Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧

અને બ્રહ્મચારીને ત્યાં વાતો કરી જે, ‘વિષયથી બંધાણો તે બદ્ધ ને મુકાણો તે મુકત છે. તે માટે આપણે મુકાવું ને આ જુઓને, આંહીં વિષયનો જોગ નથી તેણે કરીને ઠીક રહે છે.પણ જો બરફીના ભરેલા સો પડિયા રોજ આવે તો ખાધા વગર ન રહેવાય, એવો જીવનો સ્વભાવ છે માટે એ તો ન આવે તો જ સારું છે.’ ।।૧૧।। read more
0 Views : 1396

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર

આ સત્સંગમાં તો સુખ છે, ને ધર્મ, ભકિત, જ્ઞાન ને વૈરાગ્ય જે જે સુકૃત છે તે સર્વ સત્સંગમાં છે, ને બીજે બધે સળગી ઊઠ્યું છે ને કોઇક તો પશુ જેવા છે; તે બોલતાં પણ આવડતું નથી ને વિવેક પણ કાંઇ નથી. માટે કુસંગનો જોગ થાય તો સત્સંગને ઘસારો આવી જાય, તે સારુ કુસંગ ન જ કરવો. ।।૧૨।। read more
0 Views : 1398

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૩

દેશકાળાદિક આઠ શુભ છે ને અશુભ છે તે ઓળખવા;તે જયાં સંત રહેતા હોય તેટલો દેશ શુભ, ને બાકી તો અશુભ અરબસ્તાન ને મકરાણા એ આદિક ઘણાય છે. હવે કાળ શુભ છે તો ભગવાન ભજાય અને સુખિયા રહેવાય છે. ને મૃત્યુ પણ જેમ કાળ હોય તમે થાય; તે જુઓને આ વહાણ બૂડે છે ત્યારે તેમાં બસેં માણસ બૂડી મરે છે ને સુરત બળ્યું ત્યારે કેટલાક માણસ બળીમૂઆં; તે  શું બધાયનું મૃત્યુ ભેળું જ હશે? એ ઠેકાણે તો અશુભ કાળ લેવો. ।।૧૩।। read more
0 Views : 1427

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪

અને કામ, ક્રોધ, લોભ, માન, ઇર્ષાને દેહાભિમાન એ સર્વે મૂકશે ત્યારે ભગવાન ને ભગવાનના સાધુ રાજી થાશે. ।।૧૪।। read more
0 Views : 1383

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ

આ ગંગાજી પર્વત ફાડીને સમુદ્રને મળ્યા, તે તો મળે; કેમ જે, પાણી ઝાઝું થાય ત્યારે એમ થાય; પણ આ જે પંચવિષયતે તો એથી આકરા છે. કેમ જે, બ્રહ્મા, શિવ સરખાને ભૂલાવ્યાને ઇન્દ્રને હજાર ભગ થયા ને ચંદ્રમાને કલંક લાગ્યું, એવા મોટા મોટાને તથા રાવણાદિકને દુઃખ થયું ને સૌભરિને છેતર્યાને પરાશર ને એકલશૃંગી એ આદિકને લૂંટ્યા. તે માટે તેનો જોગ જ ન કરવો. ને આ તો મહારાજે પ્રગટ થઇને રાખ્યું છે, આવું તો કોઇએ બાંધેલ નહિ ને મોટા મોટા અવતારે પણ કજિયા કર્યા છે; પણ આવો માર્ગ તો કોઇએ પ્રવર્તાવ્યો જ નથી. તે મહારાજે વેદરસમાં કહ્યું છે જે,‘હે પરમહંસો ! આ સ્ત્રીરૂપી તરવારની જે તીખી ધારા, તેણે જે પુરુષ નથી હણાણો તે તો દેવનો પણ દેવ છે. માટે એ ધારા કાંઇ થોડી નથી. એ ધારા તો બહુ જ આકરી છે; માટે તેનો જોગ જ ન થાવા દેવો. ।।૧૫।। read more
0 Views : 297

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૬

અને આ દેહ ધર્યો છે તેણે કરીને તો ભગવાન ભજી લેવા.આ ભરતખંડમાં મનુષ્ય દેહ કાંઇ થોડા પુણ્યે આવતો નથી.તે દેવતા પણ કહે છે જે, – અહો અમીષાં કિમકારિ શોભનં પસ્રન્ન રૂષાં સ્વિદતુ સ્વયં હરિઃ । યૈર્જન્મ લબ્ધં નૃષુ ભારતાજિરે મુકુંદસૈવોપયિકં સ્પૃહા હિ નઃ ।। એ શ્લોક બોલીને કહે જે,‘એમ દેવતા પણ ઇચ્છે છે તે મળ્યો. ને વળી ભગવાન ને ભગવાનના સંત મળ્યા, એ કાંઇ થોડી પ્રાપ્તિ નહીં. જુઓને, દશ કે વીશ લાખ રૂપિયા હશે, તે કાંઇ ભેળા નહિ આવે, ને રૂપિયાવાળાને પણ એક શેર ઉપરાંત ખવાતું નથી ને જેને રૂપિયા ન હોય તેને પણ તેટલું જ ખવાય. માટે જોઇએ તેટલું ને કામ આવે તેટલું પેદા કરવું એ ઠીક છે.’ ।।૧૬।। read more
0 Views : 264

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૭

આપણને જે અલભ્ય લાભ મળ્યો છે, એ તો કાંઇ કહેવાય નહિ માટે હવે તે જાળવી રાખવો. ।।૧૭।। read more
0 Views : 247

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૮

સત્યુગ, દ્વાપર, ત્રેતા ને કળિ એ ચાર યુગની એક ચોકડી,એવી એકોતેર ચોકડી એક ઇન્દ્ર રાજ કરે, એવા ચૌદ ઇન્દ્ર પડેત્યારે એક દિવસ વૈરાટનો થાય, ને એવા ત્રીશ દિવસનો એકમાસ, ને એવા બાર માસનું એક વર્ષ, એવાં સો વર્ષ થાય ત્યારેતે વૈરાટ પડે ત્યારે પ્રધાનપુરુષનો એક દિવસ થાય. ને એવાં સો વર્ષ થાય ત્યારે પ્રકૃતિપુરુષનો એક દિવસ થાય, ને એવા સો વર્ષ પ્રકૃતિપુરુષ જીવે, તો પણ એક દિવસ તેનો કાળ નાશ કરી નાખે છે. ત્યારે કહો, તેની આગળ આપણું શું આયુષ્ય, એટલા સારુ જીવ શું મારું મારું કરતા હશે ? કાંઇ છે જ નહિ માટે થોડાકમાં કામ સાધી લેવું, ને એવું મંડવું કે ‘અર્થં સાધયામિકે દેહં પાતયામિ’ ।।૧૮।। read more
0 Views : 266
Powered By Indic IME