અધિક કર્યાનું

સંવત્ ૧૮૮૦ના આસો વદિ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા. પછી સ્‍નાન કરીને શ્વેત વસ્ત્રનું  ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા, અને પોતાનું દેવાર્ચનાદિક જે  નિત્‍ય કર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રીકૃષ્ણ ભગવાનને સાષ્‍ટાંગ દંડવત્ પ્રણામ કરતા હવા. તે પ્રતિદિન જેટલા દંડવત્ પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવત્ પ્રણામ અધિક કર્યો. તેને જોઇને શુકમુનિએ પુછયું જે, ‘હે મહારાજ ! આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો ?’ ત્‍યારે શ્રીમહારાજ બોલ્‍યા જે, “નિત્‍ય પ્રત્‍યે તો અમે શ્રીકૃષ્ણ ભગવાનને નમસ્‍કાર કરીને એમ કહેતા જે, ‘હે મહારાજ ! આ દેહાદિકને વિષે અહંમમત્‍વ હોય તેને તમે ટાળજ્યો.’ અને આજ તો અમને એવો વિચાર થયો જે, ‘ભગવાનના ભક્તનો મને, વચને અને દેહે કરીને જે કાંઇક જાણે અજાણે  દ્રોહ થઇ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુ:ખ થાય છે તેવું બીજે કોઇ પાપે કરીને થતું નથી.’ માટે જાણે અજાણે, મને વચને, દેહે કરીને જે કાંઇ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્‍યો હોય તેનો દોષ નિવારણ કરાવ્‍યા સારૂં એક પ્રણામ અધિક કર્યો. અને અમે તો એેમ જાણ્‍યું છે જે, ‘ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્‍ટ થાય છે તેવું કોઇ પાપે કરીને નથી થતું. અને ભગવાનના ભક્તની મને, વચને, દેહે […] read more
0 Views : 195

ગઢડા મઘ્ય ૪૧ : માનરૂપી હાડકાનું

સંવત્ ૧૮૮૦ ના કાર્તિક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે પીળા પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે પીળા પુષ્પના તોરા ખોસ્‍યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્‍યા જે, “જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્‍યારે પોતાનું મોટું ભાગ્‍ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્‍યાણને અર્થે ભકિતએ કરીને જ કરવી, પણ કોઇક વખાણે તે સારૂં ન કરવી. અને જીવનો તો એવો સ્‍વભાવ છે જે, ‘જેમાં પોતાને માન મળે તેજ કરવું સારૂં લાગે.’ પણ માન વિના એકલી તો ભગવાનની ભકિત કરવી પણ સારી લાગે નહિ. અને જેમ શ્વાન હોય તે સુકાં હાડકાંને એકાંતે લઇ જઇને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય છે. પણ મૂર્ખ એમ નથી જાણતો જે, ‘મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું.’તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાંને મુકી શકતો નથી. અને જે જે સાધન કરેછે તે માનને વશ થઇને કરે છે, […] read more
0 Views : 170

ગઢડા મઘ્ય ૪૨ : સગુણપણું-નિર્ગુણપણું અક્ષરને વિષે છે – કુંચીનું

સંવત્ ૧૮૮૦ના માગશર વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! ભગવાનના એક એક રોમને વિષે અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે તે કેવી રીતે રહ્યાં છે, અને બ્રહ્માંડમાં કયે કયે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પુરૂષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે. એક સગુણપણું ને બીજું નિર્ગુણપણું અને પુરૂષોત્તમનારાયણ છે તેને તો સગુણ ન કહેવાય. ને નિર્ગુણ પણ ન કહેવાય. અને સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિષે છે. તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મસ્‍વરૂપે છે અને સગુણ સ્‍વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિષે અણુની પેઠે અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે, તે કાંઇ બ્રહ્માંડ અક્ષરને વિષે નાનાં થઇ જતાં નથી. એ તો અષ્‍ટાવરણે સહવર્તમાન હોય પણ અક્ષરની અતિશે મોટપ છે તેની આગળ બ્રહ્માંડ અતિશે નાનાં દેખાય છે. જેમ ગિરનાર પર્વત છે. તે મેરૂ આગળ અતિશે નાનો દેખાય અને લોકાલોક પર્વતની આગળ મેરૂ પર્વત અતિશે નાનો દેખાય, તેમ બ્રહ્માંડ તો આવડાં ને આવડાં […] read more
0 Views : 179

ગઢડા મઘ્ય ૪૩ : બ્રહ્મસ્વરૂપ પ્રીતિનું

સંવત્ ૧૮૮૦ના પોષ શુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાંથી અયોઘ્‍યાવાસીને ઘેર ગાદીતકીયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પ્રેમાનંદસ્વામી સરોદો લઇને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો પ્રશ્ર્ન ઉત્તર કરીએ.” એમ કહીને શ્રીજીમહારાજે પુછયું જે, “જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ  સત્તારૂપે વર્તતો હોય, અને તેને વિષે વૈરાગ્‍યરૂપ જે સત્ત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય, અને તે તો કેવળ ઉત્‍થાને રહિત શૂન્‍યસમતા ધરી રહે, ને સુષુપ્‍તિ જેવી અવસ્‍થા વર્તે, એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ હોય કે ન હોય ? એ પ્રશ્ર્ન છે.” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “જે સત્તારૂપે વર્તે તેને ભગવાનને વિષે પ્રીતિ તો ૨હોય.” ત્‍યારે શ્રીજીમહારાજે પુછયું જે, “સત્તારૂપ રહ્યો એવો જે એ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ છે તે આત્‍માને સજાતિ છે કે ૪વિજાતિ છે ?” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “એ પ્રીતિ તો આત્‍માને ૫સજાતિ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “મઘ્‍વાચાર્ય, નિંબાર્ક ને વલ્‍લભાચાર્ય, એમણે આત્‍મારૂપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી એ પ્રીતિને ૬બ્રહ્મસ્‍વરૂપ કહી છે. માટે ગુણાતીત થઇને જે ભગવાનને વિષે પ્રીતિ કરે છે […] read more
0 Views : 176

ગઢડા મઘ્ય ૪૪ : દૈવી – આસુરી જીવના લક્ષણ

સંવત્ ૧૮૮૦ ના પોષ સુદી ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુકતાનંદ સ્વામીને પુછયું જે, ”જ્યારે કોઇક હરિભક્તનો અવગુણ આવે ત્‍યારે મોરે જેટલા તેમાં દોષ સુઝતા હોય એટલા ને એટલા સુઝે કે કાંઇ વધુ સુઝે ?” પછી મુકતાનંદ સ્વામી બોલ્‍યા જે, “અટકળે તો એમ જણાય  છે જે મોરે સુઝતા એટલા ને એટલા સુઝે છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ વાતમાં તમારી નજર પડી નહિ. એટલા ને એટલા અવગુણ સુઝતા હોય તો અવગુણ આવ્‍યો એમ કેમ કહેવાય ? માટે એતો ભૂંડા દેશ, કાળ, ક્રિયા, સંગ આદિકને યોગે કરીને બુદ્ધિ પલટાઇને બીજી રીતની જ થઇ જાય છે. તેણે કરીને અવગુણ વધુ સુઝે છે. ત્‍યારે એમ જાણવું જે, ‘બુદ્ધિને વિષે ભૂંડા દેશ કાળાદિકનું દૂષણ લાગ્‍યું છે.’ અને અમે તો એમ જાણીએ છીએ જે, ‘જેને પૂર્વે મોટા પુરૂષનો સંગ હશે, અથવા ભગવાનનું દર્શન થયું હશે, તેને તો પોતાના જ અવગુણ ભાસે પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહિ.’ અને એવાં જેનાં લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો. અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાસે નહિ, અને બીજા જે […] read more
0 Views : 168

ગઢડા મઘ્ય ૪૫ : એકાવન ભૂતનું ટોળું કાઢવાનું

સંવત્ ૧૮૮૦ ના પોષ વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “તમે સર્વે મુનિ મંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્‍થ સત્‍સંગી તથા પાળા તથા અયોઘ્‍યાવાસી એ તમે સર્વે મારા કહેવાઓ છો, તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું  નહિ, અને તમે કાંઇક ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહિ. માટે જે જે મારા કહેવાયા છો, તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજ્યો; જો જરાય ગાફલાઇ રાખશો તો તમારો પગ ટકશે નહિ, અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઇ જાતની વાસના તથા કોઇ જાતનો અયોગ્‍ય સ્‍વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દશ ઇન્‍દ્રિયો, પંચ પ્રાણ, ચાર અંત:કરણ, પંચભૂત, પંચવિષય, અને ચૌદ ઇન્‍દ્રિયોના દેવતા, એમાંથી કોઇનો સંગ રહેવા દેવો નથી. ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્‍મા તે રૂપે થઇને ભગવાનની ભકિત કરો એવા સર્વેને કરવા છે, પણ કોઇ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્‍મમાં સર્વે કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઇને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્‍મ […] read more
0 Views : 171
Powered By Indic IME