Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૯૦

ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા એ ત્રણ વાતમાં જ માલ છે એવો બીજી કોઇ વાતમાં માલ નથી. ને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ તે તો જેમ કોદાળી, પાવડા ને દાતરડાં તેને ઠેકાણે છે, મોટાની તો એમ સમજણ છે. ને અમે તો એક ભગવાન રાખ્યા છે ને બીજું રાખ્યું નથી. ।।૧૯૦।। read more
0 Views : 127

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૯૧

અને ગુણમાં દોષ રહ્યાં છે, તે શું ? જે પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે ને પોતે ન સૂવે ને જે સૂવે તેનો અવગુણ લે, ઇત્યાદિક બહુ વાત છે, તે અવશ્ય સમજવાની છે. ।।૧૯૧।। read more
0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૯ર

અને સ્વભાવનું બળ સર્વ કરતાં અધિક છે. તે કેમ ? જે વિષયના સંકલ્પ થાય એ તો વાસના કહેવાય, પણ ભગવાનની સ્મૃતિ કરતાં જે સંકલ્પ થાય તે સર્વ સ્વભાવ કહેવાય. ।।૧૯૨।। ઈતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય ગુણાતીતાનંદસ્વામીએ કરેલી વાતોમાં સંત-સમાગમનું મુખ્યપણું કહ્યું એ નામે ત્રીજું પ્રકરણ સમાપ્ત. read more
0 Views : 142

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧

શ્રીધોરાજીમાં લાલવડ હેઠે મહારાજે એકાદશીનો મહોત્સવ કર્યો તે સમયને વિષે મહારાજે પોતાનો પ્રતાપ સહુને જણાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. પછી આત્માનંદસ્વામીએ મહારાજને કહ્યું જે,‘સત્સંગ બહુ થયો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘એક એક સાધુ વાંસે લાખો મનુષ્ય ફરે ત્યારે સત્સંગ થયો એમ જાણવું.’ એમ કહીને કહ્યું જે,‘અમે તો સો કરોડ મનવારો  લઇને આવ્યા છીએ; એટલા જીવનો ઉદ્ધાર કરવો છે. તે પ્રથમ તો ચિંતામણિઓ ભરીશું, પછી પારસમણિઓ ભરીશું, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોનામહોરો, પછી રાળ  , પછી રૂપિયા ને પછી છેલ્લી બાકી ગારો  , એ પ્રકારે પૂરણી કરવી છે; એવી રીતે મુકતના અનંત પ્રકારના ભેદ છે, ને કલ્યાણ પણ અનંત પ્રકારનાં છે.’ એવી રીતે બહુ વાર્તા કરી. ।।૧।। read more
0 Views : 223

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર

પછી વળી સ્વામીએ વાત કરી જે,એક દિવસ મહારાજ નર્મદામાં નાહીને ધ્યાન કરવા બેઠા, તે ઊઠે નહિ. પછી મુકતાનંદ સ્વામીએ હાથ જોડીને બે-ત્રણ વાર કહ્યું જે,‘હે મહારાજ ! તમે ટીમણ કરો તો ઠીક,’ પછી મહારાજે કહ્યું જે,‘ટીમણ તો કરવા છે, પણ અમારે તો વાત કરવી છે.’ પછી સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ ! તમે વાત કરો.’ પછી મહારાજ બોલ્યા જે, ‘આ પચાસ કરોડ જોજન પૃથ્વી છે, તેથી દશગણું જળ છે, તેથી દશગણું તેજ છે, તેથી દશગણો વાયુ છે, તેથી દશગણો આકાશ છે, તેથી દશગણો અહંકાર છે, તેથી દશગણું મહત્તત્ત્વ છે, તેથી દશગણા પ્રધાનપુરુષ છે, તેથી અનંતગણી પ્રકૃતિ છે, ને તેથી અનંતગણો પુરુષ છે, ને તેથી અનંતગણું પર અક્ષરધામ છે. ને તે ધામને વિષે રહેનારા જે અનંતકોટિ મુકત છે, તેમને પુરુષોત્તમનો સંબંધ છે પણ બીજાને નથી. કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો બ્રહ્માદિકનો સંબંધ છે ને કેટલાકને તો વૈરાટાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રધાનપુરુષાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રકૃતિ-પુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો નથી. ત્યારે મુક્તાનદં સ્વામીએ કહ્યું જે, ‘આંહીં કોઇને પુરુષોત્તમનો સંબંધ હોય તો ?’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘એટલી જ વાત સમજવાની છે; કેમ જે અક્ષરના મુકતને પુરુષોત્તમનો સંબંધ છે કાં તમારે છે, પણ બીજા અવાંતર કોઇને નથી.’ એવી રીતે પોતાના પુરુષોત્તમપણાના પ્રતાપની ઘણીક વાત કરી. […] read more
0 Views : 267

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩

પછી વળી સ્વામીએ વાત કરી જે, મુકતાનંદસ્વામીને મહારાજે પૂછ્યું જે, ‘અમે જે જે ધામમાં જઈએ છીએ તે તે ધામમાં તમારાં બહુ વખાણ થાય છે; તે તમારામાં એવી શી મોટપ છે, તે સર્વે તમારાં વખાણ કરે છે ?’ એમ કહીને બોલ્યાં જે,‘આ તુંબડી  ફૂટી જાય તો સાજી કરતાં આવડે ?’ ત્યારે મુકતાનંદસ્વામીએ કહ્યું જે, ‘ના મહારાજ’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘તમે તમારી મોટપને જાણતા નથી.’એમ કહીને બોલ્યા જે,‘લ્યો અમે જ કહીએ.’ એમ કહીને કહ્યું જે,‘આ પચાસ કોટી યોજન પૃથ્વી છે, તેથી દશગણું જળ છે ને તેથી દશગણું તેજ છે, તેથી દશગણો વાયુ છે, તેથી દશગણો આકાશ છે, તેથી દશગણો અહંકાર છે, તેથી દશગણું મહત્તત્ત્વ છે, તેથી દશગણા પ્રધાનપુરુષ છે, તેથી અનંતગણા પ્રકૃતિપુરુષ છે, ને તે પ્રકૃતિપુરુષ થકી પર અક્ષરધામ છે; તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ તો વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ ભેળો રજ થઇ જાય, એટલું છેટું છે; પણ જો આંહીં અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો જે આ જીવ આઠ આવરણ પાર અક્ષરધામમાં જાય, તો તત્કાળ જાય. જેમ જતરડામાં  ઘાલીને પાણો ફગાવી નાખે એવું તમારા કાંડાને વિષે બળ છે; પણ તેને તમે જાણતા નથી.’ એમ કહીને કહ્યું જે,‘એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ કહું તે તમે સાંભળોઃ સર્વ થકી […] read more
0 Views : 237

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪

અને વળી સ્વામીએ વાત કરી જે,‘ભગવાનના અવતારમાત્રમાં ચમત્કાર તો ચમકપાણ  જેવો છે. તેમાં કેટલાક મણ  જેવા છે; ને કેટલાક તો દસ મણ જેવા છે; ને કેટલાક તો સો મણ જેવા છે; ને કેટલાક તો લાખ મણ જેવા છે. તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લોઢું હોય તેને તાણે; ને દશ મણ ચમક હોય તે તો આખા શહેરનાં લોઢાને તાણે; ને સો મણ ચમક હોય તો આખા દેશના  લોઢાને તાણે; ને લાખ મણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે, ને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહિ તો બધું બ્રહ્માંડ કેમ તણાઈ જાય ? એમ વાત કરીને બોલ્યા જે, ‘પૂર્વના અવતારમાં જેવું ઐશ્વર્ય છે તેમાં તેટલા જીવ તણાણા છે ને આજ તો સર્વે અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે; તેને જોઇને તો અનંત ધામના પતિ ને તે તે ધામના મુક્ત, તે પોતાની મૂર્તિને વિષે તણાઇ ગયા, જમે ચમકના પવર્ત ને દેખીને વહાણના ખીલા તણાઇ જાય છે તમે .’ ।।૪।। read more
0 Views : 282

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ

અને સ્વામીએ વાત કરી જે, વાદી, ફુલવાદી ને ગારડી; તેમાં વાદી હોય તે તો ગરીબ સાપ હોય તેને ઝાલે ને ફુલવાદી હોય તે તો હાથ આવે તો ઝાલે; નહિ તો લૂગડાંના છેડાને વળ દઇને મારી નાખે; ને ગારડી હોય તેની આગળ તો ગમે તેવો મણિધર  હોય તે પણ ડોલે. એ તો દષ્ટાંત, ને સિદ્ધાંત તો એ છે જે, દત્તાત્રેય ને કપિલ તે તો વાદીને ઠેકાણે છે, તે તો મુમુક્ષુ હોય તેનું કલ્યાણ કરે; ને રામચંદ્રજી ને શ્રીકૃષ્ણ તે તો ફૂલવાદીને ઠેકાણે છે, તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે ને ન માને તો તરવારે સમાધાન કરે ને કલ્યાણ કરે; ને શ્રીજીમહારાજ તો ગારડીને ઠેકાણે છે; તેની આગળ તો જીવ, ઇશ્વર, પુરુષ ને અક્ષરાદિક તે સર્વે હાથ જોડીને ઊભા છે. ।।૫।। read more
0 Views : 231
Powered By Indic IME