Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮ર

અને ટોપીવાળો  મૂંઝાય ત્યારે બંગલામાં જતો રહે ને ત્યાં જઇને વિચાર કરે, એમ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પામીને પ્રતિલોમ દષ્ટિ કરીને વિચાર કરવો. ।।૧૮૨।। read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૩

ઉત્તમ પુરુષને સેવ્યા હોય ને તેને કસર રહી હોય ને તેનો દેહ પડે તે પછી એવો જોગ ન રહે તોપણ તેની ગમે તે પ્રકારે સહાય કરે. કેમ જે, એ તો સમર્થ છે, તે રક્ષા કરે. જેમ વ્યાસજીએ  કીડાનું કર્યું  એમ કરે. ।।૧૮૩।। read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૪

લક્ષ્મીજી એક કીડીને ડાબલીમાં ઘાલીને કહે,‘આનું વિષ્ણુ કેમ પોષણ કરશે ?’ પછી ત્રીજે દહાડે તપાસી જોયું, ત્યાં તો એ ડાબલીમાં લક્ષ્મીના ચાંદલાનો ચોખો પડી ગયેલ તે કીડીએ ખાધેલ. એમ ભગવાન તો પોષણ કરે. ।।૧૮૪।। read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮પ

અને ભગવાન તો કેવા છે ? તો જે જીવ પોતાના સન્મુખ ચાલે તે સારુ તો બ્રહ્માંડ ફેરવી નાખે, તે જુઓને પ્રહ્લાદનો દેહ જ જીવ જેવો કરી મૂકયો. ।।૧૮૫।। read more
0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૬

જેને સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહિ ને દુઃખ રહે છે એટલી સત્સંગ કરવામાં કસર છે અને સત્સંગ કરે છે તેને કેટલાક પ્રકારના નાના ને મોટા મોસલ ઊઠે છે; તેની વિકિત જે, તમાકુ ખાવી, પીવી ને સૂંઘવી, ને ડાકલાં, જૂગટું, ભવાયા, બજાણિયાં ને ગરીબ વર્ણનો માણસ ઘોડું રાખતો હોય, એ આદિક નાના મોસલ ને વ્યભિચાર, ચોરી, દારૂ, માંસ, અફીણ એ આદિક મોટા મોસલ; તે સર્વ પ્રકારનું ખર્ચ ન થાય તથા કોઇ પ્રકારનો દંડ ભરવો ન પડે, ને બાકી  કેટલોક વિવેક આવે, તેથી વ્યવહાર કરતાં આવડે જે, કમાવું- ખર્ચવું તે સર્વેને વિચારીને કરે. ।।૧૮૬।। read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૭

પ્રથમના કરતાં આજ કેટલુંક દેશકાળનું સાનુકૂળ છે ને મોરે તો કટક આવતાં, હિમ પડતાં, કાળ પડતાં, તીડ આવતાં ને ચોર ને ધાડાં પડતાં ને ટૂંટિયું; એ સર્વે ઇતિઓ કહેવાય. ।।૧૮૭।। read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૮

નાના ગામમાં લાખ રૂપિયાની હૂંડી લખનાર ન મળે, તે તો શહરે માં મળે, ને કરોડ રૂપિયાની હુંડી તો કોઇક બહુ મોટા શહરે માં મળે; તેમ અતિ ઉત્તમનો સગં ઝાઝે ઠેકાણે મળે નહિ ને તે મળ્યા વિના અતિ ઉત્તમ જ્ઞાન થાય નહિ. ને મોટાની દષ્ટિએ આ લોકનો વ્યવહાર તો કીડીઓ ને પશપુ ક્ષીના જેવો છે. ।।૧૮૮।। read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૯

અને પરલોકમાં જાવું છે એવો તો કોઇ મનસૂબો કરતા જ નથી, પણ આંહીં તો નહિ જ રહેવાય ને આ લોકમાં તો જાણીએ આવ્યા જ નથી એવું કરી નાખવું ને છેલ્લો જન્મ કરી નાખવો. તે છેલ્લો જન્મ તે શું ? જે,‘કયાંયે વાસના રહેવા દેવી નહિ. ને આ લોકની સ્થિતિ બાંધવાનું તાન છે, પણ એ તો નહિ રહે ને ગમે એટલાં કામ કરશું તોપણ સર્વે એક દિવસ મૂકીને સ્વભાવ પણ મૂકવા છે ને સાધુ થાવું છે, તે સારુ કથા, વાર્તા, સ્મૃતિ કરવી, ગુણ ઓળખવા એ કરવાનું છે.’ ।।૧૮૯।। read more
0 Views : 109
Powered By Indic IME