Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૩

દૈવની માયાએ જુઓને મોહ પમાડ્યા છે જે, ગાડી,પુસ્તક, ચેલો ને હવેલી એને વિષે માલ મનાણો છે, પણ તેણે કરીને શું થાશે ? બંધન થાશે, માટે એમાં કાંઇ માલ નથી. રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઇ શાહ ભયો કહા બાત બઢી, પતસાહ ભયો કહા આન ફિરાઇ; દેવ ભયો તોઉ કહાં ભયો, અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકાઇ, બ્રહ્મમનિ સત્સગં બિના સબ, ઓર ભયો તો કહા ભયો ભાઇ ? ત્યારે શું ભરતજી રાજ મૂકીને મૃગલામાં બંધાણા એ કાંઇ સાધુનો માર્ગ છે ? અને આસન સારુ, પથારી સારુ, ચેલા સારુ, ગાડી સારુ ને એવાં તુચ્છ પદાર્થ સારુ કરીને મોટી ખોટ ખાવી નહિ, ને સર્વ  દોષ રહિત થઇને રૂડાં સાધુને સેવી ને સાધુતા શીખવી, એમાં જ માલ છે, નીકર તો મોટપ ને માન સારુ કરીને ગાડી કે ઘોડું ન મળે કે દુ:ખી થવું પડે એમાં શું? એમ કહીને બોલ્યા જે: મોટા થાવાનું મનમાં રે, દિલમાં ઘણો ડોડ ;તેવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ ?,ભૂંડા ઘાટ ઊઠે છે ભીંતરે રે, જે ન કહેવાય બા’ર, એહ વાતનો તારે અંતરે રે, નથી નર વિચાર.એવું છે; માટે જ્ઞાન શીખવું તેણે કરીને કોઇ વાતની અપેક્ષા ન રહે. જો જ્ઞાન ન હોય તો તો મૂર્ખાઇએ કરીને અસદ્ યુકિતઓ ઉઠાવે છે. તે એમ સૌ ગોપાળાનંદસ્વામી, કૃપાનંદસ્વામી […] read more
0 Views : 206

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૪

મહારાજે કીડિયારાના રોગનું (પ્ર.પ્ર.૧૮માં) પણ કહ્યું છે,માટે તેનો ત્યાગ કરીને વિવેક દશમો નિધિ કહ્યો છે તેનું ગ્રહણ કરશો તો સુખ થાશે. અહો ! જીવમાં અજ્ઞાનનો પાર નથી કારખાનામાં, રાજામાં ને પધરામણીમાં મંડ્યા છે, તે શું શુંકહીએ ? ઓલ્યા જગતની પેઠે સાંજે કથામાં બે વચનામૃત માંડમાંડ વંચાવે ને વળી પાછું તેનું તે, પણ તેણે કરીને ભગવાન રાજી ન થાય. માટે વિચારીને વર્તવું. ।।૪૪।। read more
0 Views : 162

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪પ

આ તો ‘શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ’ અને લોકમાં પણ કહે છે જે, ‘સારા કામમાં સો વિઘ્ન’ તે કાં તો ભકિતરૂપે માયાને પ્રેરે ને એકાતં માં ધ્યાન કરાવે,એમ કરતે કરતે પાડી નાખે છે. તેમાટે વિચારવું અને જીવમાં ખોટ શું શું કહેવાય ? એમ મમત્વ બંધાય છે. ।।૪૫।। read more
0 Views : 161

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૬

જો ગરાસિયો મોટેરો હોય તો પૃથ્વી જ ભેળી કરે, ને વાણિયો મોટેરો હોય તો દ્રવ્ય ભેળું કરે, ને બ્રાહ્મણ મોટેરો હોય તો પુસ્તક ભેળાં કરે, ને રબારી મોટેરો હોય તો ઢોરાં ભેળાં કરે; પણ કોઇ એકાંતિક સાધુ ન થાય. માટે એમાં કાંઇ માલ નથી. તે સારુ આવા સાધુનો સમાગમ કરી લેવો ને સાધુ થાવું ને રૂપિયા પડ્યા રહેશે, બીજા પદાર્થ પણ પડ્યા રહેશે ને ચાલ્યું જવાશે. ને જે ભકિત કરે કે રાતમાં ધ્યાન કરે તે મનમાં જો એમ જાણે જે,‘જો આ સર્વ ખાઇ ખાઇને સૂઇ રહ્યા છે,હું એક કરું છું.’ તો બધુંય બળી ગયું. ને મોટપ પામીને ચેલો ચેલો કરે, તે ચેલો-બીજું તો શું કહીએ ? તૂંબડી તો એની એ પણ સાકર માંહી નાંખીને છાની પાય, એમ ચોરીઓ કરે અને ચેલો એમ ન કરે તો પંડે છાના મંત્ર કાનમાં મૂકીને શીખવે. એમ યુકિતઓ કરતે કરતે જન્મ ખોઇ નાખે. એવી યુકિતમાં બેયને સમું , ચેલાને પણ ભેળું કામ થાય. તે ઉપર – “છોટા છોટા શિષ્ય રાખશે રે, ચાકરી કરવા બે ચાર; મોટાની મો’બત મૂકશે રે, જેને કેનો ન રહ્યો ભાર.શ્રીજી પધાર્યા સ્વધામમાં રે…” એ બોલ્યા ।।૪૬।। read more
0 Views : 203

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૭

અને કહ્યું કે,‘ચેતના મુખી તે સદા સુખી’ એવી રીતે કેટલાક કહીએ ? એ કહ્યાં તેથી ઘણાં ઝાડ હૈયામાં ઊગ્યાં હોય પછી શું ધ્યાન-ભજન થાય ? બીજાનું જોઇને બેસે પણ થાય નહિ. તે એક બાવો ગુલાબગર હતો, તે સૌનું જોઇને માથે ઓઢીને બેઠો, ત્યાં તો રૂપિયા, ઢોરાં ને ઉઘરાણી તે સ્ફૂર્યા ,એટલે આકળો થઇને ઊઠી ગયો ને કહે,‘ઊઠો ઊઠો, શું બેઠાછો ? આટલું આ કરવું છે તે કરીએ,’ એમ થાય છે માટે ટીખળ ઘાલવા નહિ. ।।૪૭।। read more
0 Views : 145

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૮

વળી મહારાજે તો ‘પંપાળીને રાખે તેની પાસે રહેવું નહિ’ એમ કહ્યું છે. પછી સૂઝે તેમ કરો. અમે તો આત્માનંદસ્વામીબહુ ટોકતા તેની ભેળે રહ્યા; ને બ્રહ્માનંદસ્વામી ભેળે રહેતા તે નીકળ્યા. ને તે કહ્યા વિના ખોટ જાય નહિ. ને જયાં સારી સારી રસોઇ મળે ત્યાં વારે વારે જાય; પણ કેવળાત્માનંદસ્વામીતો જો કોઇ પાકી રસોઇનું કહે, તો તેને કહે જે,‘જૂનાગઢથી સ્વામીનો કાગળ મંગાવ્યો છે. તે આજ્ઞા આવશે ત્યારે લેશું,’એમ બહાના કાઢીને ચોખ્ખી ના કહેવી ને દાળ-રોટલા લેવા; ને પછી બે દિવસ રહીને ભાગી નીસરવું પણ ગળ્યાં, ચીકણાં,ચોપડ્યાં, વઘાર્યા, ધુંગાર્યા તે ખૂબ તડૂસીને સૂતા, તેણે કરીને વધશે કામ ને ક્રોધ. ને આપણે તો ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ ને શિક્ષાપત્રી એ ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવુ, એમ મહારાજે કહ્યું છે તે મહારાજની રુચિ પ્રમાણે રહેવું. ‘બ્રહ્માનંદ રહેનો ભલો રુખમેં ’એમ કહ્યું છે. તે ત્રણ ગ્રંથથી વધુ લૂગડું કે પદાર્થ રહેશે કે ખવાશે તો બંધન થાશે ને એનો તો આગળ જવાબ લેવાશે. ।।૪૮।। read more
0 Views : 158

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪૯

પછી વળી રુચિનું વચનામૃત (લો.૧૪) વંચાવીને કહે જે,‘આ તો ખપવાળાને કહ્યું છે અને જેને ખપ નથી તે તો લાગ આવે ત્યારે જોઇ લે ને સ્વાદ કરી લે. એને તો એમ જ ભજન થાય જે, કયારે લાગ આવે એવા ને તો મહારાજે વચનામૃતમાં(મધ્ય. ૪૭) લબાડ જેવો ને કૂતરા જેવો કહ્યો છે. તે હેત હોય તેને આ વાત સારી લાગે; નીકર મરને લાખો વાતો કરીએ,પણ એમ ન થાય ને ન મનાય. ।।૪૯।। read more
0 Views : 130

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- પ૦

આ લોકનું હેત તો કેવું છે ? એમ કહીને એક પટેલનું દષ્ટાંત વિસ્તારીને કહ્યું જે, ‘એના કુટુંબને એના ઉપર મરે એવું હેત હતું, તોપણ સાધુના કહેવાથી માંદો પડ્યો, ને તેના ઉપરથી સાધુએ દૂધ ઉતાર્યું, તે કોઇએ ન પીધું; એમ સાધુએ દેખાડ્યું.અને -કાણે જાય તે અધિકું રડે, આંગણે જઇને ભૂસ પડે;તે સારું લાગે તે માટે, હેત હોય તો પડે નહિ વાટે ? એવાં ખોટા હેત છે. અને ગૃહસ્થનો છોકરો ન માને કે દુઃખિયો થાય, પણ તે તો સૌ સૌના ડહાપણ પ્રમાણે કરશે,માટે વૃદ્ધ થયા તેને તો ગામોગામ મંદિર કર્યા  છે તેમાં બેસીને ભજન કરવું. ને બે ટાણાં જઇને રોટલા ખાઇ આવવું. તે મુકતાનંદસ્વામીએ કહ્યું છે તે કાંઈ ખોટુ નથી: જૈસે બૂઢે બેલકું , ખેડુ ન દેવત ખાન ; મુક્ત કહે યું વદ્ધૃ કો, સબ હિ કરત અપમાન. જેને સુખે રહેવું હોય તેને તો મોર્યનું માન છે તે મૂકી દેવું, નીકર પૂજા થાય. તે ઉપર કહ્યું જે,‘ગુરુ-ચેલો, બાપ-દીકરો ને સાસુ-વહુ એમ રહેવું. ને ‘દાસના દુશ્મન હરિ કદી હોય નહિ, જેમ કરશે તેમ સુખ થાશે.’ કોણ જાણે આપણે વાસના હશે તેને ટાળવા એમ થાતું હશે તો ? એમ જાણવું ને સુખે રહેવું.’ ।।૫૦।। read more
0 Views : 188
Powered By Indic IME