Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ૮

અને પાંચ વાતે સાનુકૂળ હોય ત્યારે પ્રભુ ભજાય : તે સંગ, શાસ્ત્ર, શ્રદ્ધા, રૂડો દેશ ને રૂડો કાળ. ।।૧૫૮।। read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ૯

આપણે તો બહુ મોટો લાભ થયો છે, ને બહુ મોટી પ્રાપ્તિ થઇ છે પણ આપણને સમજાતું નથી, તે જેમ પૃથ્વીનો રાજા હોય તેનો છોકરો અલ્પ પદાર્થ સારુ રુવે તેમજ આપણને  મહારાજનો ને મોટા સંતનો સંબંધ થયો છે પણ આ લોકના અલ્પ પદાર્થ ન મળે કે નાશ પામે તેનો શોક થાય કે તે સારુ દિલગીર થવાય, તેને આ વાત સમજાતી નથી. ।।૧૫૯।। read more
0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬૦

એક તો આખા દિવસમાં આખો કોટ ચણીને ઊભો કરે ને એક તો તે કોટમાં એક કાંકરી નાખે તે પડી જાય, એ બેમાં અંતે એ ચણનારો થાકશે. તેનો સિદ્ધાંત જે આખો દિવસ વહેવાર કરે ને એક ઘડી સત્પુરુષની વાત સાંભળે તો તેથી સર્વે ખોટું થઇ જાય. ।।૧૬૦।। read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬૧

અને જયાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી તેને સ્ત્રી જોઇશે ને જયાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી તેને પુરુષ જોઇશે, ને ગમે ત્યાં જાશે પણ એમ રહેશે. માટે કહ્યું છે જે, ‘બ્રહ્મરૂપ થઇને ભકિત કરવી.’ ।।૧૬૧।। read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬ર

અને અક્ષરધામ, શ્વેતદ્વીપ, બદરિકાશ્રમ ને આ લોકમાં એકાંતિક પાસે, એ ચાર ઠેકાણે માયા નથી ને કજિયો નથી, બાકી સર્વ ઠેકાણે માયા ને કજિયો છે. ।।૧૬૨।। read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬૩

અને સુખમાં દુઃખ દેખવું એ ઝાઝાને સૂઝે નહિ, એ તો સૂક્ષ્મ વાત છે; તે શું જે, રસોઇઓ તથા બહુ સન્માન આદિક તેમાં તો વૃત્તિઓ ફાટી જાય એવાં છે ને તેમાં સખુ દેખાય છે, પણ સખુ તો મોટાનો સમાગમ થાય એટલું જ; બાકી નહિ. ।।૧૬૩।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬૪

અને ‘જ્ઞાન વિના તો સુખ ન થાય. ને ભકિત કરે તેને  મોટા હોય તે હાર આપે કે થાળ આપે, પણ તેણે કરીને સંકલ્પ ઓછા ન થાય, માટે સમજણ તો જોઇએ ખરી.’ એમ વાત કરી. ।।૧૬૪।। read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬પ

વળી, એટલું તો એમ સમજવું જે, જો વિષયમાં સુખ હોય તો તેની આપણને મહારાજ બંધી શા સારુ કરે ? માટે એમાં તો સુખ જ નથી ને એમાં સુખ મનાય છે એ અજ્ઞાન છે ને મોટા મોટા એ માર્ગે ચાલતા નથી. ।।૧૬૫।। read more
0 Views : 101
Powered By Indic IME