Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૩પ

હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. – અમારે આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો. ।।૧૩૫।। read more
0 Views : 112

શિક્ષાપત્રી શ્લોક – ૧૩૬

અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવા અવસ્થાએ યુકત એવી જે પોતાની મા, બેન અને દિકરી તે સંગાથે પણ આપત્કાળ વિના એકાંત સ્થળને વિષે ન રહેવું અને પોતાની સ્ત્રીનું  દાન કોઇને ન કરવું. ।।૧૩૬।। read more
0 Views : 100

શિક્ષાપત્રી શ્લોક – ૧૩૭

અને જે સ્ત્રીને કોઇ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઇ પ્રકારે પણ ન કરવો. ।।૧૩૭।। read more
0 Views : 95

શિક્ષાપત્રી શ્લોક – ૧૩૮

અને તે ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો એવો જે અતિથી તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. ।।૧૩૮।। read more
0 Views : 94

શિક્ષાપત્રી શ્લોક – ૧૩૯

અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા, પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઇ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપયર્ંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. ।।૧૩૯।। read more
0 Views : 96

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૦

અને વળી પોતાનાં વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને કૃષિવૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો. ।।૧૪૦।। read more
0 Views : 88

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૧

અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્નદ્રવ્યનો સંગ્રહ જે તે કરવો અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્ય પુળાનો સંગ્રહ કરવો. ।।૧૪૧।। read more
0 Views : 94

શિક્ષાપત્રી શ્લોક – ૧૪ર

અને ગાય, બળદ, ભેંશ, ઘોડા આદિક જે પશુ તેમની તૃણ-જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવાં અને જો સંભાવના ન થાય તો ન રાખવાં. ।।૧૪૨।। read more
0 Views : 111
Powered By Indic IME