Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩પ

વાદી પણ ત્રણ પ્રકારના થાય છે. તેમાં સાધારણ વાદી તો સર્પ પકડાય તો પકડે, ને ફૂલવાદી તો સર્પને પકડવા જાયને ન પકડાય તો ચીંથરે કરીને ચીરી નાખે , ને ગારુડી તો મોટા મણિધર સરખાને પણ પકડીને આગળ નચાવે, એમ ભેદ છે. તેમ આ ગારુડીની પેઠે નચાવે એવા છે. ।।૩૫।। read more
0 Views : 162

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૬

એક વાર વડતાલમાં બે આચાર્ય ભેગા થયા, ત્યારે પુરુષોત્તમપણાનો વિવાદ થયો. ત્યારે સ્વામી કહેઃ ‘મેં કહ્યું જે, ખજાનો કેને દેખાડ્યો છે ? ઘણું બીજા સાથે હેત હોય તેને પણ દેખાડ્યો છે ? નથી દેખાડ્યો. અને અમને તો સ્વામિનારાયણે કાનમાં મંત્ર મૂકયો છે જે, ‘અમે તો સર્વોપરી ભગવાન છઈએ.’ માટે તેને બીજા અવતાર જેવા કેમ કહીએ ? પછી તો રાજી થઇને ઊઠી નીકળ્યા. ।।૩૬।। read more
0 Views : 157

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૭

મહારાજે એમ કહ્યું જે, ‘જયારે ઇન્દ્ર કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય દેવતા જેવા થાય; અને બ્રહ્મા કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય ઇન્દ્ર જેવા થાય; અને વૈરાટ આવે ત્યારે એના શિષ્ય બ્રહ્મા જેવા થાય છે; ને પ્રધાનપુરુષ જયારે કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય વૈરાટ જેવા થાય; ને પુરુષ જયારે કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય પ્રધાનપુરુષ જેવા થાય; ને અક્ષર આવે ત્યારે તેના શિષ્ય પુરુષ જેવા થાય; ને પુરુષોત્તમ કલ્યાણ કરવા આવે ત્યારે તેના શિષ્ય અક્ષર જેવા થાય; માટે અક્ષર આગળ તો કોઇ અવતારાદિકનું સમર્થપણું હોતું નથી.’એમ કહ્યું. ।।૩૭।। read more
0 Views : 149

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૮

સર્વોપરી પુરુષોત્તમપણું સમજવું. તે હમણાં અચિંત્યાનંદબ્રહ્મચારી પાસે અમે ગ્રંથ કરાવ્યો, તેમાં સંપૂર્ણ પુરુષોત્તમપણું નાખ્યું છે. અને એક જણે રામકથા વાંચી, તે શું સાત કાંડમાં કયાયં સ્વામિનારાયણનો મોવાળો પણ છે? એમાં શું વાંચવું? એનો તો સૌને નિશ્ચય છે જ, પણ આ પુરુષોત્તમનો જ કરવો એ વાત કઠણ છે. એકવાર સમૈયામાં ભગવદ્ગીતાની કથા કરી.તેની પણ રાતના બાર વાગે વાત કરી ને કહ્યું જે,‘એમાં શું વાંચે છે? એમાં મહારાજનું કાઇં આવે છે?  એ તો શું કરીએ? સૌને એ વાતની તાણ, તે કરે છે.’ ।।૩૮।। read more
0 Views : 146

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૯

મહારાજે વડતાલમાં સર્વે હરિજન આગળ સભામાં કહ્યું જે,‘આ ચરણારવિંદની વૈરાટપુરુષે પચાસ વર્ષ ને દોઢ પહોર દિવસ સુધી સ્તુતિ કરી ત્યારે આ બ્રહ્માડં માં પધાર્યા છે’  એવી ઘણી વાતો કરી તે ત્યાનાં હોય તે જાણે પણ બીજા ન જાણે. ।।૩૯।। read more
0 Views : 152

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૦

નાગડકામાં સ્વરૂપાનંદસ્વામીએ મહારાજને પૂછ્યું જે,‘ગુરુસાહેબ ! આજ સત્સંગીકા કલ્યાણ કેસા હોતા હૈ ?’ ત્યારે મહારાજ કહે,”જેસા કપિલદેવકા, જેસા દત્તાત્રેયકા, જેસા ઋષભેદવકા એસા હોતા હે.” ત્યારે સ્વામી કહે ‘અહો ! તબ તો બોત બડા કલ્યાણ હોતા હૈ !’ ।।૪૦।। read more
0 Views : 172

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૧

સમૈયો હતો ત્યારે સત્સંગી સર્વે આવેલા; તેણે કહ્યું જે,‘અહો મહારાજ ! જેવી ગોપી-ગોવાળને પ્રાપ્તિ થઇ હતી તેવી અમને થઇ છે.’ ત્યારે મહારાજ કહેઃ ‘ના ના, ગોપી-ગોવાળને જે મળ્યા હતા તેના ભકતને તો આ ભગવાનનાં હજી દર્શન પણ નથી થયાં. ને તમારે તો બહુ મોટી પ્રાપ્તિ થઇ છે. ।।૪૧।। read more
0 Views : 148

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪ર

ભકિતએ કરીને મહારાજ રાજી થાય છે, ને તેની આજ્ઞા છે એટલા સારુ કરીએ છઈએ; પણ એ સ્થૂળ માર્ગ છે. તેણે કરીને તો મોટાં લોકાંતરને પામશે; પછી મોટાના મોટા વૈભવને મોટા પાપ. તે જુઓને, આ ખંડેરાવ એક દિવસમાં જેટલું પાપ કરતાં હશે, એટલુ ગરીબ આખા ભવમાં પણ ન કરે.માટે આને આ દેહે કરીને ભકિત પણ કરતા જાવું, ને તે કરતાં થકા પણ અનુવૃત્તિ આત્માને વિષે રાખે જાવી.આત્મનિષ્ઠા જેવી કોઇ વાત નથી તે મનન દ્વારાયે ‘હું અક્ષર છું ને પુરુષોત્તમ મારે વિષે બેઠા છે’ એમ કરતા જાવું, એમ ઘણે ઠેકાણે મહારાજે કહ્યું છે. એ સૂક્ષ્મ ભકિત છે, તેણે કરીને આત્યંતિક મોક્ષને પામશે. પણ મોરે કહી જે ભકિત તે રૂપ સ્થૂળ માર્ગ તેણે કરીને આત્યંતિકી યત્ર ન મૃત્યુહાસઃ એવી મુકિત ન થાય. અને એવી ભકિત તો ચાર માણસ કરે એટલી પોતે એકલો માને કરીને કરે છે, તે સેવા કરે, પાણા ઉપાડે, રોટલા કરે, એ સર્વે ભકિતમાં માન મળે છે તેણે કરીને થાય છે ને કરે છે, પણ એણે કરી સિદ્ધ ન થાય. ‘કિયાં બાળપણાની રમત, કિયાં પામવો સિદ્ધોનો મત’ માટે જે દી તે દી આવાત કરશે ત્યારે છૂટકો છે. ।।૪૨।। read more
0 Views : 162
Powered By Indic IME