Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૭

ભગવાનનું ધામ ગુણાતીત છે, ને જીવને ગુણાતીત કરવા છે, ને આપણે આ જ્ઞાન સાંભળ્‍યું છે તે બીજે કયાંઇ બનશે નહિ. આપણે બીજે ન રહેવાય, ને આ મળ્‍યા છે તે પણ મૂકે એવા નથી, એવું એને આવડે છે. ને આજનું જ્ઞાન સાંભળીને જાય છે તેને શ્વેતદ્વીપ ને તેની આણીકોર્યના કોઇ પૂગતા નથી. અને આ જ્ઞાન તો ફિરંગીની તોપું જેવું છે. ને આની આગળ બીજાનું ત્રાન તો ફટાકિયા જેવું છે, એ તો કહ્યું છે જે, ‘જનના અવગુણને નાથ ગણતા નથી રે, શરણે આવ્‍યાના શ્‍યામ સુજાણ’ એવા છે. એ પ્રકારે મહિમા બહુ કહ્યો. ૪૭ read more
0 Views : 140

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૮

બદરિકાશ્રમના ને શ્વેતદ્વીપના મુકતને ત્‍યાગ-વૈરાગ્‍યનું બળ છે, ને ગોલોકના ને વૈકુંઠના મુકતને પ્રેમ મુખ્‍ય છે, ને અક્ષર ધામના મુકત બ્રહ્મરુપ છે. ૪૮ read more
0 Views : 147

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૯

ભગવાનના ભકતને વિષયસુખ મળે એ જ નરક છે. તે ભકતનું લક્ષણ કહ્યું છે: જે – કુંતાજી દુ:ખ માગં કે લીનો એહિ ભકતકી રીતિ વે । વિષયઆનંદ ન લહે સ્વપ્નમેં જાહિ પ્રભુપદ પ્રીતિ વે ।। – એ ભકતનું લક્ષણ છે. ૪૯ read more
0 Views : 150

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૦

આ સર્વે કામ મૂકી મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ, તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ, તે શું ? જે જમપુરી, ચોરાશી ને ગર્ભવાસ એ સર્વને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું. ૫૦ read more
0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૧

આ તો બળિયા છે તે ગમે એવી વાસના હશે તોપણ અંતકાળે હીરજીની પેઠે નસ્‍તર મારીને દેહની ખબર રહેવા દેશે નહિ, ને વાસના ટાળી નાખે એવા છે. ૫૧ read more
0 Views : 134

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પર

મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિ જીવને બગડવાના હેતું છે, માટે તે સમજી રાખવું. ૫૨ read more
0 Views : 137

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૩

નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિને પામે નહિ, ને જ્ઞાન તો સાધુસમાગમથી જ થાય. ૫૩ read more
0 Views : 140

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૪

શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્વિત કહ્યાં છે, તે સર્વે આવા સાધુના સમાગમ અને દર્શને કરીને નિવૃત થઇ જાય છે, એવું આ દર્શન છે.  ૫૪ read more
0 Views : 116
Powered By Indic IME