Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૭૩

સ્વામીએ એક ભકત સામું જોઇને વાત કરી જે, ‘ભગવાન ને મોટા સાધુ જયારે ઉદાસી થાય ત્યારે એમ જાણવું જે, હવે મુમુક્ષુનાં કર્મ ફૂટ્યાં. એમ કહીને બોલ્યા જે,‘આપણે તો બહુ ભેગા રહ્યા ને બહુ સમાગમ કર્યો ને હવે તો દેશકાળે કરીને ભેગું રહેવાય કે નોય રહેવાય, પણ હવે તો અક્ષરધામમાં રહેવાય એવા સ્વભાવ કરતા શીખો, તો એક પળમાત્ર નોખા જ નથી, એમ જાણવું.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘અક્ષરધામનો મુકત હોય ને સ્વાઘીન થકો આંહીં આવ્યો હોય ને સ્વતંત્ર થકો જાય એવો હોય, પણ એને સત્પુરુષનો સંગ ન હોય અને કુસંગ કરતો હોય તો જડ સંજ્ઞાને પામી જાય છે. અને જો એને સત્પુરુષનો સંગ થાય તો પૂર્વનું જ્ઞાન છે તે પ્રગટ થઇ આવે છે. નીકર તો જેમ આ દેશના વાણિયા પરદેશમાં જાય છે ત્યાં કાફરીઓ  રાખીને રહી જાય છે, તેમ અક્ષરધામના મુકત હોય, તે પણ આ લોકમાં બંધાઇ જાય છે. તે વિજ્ઞાનદાસજીને  અક્ષરધામની તો સમાધિ થાતી ને મહારાજને ત્રણે અવસ્થામાં નિરંતર દેખતા, તોય ત્રણ ઘર કર્યા ! પણ પોતાની મેળે નીકળાણું નહિ. પણ જયારે ગોપાળાનંદસ્વામીએ કહ્યું ત્યારે નીકળાણું, એવો આ લોક છે. તે સારુ તો મહારાજ અક્ષરધામ ને અનંત મુકતે સહિત જ પધાર્યા છે માટે સમાગમ કરી લેવો, જેથી મહારાજની સેવામાં રહેવાય. નીકર તો ઘરોઘર કાફરીઓ છે તેની સેવામાં રહેવાશે. એમ […] read more
0 Views : 174

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૭૪

સ્વામીએ વાત કરી જે, એક દિવસ મહારાજે મને કહ્યું જે,”કહો તો કાળ પાડીએ ને કહો તો ટુંટિયું લાવીએ.” ત્યારે મેં કહ્યું જે,‘કાળ પાડશો મા ને ટુંટિયું લાવજો.’ ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું જે,”બેયની ના પાડીએ નહિ ?” ત્યારે મેં કહ્યું જે,‘મહારાજની મરજી પ્રમાણે જ કહેવાય. પણ મરજી વિના તો કહેવાય જ નહિ.’ વળી બોલ્યા જે,‘એક દિવસ મેં મહારાજને કહ્યું જે, “તમારા ઘરમાં અંધારું કેમ છે ? જે ખેડુ કામી કામીને  મરી જાય છે તેને ખાવા મળતું નથી, ને વેપારીને પરસેવો વળતો નથી તોપણ તેને ખાવા મળે છે ને ખેડુ ભૂખે મરે છે.” તે દિવસથી મહારાજની દષ્ટિ થઇ છે જે, ખેડુના ઘરમાં હોય ત્યારે મોઘું ને વેપારીના ઘરમાં જાય ત્યારે સોઘું થાય છે. ને તે દિવસથી ખાવા મળે છે. તે જુઓને, રૂના ડૂચા લઇ જાય છે ને બે કરોડ સોનાના રાળ સાબરમતીને આ કાંઠે નાખી દે છે, એવું કયુર્ં છે, પણ પ્રભુ ભજવા નવરા થાતા નથી. અરે, આપણે આવું કયાં હતું ને હજી રાત્રિપ્રલય સુધી થાશે; પણ રઘુવીરજી મહારાજે ચાર મહિના સાધુને રાખીને કથા કરાવી ને વાતો જ કરાવી, એમ કોઇ કરશે નહિ ને કરાવશે પણ નહિ. એવો માયાનો મોહ છે. એમ કહીને વળી બોલ્યા જે, અમોએ સાધુને રાખીને બે મહિના સુધી વાતો ને પ્રશ્ન-ઉત્તર કરાવ્યા. પણ કેટલાકને તો ગમ જ નહિ, […] read more
0 Views : 240

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧

અક્ષરસ્‍વરુપ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્‍વામીની વાતો પ્રકરણ ૧ લું શ્રીભગવાન તથા સંતના મહિમાનું મુખ્‍યપણું પ્રથમ તો સર્વે સંકલ્‍પને પડયા મૂકીને એકાગ્રચિત્ત થઇને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભારીને એમ ધારવું, જે સ્‍વામી વાતું કરેછે ને આપણે સાંભળીએ છીએ, એમ સાંભળીને તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જાવું, ને કહ્યુંછે તેમ સમજીને વર્તવું. ઃ મંગલાચરણ ઃ મહાધ્યાનાભ્યાસં વિદધતમજસ્ત્ર ભગવતઃ પરિત્રે સંપ્રાપ્તં સ્થિતિમતિવરૈકાંતિકવૃષે | સદાનંદં સારં પરમ હરિવાર્તા વ્યસનિનં ગુણાતીતાનંદં મુનિવરમહં નૌમિ સતતમ્ || અર્થ : નિરંતર ભગવાનના ઘ્‍યાનનો અત્‍યંત અભ્‍યાસ કરનારા, અત્‍યંત શ્રેષ્‍ઠ એકાંતિક ધર્મમાં સ્‍થ્‍િાતિ પામેલા, ભગવાનની અત્‍યંત વાતો કરવાના વ્‍યસનવાળા અને સત્ ચિત્ ને આનંદમય જેનું સ્‍વરુપ છે. એવા ગુણાતીતાનંદ નામના મોટા મુનિને હું નિરંતર નમસ્‍કાર કરું છું. -૧ સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ ભગવાન ને સાધુના મહિમાની વાતું નિરંતર કરવી ને સાંભળવી. શ્રીજી મહારાજ તો પોતાનું અક્ષરધામ, પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઇને આંહી પધાર્યા છે, તે એવા ને એવા જ છે. ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં જ મળ્‍યા છે, કાંઇ બાકી નથી. એમ ન સમજાય તેથી જીવમાં દુબળાઇ રહે છે, ને એમ સમજાય ત્‍યારે કોઇ દિવસ જીવમાં દુબળાઇ મનાય જ નહિ, ને જીવ બીજી રીતનો થઇ જાય. ને મહિમા સમજવા જેવું બીજું કોઇ મોટું સાધન પણ નથી, ને મહિમા વિના બીજાં ગમે […] read more
1 Views : 1502

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર

સાંખ્‍યવિચાર કરવા શીખવો ને સાંખ્‍ય વિના લોભ, કામ, સ્‍વાદ, સ્‍નેહ ને માન એ પાંચ દોષ તથા અઘ્‍યાત્‍મ, અધિભૂત ને અધિદૈવ એ ત્રણ તાપ એ સર્વે નું દુ:ખ મટે નહિ, ને સાંખ્‍ય વિના અર્ધો સત્‍સંગ કહેવાય, માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્‍ય વિચાર કરવો. ૨ read more
0 Views : 368

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩

પ્રહ્લાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાણા નહિ, પછી ભગવાને પ્રહ્લાદને કહ્યું જે ”એ યુદ્ધે કરીને તો હું જીતાઉ એવો નથી. મને જીતવાનો ઉપાય તો એ છે, જે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતવન કરવું ને નેત્રમાં મારી મૂર્તિ રાખવી, એ પ્રકારે નિરંતર મારી સ્‍મૃતિ રાખવી.” એમ કહ્યું છે. પછી એવી રીતે પ્રહ્લાદે અભ્‍યાસ કર્યો ત્‍યારે ભગવાન છ માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઊપાય સર્વોપરી છે, તે શીખવો. ૩ read more
0 Views : 313

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪

ભગવાનની મોટાઈ જેનાં અંતરમાં સમજાણી હોય, તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે, ઈત્યાદિકમાં પણ એમ સમજે જે ભગવાનના કર્યા વિના પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી.’ એમ સમજીને સુખી રહે ને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂંથાઈ જાય. ૪ read more
0 Views : 337

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ

આ જીવ સાધન તે શું કરશે ? એ તો જેમ કોશ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખડો. કેમ જે તેને ઢોર ખાય, પંખી ખાય, તેમ સાધન વતે કલ્‍યાણ થાવું તે એવું છે. ને ભગવાનની પ્રાપ્‍તિ તો કેવી છે ? જે આ પૃથ્‍વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે, પછી તેને ઢોર ખાય, પંખી ખાય ને ચોર લઈ જાય તો પણ ખૂટે નહિ. કૂવા, તળાવ ને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે, તેમ ભગવાન વતે કલ્‍યાણ તે એવું છે. ને આ તો બહુજ દુર્લભ છે, પણ મહિમા સમજાતો નથી. ૫ read more
0 Views : 381

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬

મોટાને સેવ્‍યા હોય ને તેના ગુણ આવ્‍યા હોય તેને દેશકાળ ન લાગે. કેની પેઠે તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય, પણ ત્‍યાં રહેવા પામે નહિ. ૬ read more
0 Views : 326
Powered By Indic IME