Last Updated:
May 5, 2025

Click here to submit your article
વચનામૃતમ્
Per Page :

ગઢડા મઘ્ય ૨૨ : બે સેનાના નિશાનનું – નરનારાયણ પધરાવ્યાનું

સંવત્ ૧૮૭૮ ના ફાગણ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ અર્ધરાત્રિ સમે જાગ્‍યા ને શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને તે સમે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્‍યા. પછી પોતાના મુખારવિંદની આગળ તે સર્વેની સભા ભરાઇને બેઠી. ત્‍યારે શ્રીજીમહારાજ સાધુ પ્રત્‍યે બોલ્‍યા જે, “એક વાર્તા કરીએ તે સાંભળો જે, જેમ બે સેના હોય, ને તે પરસ્‍પર લડવાને તૈયાર થઇ હોય, ને બેયનાં નિશાન સામસામાં રોપયાં હોય, પછી બેયના મનમાં એમ હોય જે, ‘આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે માંડીયે, ને એનું નિશાન લઇ લઇએ.’ પણ એવો વિચાર નથી થતો જે, ‘એના નિશાન લગી જઇશું તેમાં તો કેટલાકનાં માથાં પડશે ને લોહીની નદી ચાલશે.’ તેને તો એનો ભય નથી. કાં જે, શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહિ અને જે કાયર છે તે તો ભાગ્‍યાના હજારો વિચાર કરે છે, અને એમ પણ વિચાર કરે છે જે, ‘આપણી ફોજ જીતશે તો કોઇકનું ધન હથિયાર હશે તે લુટી લઇશું’ અને તે બેય રાજાના જે શૂરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લુંટવાનો પણ લોભ નથી, પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એવો જ એક સંકલ્‍પ છે. એ તો દષ્‍ટાંત છે. એનું સિદ્ધાંત તો એ […] read more
0 Views : 221

ગઢડા મઘ્ય ૨૩ : લૂક તથા હિમનું

સંવત્ ૧૮૭૮ના જ્યેષ્‍ઠ શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને મસ્‍તક ઉપર ધોળી પાઘ બાંધી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું. તે મન જીવ થકી જુદું ન દેખાયું. મન તો જીવની જ કોઇક કિરણ છે પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાયું જે, જેમ ઉનાળામાં લુક હોય, તથા જેમ શિયાળામાં હિમ હોય, તેવું મનનું રૂપ દેખાયું . અને જેમ માણસના દેહમાં લુક પેસે તથા હિમ પેસે ત્‍યારે તે માણસ મરી જાય છે, તેમ એ મન ઇન્‍દ્રિયો દ્વારે થઇને જ્યારે વિષય સન્‍મુખ થાય છે ત્‍યારે તે વિષય જો દુ:ખદાયી હોય તો મન તપીને ઉનાળાની લુક જેવું થાય છે; અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિષે મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુ:ખદાયી વિષયને ભોગવીને લુક સરખું ઉનું થઇને જીવના હૃદયમાં પેસે છે, ત્‍યારે જીવને અતિશે દુ:ખીયો કરીને કલ્‍યાણના માર્ગમાંથી પાડી નાખે છે, એ તે લુક લાગીને મરે તેમ જાણવું. અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્‍યારે ટાઢું હિમ સરખું થઇને […] read more
0 Views : 205

ગઢડા મઘ્ય ૨૪ : સાંખ્ય ને યોગનિષ્ઠાનું

સંવત્ ૧૮૭૯ ના શ્રાવણ શુદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાંથી ધોડીએ ચઢીને શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ને ત્‍યાં ચોતરા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો, ને પાઘને વિષે મોગરાના પુષ્પનો તોરો ધારણ કર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદસ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! ભગવાનને વિષે અચળ નિષ્‍ઠાવાળા જે ભક્ત હોય તેને કોઇ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એક તો યોગનિષ્‍ઠા છે ને બીજી સાંખ્‍યનિષ્‍ઠા છે. તેમાં યોગનિષ્‍ઠા-વાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્‍વરૂપમાં પોતાની અખંડવૃત્તિ રાખે અને સાંખ્‍યનિષ્‍ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યનાં સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેનાં જે સુખ તેને સમજી રાખે, તથા ચૌદ લોકની માંહિલી કોરે જે સુખ છે તે સર્વેનું પ્રમાણ કરી રાખે જે, ‘આ સુખ તે આટલું જ છે.’ અને એ સુખની કેડે જે દુ:ખ રહ્યું છે તેનું પણ પ્રમાણ કરી રાખે. પછી દુ:ખે સહિત એવાં જે એ સુખ તે થકી વૈરાગ્‍યને પામીને પરમેશ્વરને વિષે જ દૃઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્‍યનિષ્‍ઠાવાળાને તો સમજણનું બળ હોય. અને યોગનિષ્‍ઠાવાળાને તો ભગવાનના સ્‍વરૂપમાં અખંડ વૃત્તિ […] read more
0 Views : 220

ગઢડા મઘ્ય ૨૫ : વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહીનું

સંવત્ ૧૮૭૯ના શ્રાવણ વદિ ૬ છઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને કહ્યું જે, “સાંભળો અમે એક પ્રશ્ર્ન પુછીએ છીએ જે, ‘એક તો ભગવાનનો ભક્ત ત્‍યાગી છે ને દેહે કરીને તો સર્વ વર્તમાન દૃઢ રાખે છે, ને અંતરમાં તો વિષય ભોગવવાની  વાસના અતિશે તીખી છે, તો પણ દેહે કરીને તો ભ્રષ્‍ટ થતો નથી, એવો તો ત્‍યાગી છે. અને બીજો ભક્ત છે તે તો ગૃહસ્‍થાશ્રમી છે, ને તેને તો દેહે કરીને ધન સ્‍ત્રીનો પ્રસંગ છે, ને અંતરમાં તો સર્વે પ્રકારે નિર્વાસનિક છે. એ બેય જણા જ્યારે દેહ મુકશે ત્‍યારે એ બેય શી ગતિને પામશે ? એ બેય તે સરખી ગતિને પામશે ? કે અધિક ન્‍યૂન થશે ? એ બેયનો વિકિતએ કરીને જુદો જુદો ઉત્તર આપો.” પછી ગોપાળાનંદ સ્વામી બોલ્‍યા જે, ‘એ ત્‍યાગી જયારે દેહ મુકશે ત્‍યારે એને વિષય ભોગવવાની અંતરમાં તીખી વાસના છે, માટે એને તો ભગવાન મૃત્‍યુલોકને વિષે અથવા દેવલોકને વિષે મોટો ગૃહસ્‍થ કરશે અને અતિશે વિષયભોગ પ્રાપ્‍ત થશે’. તે જેવા ભગવદ્રીતામાં યોગભ્રષ્‍ટને ભોગ કહ્યા છે તેવા ભોગને દેવલોકમાં ભોગવશે, અને એ ગૃહસ્‍થ હરિભક્ત છે, તે […] read more
0 Views : 241

ગઢડા મઘ્ય ૨૬ : ભકિતમાં અંતરાય કરતાં આત્મજ્ઞાનાદિકને પાછાં પાડવાનું

સંવત્ ૧૮૭૯ ના ભાદરવા શુદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જે ભગવાનના ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાનાં સગાંવહાલાં હોય તેનો પણ ત્‍યાગ કરવો. અને ભગવાનને ન ગમે એેવો કોઇક પોતામાં સ્‍વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્‍યાગ કરવો. પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહિ. જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો, અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ પોતામાં જ અવગુણ ભાસે. અને જે બીજામાં અવગુણ જુવે અને પોતામાં ગુણ પરઠે તે તો સત્‍સંગી છે, તોપણ અર્ધો વિમુખ છે. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભકિત કરતાં આત્‍મજ્ઞાન તથા વૈરાગ્‍ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભકિતનુંજ મુખ્‍યપણું રાખવું. અને જો ભકિતને વિષે સહાયરૂપ થતા હોય તો તો એ ઠીક છે, એમ સમજે તેજ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય, તો પણ […] read more
0 Views : 216

ગઢડા મઘ્ય ૨૭ : મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય તેનું

સંવત્ ૧૮૭૯ ના કાર્તિક શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે ગુલદાવદિના ધોળા ને પીળા પુષ્પના હાર વિરાજમાન હતા, અને પાઘમાં બે કોરે તોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુકતાનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, “તમારે ક્રોધ થાય છે, ત્‍યારે શે નિમિત્તે થાય છે ? અને કેટલું નિમિત્ત હોય ત્‍યારે ક્રોધ થાય છે ? અને અમારે તો એકથી લાખ રૂપિયા સુધી બગાડ કરે તો પણ પોતા સારૂં તો ક્રોધ આવે નહિ, અને જ્યારે ધર્મલોપ કરે અથવા બળીઓ હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે. ત્‍યારે તેની ઉપર અમારે કોઇકને અર્થે લગારેક ક્રોધની ચટકી આવે છે, ‘પણ પોતા સારૂં તો લેશમાત્ર ક્રોધ આવતો નથી.’ અને કોઇક સારૂં આવે છે તે પણ ક્ષણમાત્ર પણ નથી રહેતો, ને આંટી પણ બંધાતી નથી. તેમ તમારે કેવી રીતે આવે છે ને કેવી રીતે ટળે છે ? પછી મુકતાનંદસ્વામીએે કહ્યું જે, “કોઇક પદાર્થને યોગે તથા કોઇક અવળાઇ દેખાય તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્‍કાળ શમી જાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા  જે, “એવું તમારે વિચારનું બળ રહે છે તે શાને યોગે રહે છે ?” […] read more
0 Views : 214

ગઢડા મઘ્ય ૨૮ : જીવનદોરીનું દયાળુ-પ્રકૃતિનું

સંવત્ ૧૮૭૯ ના ફાગણ શુદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદી ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા,  ને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી,અને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી દવે પ્રાગજીએ કહ્યું જે, “શ્રીમદ્ભાગવત જેવો કોઇ ગ્રંથ નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીમદ્ભાગવત તો સારૂં જ છે, પણ સ્‍કંદ પુરાણને વિષે શ્રીવાસુદેવમાહાત્‍મ્‍ય છે, તે જેવો કોઇ ગ્રંથ જ નથી. કાંજે એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય અને ભકિત તથા અહિંસાપણું એમનું અતિશે પ્રતિપાદન કર્યું છે.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “વાલ્‍મીકી રામાયણને વિષે અને હરિવંશને વિષે અતિશે હિંસાનું પ્રતિપાદન કર્યું છે, અને રધુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે અને રધુનાથજીને વિષે શરણાગતવત્‍સલપણું તો ખરૂં. પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્‍યો હોય તો તેનો તત્‍કાળ ત્‍યાગ કરી દે-; જો સીતાજીને માથે લગારેક લોકાપવાદ આવ્‍યો તો અતિ વહાલાં હતાં પણ તત્‍કાળ ત્‍યાગ કરી દીધો” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “એવી તો રામાનંદસ્વામીની પ્રકૃતિ હતી.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમારી પ્રકૃતિ તો એવી નથી. અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશે દયા વર્તે છે. અને પાંડવોને વિષે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરૂષ માત્રને વિષે […] read more
0 Views : 218

ગઢડા મઘ્ય ૨૯ : ભગવાનમાં આસકિતવાળાનાં લક્ષણોનું

સંવત્ ૧૮૭૯ ના ફાગણ સુદિ ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદા બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીકૃષ્ણ ભગવાનના સ્‍વરૂપને વિષે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય” તેનાં આવાં લક્ષણ હોય જે “પોતે માર્ગે ચાલીને અતિશે થાકી રહ્યો હોય, ને બેઠું થાવાની પણ શરીરમાં શકિત ન રહી હોય, અને તેવા સમામાં કાંઇક ભગવાનની વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણીએ એકે ગાઉ પણ ચાલ્‍યો નથી, એવો સાવધાન થઇને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશે તત્‍પર થઇ જાય, અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્‍યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય, ને તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે, તો તત્‍કાળ સર્વ દુ:ખ થકી રહિત થઇ જાય. અને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિને પામીને અવરાઇ ગયો એવો જણાતો હોય, અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે, તો તે ઘડીએ જાણીએ એને કોઇનો સંગ જ નથી થયો, એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઇ જાય,’ એવી જાતનાં જેને વિષે લક્ષણ હોય, તેને એ ભગવાનને વિષે દૃઢ આસકિત થઇ જાણવી. પછી મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “એ ભગવાનને વિષે એવી દૃઢ આસકિત શા થકી થાય […] read more
0 Views : 207
Powered By Indic IME