Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૯

અમને તો એક જન્‍મ મરણનો રોગ ટાળતાં આવડે છે. બીજું આવડતું નથી. ૭૯ read more
0 Views : 413

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૦

અને સર્વ પ્રકારની આસકિત ટળી જાય તો આ લોક ને દેહ તે ગમે નહિ ને આ લોકમાં રહેવું પડે તે દુ:ખ થાય છે એમ બોલ્‍યા તે ઉપર પ્રશ્ન પૂછયું, જે આસકિત રહે છે, તેનું દુ:ખ થાય છે; તેનું કેમ સમજવું ? પછી તેનો ઉત્તર કર્યો: જે એ દુ:ખ સારું કરે છે, કેમ જે નિર્માની રહેવાય, તે ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે, ને દેહનું રુપ તો ગામ ફણેણીમાં સુરાખાચરને કાન દેખાડયો તે ભેળી ઉલટી થઇ, તેમ બીજાને દેખાય તો એવું થાય. ૮૦ read more
0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૧

વચનામૃત વંચાવીને તેમાં બહુ વાત કરીને બોલ્‍યા, જે આવું જ્ઞાન તો સંગે કરીને ને કાળે કરીને થાય, જેમ વિદ્યા ભણે છે તેમ થાય, પણ અનુગ્રહ થકી ન થાય, ને અનુગ્રહ કરે તો સમાધિ થાય, તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામ દેખાતું તો પણ બે ઘર કર્યાં. ને સાધુએ કાઢયા ત્‍યારે નીકળ્‍યા, માટે જ્ઞાન શ્રેષ્‍ઠ છે. ૮૧ read more
0 Views : 118

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮ર

આ તો પ્રબંધે કરીને રાખીએ છઇએ, પણ ધન ને સ્ત્રી ન જોઇએ એવા માણસ ઝાઝા જડે નહિ. ૮૨ read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૩

વચનામૃતની આખી પ્રતું પણ સત્‍સંગમાં સહાય નહિ કરે, તે તો પુસ્‍તક મૂકી મૂકીને પણ ચાલ્‍યા જાય છે, માટે સહાય તો આવા સાધુ કરશે. ૮૩ read more
0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૪

લોયાના સાતમાં વચનામૃતમાં કહ્યું છે: જે ઇન્‍દ્રિયો અંત:કરણને અનુભવ એ ત્રણે પૂગે ત્‍યારે પૂરો જ્ઞાની કહેવાય. તે ઉપર બોલ્‍યાં જે આપણે તો સર્વ પૂગે છે, ને નથી દેખાતું તે તો એની ઇચ્‍છા છે. ૮૪ read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૫

પાણીના ધરા જેવું શ્વેતદ્વિપના મુકતને રહે છે, ને અક્ષરધામની વાત તો શી કહેવાય ? ને આ લોકમાં કેટલાક પ્રકારના વિક્ષેપ આવે છે, માટે ઠોંટે મારીને મોઢું રાતું રાખવું એવું છે. ૮૫ read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૬

નંદ રાજાએ આખી પૃથ્‍વીનું ધન ભેળું કર્યું અને છેલ્‍લી વારે એમાંથી મોત થયું. ને ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીયું ભેળી કરી, ને છેલ્‍લી વારે એમાંથી દુ:ખ થયું ત્‍યારે મૂકી, તે માર્ગ જ એવો છે. ૮૬ read more
0 Views : 113
Powered By Indic IME