વચનામૃત વંચાવીને તેમાં બહુ વાત કરીને બોલ્‍યા, જે આવું જ્ઞાન તો સંગે કરીને ને કાળે કરીને થાય, જેમ વિદ્યા ભણે છે તેમ થાય, પણ અનુગ્રહ થકી ન થાય, ને અનુગ્રહ કરે તો સમાધિ થાય, તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામ દેખાતું તો પણ બે ઘર કર્યાં. ને સાધુએ કાઢયા ત્‍યારે નીકળ્‍યા, માટે જ્ઞાન શ્રેષ્‍ઠ છે. ૮૧