Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૯

વચનામૃત વંચાવીને તેની વાત કરી, જે કદાપિ ભગવાનની મૂર્તિમાં જોડાઇ જાય, તોપણ કેટલુંક ચોખ્‍ખું કેમ સમજાય ? માટે સર્વ કરતાં સમજણ અધિક છે. પછી નાડીયું તણાઓ કે ન તણાઓ, અને સાંખ્‍ય ને યોગ કરતાં પણ ભગવાનનું સર્વોપરિપણું સમજવું તે શ્રેષ્‍ઠ છે. ૩૯ read more
0 Views : 138

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૦

મહારાજે કહ્યું હતું જે અમે અલિયા ગામમાં એક વાર દૃષ્ટિ કરીને અનંત જીવને બ્રહ્મમહોલમાં મૂકી દીધાં, પણ ત્‍યાં કોઇ રહ્યા નહિ. માટે જ્ઞાન દઇને જેવું થાય એવું દૃષ્ટિએ કરીને થાનું નથી. ૪૦ read more
0 Views : 138

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૧

પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવું છે. ને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે. પ્રેમીનું તો ભગવાનને અને સાધુને રાખવું પડે, પણ જ્ઞાનીનું રાખવું પડે નહિ. ૪૧ read more
0 Views : 141

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪ર

કોઇક લોભ મૂકે, સ્‍વાદ મૂકે, સ્‍નેહ મૂકે, અને માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહિ ને રુપ જેવું તો કોઇ બળવાન નથી, ને એ વિષય તો જીવ માત્રમાં રહ્યો છે, તે તો મોટા અનુગ્રહ કરે ત્‍યારે ટળે, પણ તે વિના ટળે નહિ. ૪૨ read more
0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૩

અને તપાસીને જોયું, તો આ જીવ કોઇ દિવસ ભગવાનને માર્ગે ચાલ્‍યો નથી, સાવ નવો જ આદર છે. જીવ માત્રને ખાવું, સ્ત્રી અને ધન એ ત્રણનું જ ચિંતવન છે, ને એનું મનન, એની જ કથા, એનું જ કીર્તન, એની જ વાતું ને એનું જ ઘ્‍યાન છે. તેમાં પણ દ્રવ્‍યનું તો એક મનુષ્ય જાતિમાં જ છે, બાકી ખાવું ને સ્ત્રી એ બેનું તો જીવ પ્રાણીમાત્રને ચિંતવન છે. કેમ જે ભગવાને માયાનો ફેર ચડાવી મૂકયે છે. એનું ચિંતવન ન થાય એ તો દેવનો દેવ છે, પણ એ મનુષ્ય નથી. ખાવું, સ્ત્રી ને ઊઘવું એ ત્રણ વાતમાં ગુરુ કરવો પડતો નથી, જેમ નદીયુંના પ્રવાહ સમુદ્ર સંમુખ ચાલે છે એમ જીવને વિષય સંમુખ ચાલવાનો ઢાળ છે, અને તેમાંથી પાછું વળાય એ તો સાધુનું છે. ૪૩ read more
0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૪

આ દેહમાં ને આ લોકમાં આપણે ચોંટશું તો ભગવાન ચોટવા નહિ દે. જેમ રવજી સુતારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહિ, ને પછી સંસારમાંથી તોડીને છેલ્‍લી વારે સાધુ કર્યો, એમ ભગવાન બંધાવા નહિ દે. ૪૪ read more
0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪પ

દેહમાં રોગાદિક દુ:ખ આવી પડે તો તેના મોકલનારા ટાળે ત્‍યારે ટળે, પણ બીજા કોઇથી ટળે નહિ. જેમ રાજાનો મોકલેલો મોશલ આવે તે તો તેની ચીઠ્ઠી આવે ત્‍યારે ઉઠે, પણ ગામના માણસથી ઉઠે નહિ, એમ સમજવું. ૪૫ read more
0 Views : 148

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૬

વિષયનો તિરસ્‍કાર તો અક્ષરધામમાં છે, ને શ્વેતદ્વીપમાં છે, ને બદરિકાશ્રમમાં છે ને આ લોકમાં મોટા એકાંતિક પાસે છે, એ ચાર ઠેકાણા વિના બાકી સર્વે ઠેકાણે વિષયનો આદર છે. ૪૬ read more
0 Views : 126
Powered By Indic IME